More

ત્રિમંદિર, બે મજલાની ઈમારત છે. મુખ્ય હોલ ૧૦,૦૦૦ ચો.ફૂટ અને પોડિયમ ૨૦,૦૦૦ ચો.ફૂટ.ના છે. શ્રી સીમંધર સ્વામીના ગભારા ઉપર ૧૦૮ ફૂટના શિખર સાથે ૭૦ નાના શિખરો છે. બાંસી પહાડપુર (રાજસ્થાન)ના ગુલાબી પથ્થરો પરની બારીક કોતરણી મંદિરની સુંદરતામાં વધારો કરે છે.

મૂર્તિનું વજન ધ્યાનમાં લઇને અને આવનારી સદીઓ સુધી ટકે એવા હેતુથી પાયાની દીવાલ ૯ ફૂટ જાડી બાંધવામાં આવીછે..

શ્રી સીમંધર સ્વામીના સોનાનો ઢાળ ચડાવેલ પ્રભાવશાળી મુગટનું વજન ૬૫ કીલો અને ૬ ફૂટ ઉંચા ચક્રનું વજન ૧૫૦ કિલો છે. શિવજી અને કૃષ્ણ ભગવાનના ગંભારા એવા જ ભવ્ય છે. રાત્રે, ભવ્ય ઝુમ્મરની તેજસ્વી રોશની ભવ્ય ત્રિમંદિરને પ્રકાશિત કરે છે.

ભોયતળીયે આરસપહાણની ફરસબંધી અને ધ્વનિના પડઘા ન પડે તેવી રચના સહિતનો હોલ છે. હોલમાં આશરે ૬૦૦૦ લોકો બેસી શકે છે. તે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત ભારતીય સંસ્કૃતિનું મીશ્રણ છે અને ગુજરાતમાં આ જાતનો સૌથી મોટો હોલ છે. પાંચ વિશાળ પ્રોજેક્ટર સ્ક્રીનથી હોલના ખૂણેખૂણેથી પ્રેક્ષક મંચ પર જે ચાલી રહ્યું છે તે સહેલાઈથી જોઈ શકે છે.

×
Share on