ધ્યાન અને યોગનો હેતુ અને ફાયદા

કોઈ પણ પ્રકારની મનને કેન્દ્રિત કરવાની (માનસિક એકાગ્રતાની) ક્રિયા એ મનોયોગ (ધ્યાન) કહેવાય છે; પરંતુ જો તે કોઈ પણ ધ્યેય વગર કરવામાં આવે તો તેનો કશો ફાયદો થતો નથી. જયારે તમે રેલ્વે સ્ટેશન પર જાવ છો, ત્યારે તમારે ક્યાં જવું છે તે ટીકીટ માસ્ટરને નથી કહેવું પડતું? શું તમારે ક્યા સ્ટેશન પર ઉતરવું છે તે નથી કહેવું પડતું? લોકો એક જ વાત કરે છે કે, “ધ્યાન કરો, ધ્યાન કરો.” પરંતુ અમને એટલું તો કહો, કે અમારે શેના પર ધ્યાન કરવાનું છે! આવા રીલેટીવ ધ્યાનનો શું હેતુ અને ફાયદો છે? સાસુ જ્યારે એમ કહે કે, “તું અક્ક્લ વગરની છે” અથવા તો કોઈ નુકશાન થાય છે ત્યારે જે કંઈ શાંતિ અને સુખનો અનુભવ રીલેટીવ ધ્યાનથી થયો હોય છે, તે જ ક્ષણે તે તૂટી જાય છે. પછી બધો અજંપો અને અંતરદાહ (કઢાપો) ચાલુ થઈ જાય છે. આ રીલેટીવ ધ્યાનથી તમારું કામ નહીં થાય, તે તમને શાશ્વત (કાયમી) શાંતિ નહીં આપી શકે.

આ રીલેટીવ ધ્યાન વિનાશી (ટેમ્પરરી) છે અને તે એકાગ્રતા વધારવામાં મદદ કરે છે પણ બીજુ રીયલ ધ્યાન છે, જે માત્ર જ્ઞાની પુરુષ પાસેથી જ પ્રાપ્ત થઈ શકે. આ રીયલ ધ્યાન તમને કાયમી શાંતિ આપશે. રીયલ ધ્યાન પર વધુ જાણવા માટે વાંચો…

ધ્યાન કોને કહેવાય?

જે જ્ઞાન છે એના આધારે ધ્યાન ઉત્પન્ન થઇ જ જાય છે. ધ્યાન માટે ધ્યેય નક્કી કરો. પૂજ્ય દીપકભાઈ ધ્યાન વિશેની વધુ સમજણ આ વીડિયોમાં સમજાવે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. ધ્યાનનાં પ્રકારો ક્યા ક્યા છે?

    A. ચાર પ્રકારનાં ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે છે... Read More

  2. Q. શું ધ્યાન કરતી વખતે કર્મ બંધાય છે?

    A. આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ... Read More

  3. Q. કર્મ અને પૂર્વજન્મના કર્મ ધ્યાન (અંદરનાં ભાવ) પર કેવી રીતે આધાર રાખે છે?

    A. પ્રશ્નકર્તા: હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે. એમાં ક્રિયમાણ પણ હોય ને સંચિત પણ હોય... Read More

  4. Q. તપ વખતે પાર્શ્વનાથ ભગવાનની ધ્યાનની સ્થિતિ કેવી હતી?

    A. આમને કયાં પહોંચી વળાય ? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે ! ને ઉપરથી વેર બંધાય.... Read More

  5. Q. ધ્યાન અને ધર્મ વચ્ચે શું તફાવત છે? અને ખરો ધર્મ એટલે શું?

    A. ધર્મ કોને કહેવાય ? જે ધર્મ થઇને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને... Read More

  6. Q. શું કુંડલીની જાગરણથી આત્માનો અનુભવ કરી શકાય?

    A. બધું રિલેટિવ છે. રિલેટિવ (લૌકિક) એટલે ઓર્નામેન્ટલ (ચળકાટવાળું) હોય. મનને સ્થિર કરે. મહીં પ્રગતિ ના... Read More

  7. Q. અનાહત નાદનાં ધ્યાનથી શું પ્રાપ્ત થાય?

    A. પ્રશ્નકર્તા: અનાહત નાદ એટલે શું ? દાદાશ્રી: શરીરના કોઇપણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ પાસે, કોણી... Read More

  8. Q. સાચા ગુરુ અને સદગુરુ કયા પ્રકારનું ધ્યાન કરાવે છે?

    A. આ તો લોક ગુરુને સમજ્યા જ નથી. હિન્દુસ્તાનના લોકો ગુરુને સમજ્યા જ નથી કે ગુરુ કોને કહેવાય તે ! જે... Read More

  9. Q. સમાધિ એટલે શું? નિર્વિકલ્પ સમાધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

    A. પ્રશ્નકર્તા: દાદા,મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે. દાદાશ્રી: સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર... Read More

Spiritual Quotes

  1. યથાર્થ ‘ધર્મધ્યાન’ કોને કહેવાય ? પૂજા, જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાન સાંભળે એને ? ના. એ તો સ્થૂળ ક્રિયાકાંડ છે, પણ એ સ્થૂળ ક્રિયા કરતી વખતે તમારું ધ્યાન ક્યાં વર્તે છે તે નોંધમાં લેવાય છે. ભગવાનનાં દર્શન કરતી વખતે ભગવાનના ફોટા જોડે દુકાનોના ને બહાર મૂકેલા જોડાનાય ફોટા લે તેને ધર્મધ્યાન શી રીતે કહેવાય ?
  2. ભગવાનની પાસે ક્રિયા જોવામાં આવતી નથી, ધ્યાન શેમાં વર્તે છે તે જોવામાં આવે છે. અત્યારે થઇ રહેલી ક્રિયા એ તો પાછલા અવતારમાં કરેલાં ધ્યાનનું રૂપક છે, પાછલા અવતારનો પુરુષાર્થ સૂચવે છે; જ્યારે અત્યારનું ધ્યાન એ આવતા ભવનો પુરુષાર્થ છે, 
  3. જૂઠું બોલીએ અને પ્રતિક્રમણના ભાવ થાય, તે વખતે ધ્યાન જે વર્તે છે તે ધર્મધ્યાન હોય છે.
  4. છોકરા જોડે ક્રોધ કરે પણ તમારો અંદર ભાવ શું છે કે આમ ન થવું જોઈએ. તમારો અંદર ભાવ શું છે ?
  5. મોક્ષ જોઇતો હોય તો 'શુકલધ્યાન' માં રહેજે અને સંસાર જોઇતો હોય તો 'ધર્મધ્યાન' રાખજે, કે કેમ કરીને બધાંનું ભલું કરું.
  6. ભગવાનનું ધ્યાન ખબર જ નથી ત્યાં શું કરશો ?! એનાં કરતાં ગુરુનું ધ્યાન કરવું. એમનું મોઢું દેખાય તો ખરું ! આમાં સદ્‍ગુરુનું ધ્યાન કરવું સારું. કારણ કે ભગવાન તો દેખાતા છે નહીં.
  7. એ જપ કરતો હોય કે તપ કરતો હોય, ત્યાગ કરતો હોય, એમાં એને પોતાની ભૂલ ન દેખાય. ભૂલ તો પોતે આત્મસ્વરૂપ થાય, જ્ઞાની પુરુષે આપેલો આત્મા પ્રાપ્ત થાય.
  8. આનો ફાયદો શો છે કે બહારનો કચરો મહીં ના પેસે ને રીલીફ મળે અને મનોબળ મજબૂત થાય, બાકી છેલ્લા આત્મયોગમાં આવ્યા સિવાય મોક્ષ થાય તેમ નથી.
  9. આપણે અહીં 'શુદ્ધાત્મા'માં રહીએ એ આત્મયોગ છે. સ્વરૂપનું જ્ઞાન એ આત્મયોગ એટલે કે પોતાનું સ્થાન છે, બાકી બીજા બધા દેહયોગ છે. ઉપવાસ, તપ, ત્યાગ કરો એ બધા જ દેહયોગ છે. 

Related Books

×
Share on