કર્મોના પડઘા
આપણને જે કંઈ મળે છે તે આપણી પોતાની જ ડિઝાઇન છે; અન્ય કોઈ વ્યક્તિ એના માટે જવાબદાર નથી. અનંત જન્મોની ભટકામણ માટે સંપૂર્ણપણે પોતે જ જવાબદાર છે.
ઘણા બધા લોકોએ એવું સ્વીકાર્યું છે કે તેઓ જે કંઈ અનુભવે છે તે તેમનું પોતાનું જ પ્રોજેકશન છે. પરિણામે તેઓ તે પ્રોજેકશનને ફેરફાર કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેમાં તેઓ અસફળ થાય છે. કારણ કે પ્રોજેકશન માત્ર તેમના એકલાના હાથમાં નથી. પ્રોજેકશનમાં ફેરફાર કરવાની વાતો બરાબર છે, પરંતુ શું પોતે કંઇ ફેરફાર કરી શકે છે?
હા, જોકે અમુક મર્યાદિત હદમાં રહીને એવું કરી શકાય પણ તેનું મોટા ભાગનું નિયંત્રણ તમારા હાથમાં નથી. માત્ર આત્મજ્ઞાન પામ્યા પછી જ, પોતે સ્વતંત્ર થઈ શકે; પરંતુ ત્યાં સુધી એવું શક્ય નથી.
જો એમ હોય તો,
- હું આ જ્ઞાનનો મારા ધ્યેય સુધી પહોંચવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકું?
- શું હું હજુ ઉદયમાં ના આવેલા ખરાબ કર્મોનું ફળ આવે તે પહેલા એમાંથી છૂટી શકું?
- શું હું એક પણ નવું કર્મ બાંધ્યા વિના, મારુ રોજબરોજનું જીવન જીવી શકું, અને છતાં પણ આત્માનો નિરાકૂળ આનંદ અનુભવી શકું?
- શું એવો કોઈ સહેલો અને વ્યવહારિક રસ્તો છે કે જેનાથી હું અનંત પૂર્વ જન્મોના કર્મોના બંધનમાંથી મુક્ત થઇ શકું?