More

અનંતકાળથી, શ્રી મહાવીર ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી રામ ભગવાન જેવા "સાચા જ્ઞાનીઓ"ની હાજરીમાં આત્મધર્મ અસ્તિત્વમાં હતો અને પાળવામાં આવતો હતો. જ્ઞાનીઓની ગેરહાજરીમાં મતભેદો પડે છે, તેનાથી ધર્મોના ભાગલા, જુદા જુદા સમાજો, સંપ્રદાયો, જ્ઞાતિઓમાં પડ્યા, તેથી સમાજમાંથી શાંતિ અને એકરાગતા દૂર થાય છે.

trimandir

પરમ પૂજ્ય દાદાશ્રી "આત્મધર્મ" પાળતા અને જનસમુદાય ને આપતા. ઘરમાં જ્યાં સુધી મતભેદો છે, ત્યાં સુધી શાંતિ હોઈ શકે નહિ. જગતમાં દરેક જગ્યાએ આવું જ છે. જ્યાં સુધી ધર્મમાં મતભેદો છે ત્યાં સુધી જગતમાં શાંતિ થઇ શકે નહિ. પરમ પૂજ્ય દાદાશ્રીએ ધર્મ અને સમાજમાં 'મારો અને તારો'નાં ઝઘડાનો અંત લાવવા અને લોકોને આ મતભેદોનાં ભયસ્થાનો વિશે જાગૃત કરવાના પ્રયત્નો કર્યા. અજોડ ત્રિમંદિર (ત્રણ મંદિરો એક મંદિરમાં)ની સ્થાપના, એ પરમપૂજ્ય દાદાશ્રીનું એક ક્રાંતિકારી પગલું હતું, જ્યાં બધા મુખ્ય ધર્મોના સાર એક મંચ પર મૂકવામાં આવ્યા છે.

પરમ પૂજ્ય દાદાશ્રીએ એક વખત કહ્યું હતું કે જયારે આ ધરતી પર આવા ચોવીસ ત્રિમંદિરો બંધાશે ત્યારે આ જગતનું એક અદભૂત દ્રશ્ય હશે.

ત્રિમંદિરનો હેતુ

ભારત ધર્મ, રૂઢિઓ અને નિષ્ઠાની ભૂમિ છે. અજોડ ત્રિમંદિરની સ્થાપના, એ પરમ પૂજ્ય દાદાશ્રીનું એક ક્રાંતિકારી પગલું હતું, જ્યાં બધા મુખ્ય ધર્મોના સાર એક મંચ પર મૂકવામાં આવ્યા છે. જ્યાં ત્રણ મુખ્ય ધર્મો - જૈન, વૈષ્ણવ અને શૈવ ધર્મના ભગવંતો અને બીજા દેવ દેવીઓને એક જ પ્લેટફોર્મ પર સમાન આદર આપવામાં આવ્યું છે.

×
Share on