જ્ઞાન વિશ્વમાં અનુભવ કરવા જેવું છે
"દાદા પાસેથી જ્ઞાન મળ્યા પછી આંનદ આનંદ થઈ ગયો છે, સુખ - દુઃખ આવે ત્યારે દાદા કોઈપણ સ્વરૂપે સમજણ આપી જાય છે. હું અને દાદા એક જ છીએ એવો ભાવ થાય છે."
દરેક જીવમાત્ર સતત સુખની શોધમાં છે. દુ:ખ કોઈને ગમતું નથી. તેમ છતાં, આ શોધનો અંત ત્યારે જ આવે છે જયારે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે અને આ શાશ્વત સુખની પ્રાપ્તિ માત્ર પોતાના સાચા સ્વરુપ(આત્મા)ની ઓળખાણ થયા પછી જ થાય છે. શાશ્વત સુખના આ માર્ગની શોધ એ. એમ. પટેલ દ્વારા થઇ હતી જેઓ દાદા ભગવાન નામથી ઓળખાય છે. તેમણે અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન કે જે અક્રમ વિજ્ઞાનના નામથી ઓળખાય છે તે જગત માટે ખુલ્લું કર્યું.
અક્રમવિજ્ઞાન પોતાના ખરા સ્વરુપ(આત્મા)ની પ્રાપ્તિના પાયા પર આધારિત છે. આ અનોખું વિજ્ઞાન રોજબરોજના પ્રશ્નોની વ્યવહારિક ચાવીઓ પૂરી પડે છે, જેનાથી જીવનમાં એકતા અને આનંદની પ્રાપ્તિ થાય છે.
જ્ઞાનીપુરુષની કૃપાથી માત્ર બે જ કલાકમાં જ્ઞાનવિધિથી પોતાના સાચા સ્વરુપની ઓળખાણ શક્ય બને છે.
અમારી એવી ભાવના છે કે આપ પણ આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દેસાઈ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્તિના અનોખા પ્રયોગનો અચૂક અનુભવ કરો."દાદા પાસેથી જ્ઞાન મળ્યા પછી આંનદ આનંદ થઈ ગયો છે,..."
00:01:36"જ્ઞાન ન લીધું હોય તો પણ લેવા જેવું છે,લાભ થાય કે..."
00:03:40"આ ઘર બેઠા આવેલી ગંગા કેહેવાય, જે જિજ્ઞાસા સાથે..."
00:02:23"આ વિજ્ઞાનથી નિરંતર આનંદની ખુશીથી અંદર રહી શકાય છે...."
00:07:01"જ્ઞાન પછી હું ઘરે ગઈ મને જરાપણ કલેશ થયો નહી ઘણું..."
00:01:59"સત્સંગ જોવાથી અને જ્ઞાન લેવાથી અપમાન આવે ત્યારે..."
00:02:03"હાઈવે પર ગાડી કઈ રીતે ચલાવી એની માટેની સમજણ તો..."
00:03:25"કેટલાય હજારો વર્ષોની પુણ્ય હશે તે આનો મેળ ખાધો,..."
00:09:07"છેલ્લા ૭ વર્ષથી હું ભગવાનને શોધતો હતો, હું બધે જ..."
00:01:46"મને પહેલા એવું લાગતું હતું કે હું જ સાચી છું,..."
00:13:21એક જ પ્રસંગને જોવાની બે જુદી-જુદી દૃષ્ટિ હોય છે. એક પોઝિટિવ દૃષ્ટિ અને બીજી નેગેટિવ દૃષ્ટિ. પોઝિટિવ (હકારાત્મક) દૃષ્ટિ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સવળું શોધી કાઢે એવો અભિગમ. જ્યારે નેગેટિવ (નકારાત્મક) દૃષ્ટિ એટલે સવળા સંજોગોમાં પણ અવળું શોધી કાઢવાનું વલણ. દાખલા તરીકે, કોઈએ આપણને અડધો કપ ચા આપી હોય, તો નેગેટિવ દૃષ્ટિવાળાને રીસ ચડે કે “આટલી જ ચા?” જ્યારે પોઝિટિવ દૃષ્ટિવાળો ઊલટું વિચારશે કે “અડધો...
READ more shareપૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા તમારા રોજબરોજના જીવનના પ્રશ્નોના સમાધાન મેળવો અને શાશ્વત સુખનો અનુભવ પ્રાપ્ત કરવા જ્ઞાન વિધિનો લાભ લો.
16 ઑગસ્ટ | to | 16 ઑગસ્ટ |
દાદા દરબાર દ્વારા, પૂજ્ય દીપકભાઈ જયારે પણ સીમંધર સીટીમાં હાજર હોય ત્યારે આપ રૂબરૂ મળીને એમની સાથે વાતચીત કરી શકો છો.
અહીં સત્સંગ, પ્રવચન કે ઉપદેશના રૂપમાં નથી પરંતુ પૂજ્ય દીપકભાઈ સાથે વાતચીતરૂપી પ્રશ્નોત્તરી સત્સંગ હોય છે. આ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપ આધ્યાત્મિકતાને લગતા કોઈ પણ પ્રશ્નો પૂછી શકો છો જેવા કે આપણી સાચી ઓળખાણ શું છે,આ જગત કોણ ચલાવે છે,ભગવાન ક્યાં છે,કર્મ શું છે વિગેરે. લોકોને વ્યવહારિક સમસ્યાઓના સમાધાન પણ પ્રાપ્ત થયા છે જેવા કે ક્રોધ અને ચિંતાથી છુટકારો શી રીતે,કલેશ વિનાના જીવન માટે કુટુંબીજનો અને મિત્રો સાથે કેવી રીતે સુમેળ સાધીએ અને બીજું ઘણું બધું. અહીં આપને જીવનની મૌલિક વાસ્તવિકતાઓ જાણવાનો અમૂલ્ય અવસર મળશે.
subscribe your email for our latest news and events