આ ઘણાં મહાન ઐતિહાસિક વ્યક્તિઓનો પણ આ જ સંદેશ છે જેવાકે અબ્રાહમ લિંકન અને હેલન કેલર કે જેઓ તેમના ક્ષેત્રમાં આ બે ગુરુ ચાવીઓ દ્વારા સફળ થયા હતા. અબ્રાહમ લિંકન વાસ્તવમાં પોતાની રીતે જ ભણ્યા હતા અને છતાં પણ ગુલામી નાબુદ કરવા અને સરકારનાં આધુનિકરણ માટે અમેરીકાનાં સોળમાં પ્રમુખ બની શક્યા હતા. એવી જ રીતે, હેલન કેલર પહેલા એવા અંધ બહેરા વ્યકિત હતા કે જેમણે બી.એ. (બેચલર ઓફ આર્ટસ) ની ડીગ્રી પ્રાપ્ત કરી. તેમણે દુનિયાભરના અપંગ વ્યક્તિઓને મદદ કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તે અમેરીકન ફાઉન્ડેશન ફોર ધી બ્લાઈન્ડ સંસ્થાના સ્થાપક પણ હતા.
ઘણા લોકોએ આવા સંતુલિત અભિગમની અવસ્થાનો અનુભવ કર્યો છે, કે જેઓ હવે નિષ્ફળતા અને સફળતા બંને પાસાને જીવનમાં હારીને પાછા પડવા માટે નહી પણ આગળ વધીને પ્રગતિ કરવા માટેની પ્રેરણાના સ્ત્રોત તરીકે જુએ છે.
તો પછી તમારે શા માટે પાછળ રહેવુ જોઈએ? શા માટે હવે પછીની જ્ઞાનવિધિ માં ભાગ ના લેવો જોઈએ?