More

પ્રશ્નકર્તા : મંદિરમાં દર્શન કે પ્રાર્થના કેવી રીતે કરવા?

trimandir

દાદાશ્રી : ભગવાનના મંદિરે જાઓ અને કહો, “વ્હાલા ભગવાન, તમે મારી અંદર બિરાજમાન છો, પરંતુ મને હજી આપની ઓળખાણ પડી નથી, હું અહીં આપના દર્શન કરું છું. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને મને આ રીત શીખવી છે અને હું તેમના માર્ગદર્શન પ્રમાણે આપના દર્શન કરું છું. આપ મારા પર એવી કૃપા વરસાવો કે જેથી મને આત્મસાક્ષાત્કાર થાય.” તમે ક્યાંય પણ જાઓ, ગમે તે મંદિરે જાઓ આ પ્રમાણે દર્શન કરજો. રીલેટીવ દ્રષ્ટિથી જોતાં, બધા ભગવાનોને જુદા જુદા નામો આપવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં તેઓ બધા એક છે.

મંદિર તરફ જતાં લોકો ધર્મના વિચાર નથી કરતા, પરંતુ દુકાનના વિચાર કરે છે. ઘણા લોકોને રોજ મંદિરે જવાની ટેવ હોય છે. તમને ટેવ છે એટલે તમે દર્શન કરો છો? ભગવાનના દર્શન રોજ નવા લાગવા જોઈએ અને તમારો ત્યાં જવાનો ઉત્સાહ અને આનંદ તાજો હોવો જોઈએ.

×
Share on