બાળપણથી જ, આપણે ઘણી પ્રાર્થનાઓ બોલી છે, ગાઈ છે અને સાંભળી છે. સમય જતાં, આપણને પ્રાર્થનામાં શ્રદ્ધા વિકસિત થતી ગઈ. આજે, ચાલો આપણે આ શ્રદ્ધાને વધુ મજબૂત બનાવીએ, એવી સમજણ મેળવીને કે –‘પ્રાર્થનાનો અર્થ શું છે? પ્રાર્થનાના ફાયદાઓ શું છે? ભગવાનને કઇ રીતે પ્રાર્થના કરવી જોઇએ ? કોની સમક્ષ પ્રાર્થના કરવી જોઇએ? પ્રાર્થના કઈ કરવી જોઇએ?
આ સમજણ આપણને સારા જીવન તરફ દોરી જશે અને આપણી આધ્યાત્મિક યાત્રાના વિકાસમાં પણ મદદરૂપ થશે. પ્રાર્થના, જ્યારે સાચી સમજણ સાથે કરવામાં આવે, ત્યારે તેની અસર આપણા કલ્યાણ અને આધ્યાત્મિક વિકાસમાં ખુબ જ પ્રભાવશાળી બની રહે છે.
તેથી સૌ પ્રથમ તો, આપણે પ્રાર્થનાનો અર્થ શું છે તે સમજીએ...
પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે!
તે આપણી અંદર રહેલા ભગવાન સાથે, અથવા મૂર્તિ સાથે અને જે ભગવાનની આપણે પૂજા કરીએ છીએ તે ફોટા સાથે, અથવા આપણે જેમનામાં વિશ્વાસ મૂકીએ છીએ તેવી દૈવી શક્તિ સાથેની વાતચીત છે.
તે કોઇ પણ તાર વિનાનું જોડાણ છે! માટે,પ્રાર્થના કોઇ પણ સમયે અને કોઇ પણ સ્થળે થઇ શકે છે!
સામાન્ય રીતે, આપણા વડીલો અને ગુરૂ ભલામણ કરે છે કે દરરોજ વહેલી સવારે પ્રાર્થના કરવી જોઇએ. સવારમાં સૌપ્રથમ પ્રાર્થના કરવા પાછળનો વિચાર એ છે કે, આપણી રોજની દોડધામવાળી જિંદગીની શરૂઆત કરતાં પહેલા આપણ તેને અત્યંત મહત્વપૂર્ણ માનીએ છીએ. જો કે, જો પ્રાર્થના કરવાનું સવારમાં શક્ય ન હોય તો, તેમાં કશું નુક્સાન નથી, ભલે ને આપણે દિવસમાં ગમે ત્યારે પ્રાર્થના કરીએ.
પ્રાર્થના એ ભગવાન સમક્ષ માંગણી રજૂ કરવાનું કાર્ય છે!
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘પ્રાર્થના’ એટલે ભગવાન પાસેથી અલૌકિક હોય તેવી માંગણી કરવી!
જ્યારે પણ આપણે કશું ઇચ્છીએ છીએ પરંતુ તે મેળવી શકતા નથી અથવા આપણે મદદની જરૂરિયાતમાં હોઇએ અને કોઇ પાસેથી માર્ગદર્શન મેળવવું હોય પરંતુ તે મળે નહિ ત્યારે આપણે અત્યંત શ્રદ્ધાથી, પ્રેમ અને હ્રદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આપણી પ્રાર્થનાનો જવાબ ચોક્કસ મળે છે!
આપણી સાચા દિલથી કરેલી પ્રાર્થના સવળા સંજોગો ભેગા કરી આપે છે.
પ્રાર્થનાથી ઉત્પન્ન થતાં સ્પંદનોની અસરથી આપણને દૈવી શક્તિઓની સહાયતા પ્રાપ્ત થાય છે. એવા ઘણા દેવ-દેવીઓ બ્રહ્માંડમાં છે કે જે કોઇપણ વ્યક્તિ જ્યારે સાચા હ્રદયથી તેમની મદદ માંગે તો મદદ કરવા હાજર હોય છે. સાચા માર્ગની શોધ ઝંખતા હોય એવી વ્યક્તિઓને મદદ કરવાની જગત કલ્યાણ કરવાની અદમ્ય ભાવનાને કારણે દેવ-દેવીઓએ અત્યંત પુણ્યકર્મ બાંધ્યું હોય છે અને જેથી કરીને તેઓ હાલમાં દેવ-દેવીઓ તરીકેનું અસ્તિત્વ ધરાવે છે, શાંતિના માર્ગ અને મોક્ષ (શાશ્વત આનંદ) ના માર્ગમાં પ્રગતિ કરવા માટે ઉત્સુક એવા મુમુક્ષોને તેઓ હંમેશા સહાય કરે છે. પરંતુ આપણે તેમની સમક્ષ માગવું પડે છે! જયારે આપણે રસ્તે જતાં વચ્ચે ભટકી જઈએ ત્યારે શું આપણે થોડી વાર થંભી જઈને, કોઈની પાસે સાચો રસ્તો કયો છે, એવી જાણકારી પ્રાપ્ત કરતા નથી?! પ્રાર્થનામાં પણ કંઇક આવું જ હોય છે.
પ્રાર્થના ભગવાનને કરવામાં આવતી ખાસ વિનંતિ છે:
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, પ્રાર્થના એટલે વિશાળ અર્થમાં ભગવાન પાસે માગણી કરવી! પ્રાર્થના એટલે આપણા ધ્યેય સુધી પહોંચવામાં સહાયરૂપ થાય તેવી ખૂટતી શક્તિઓ માગવી.
જેમકે,
જો આપણો ધ્યેય અન્યને સુખ આપવાનો હોય તો , દરરોજ સવારે, આપણે આ પ્રાર્થના પાંચ વખત હ્રદયપૂર્વક બોલવી જોઇએ:
“હે ભગવાન! મારા મન, વચન, કાયાથી આ જગતના કોઇપણ જીવને કિંચિતમાત્ર પણ દુ:ખ ન હો.”
અને ધારો કે કોઇ આપણી સાથે ખરાબ વર્તન કરે છે, તો પણ આપણે ભગવાન પાસે તે વ્યક્તિના કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઇએ. તે વ્યક્તિને બદલવાના પ્રયત્ન કરવાને બદલે, તેમના માટે સારી ભાવનાઓ કરવી એ સારુ છે.
પ્રાર્થના વ્યક્તિના ખરાબ સમય દરમિયાન મહત્વનો ભાગ ભજવે છે.
ક્યારેક, વ્યક્તિ પોતાના નસીબને ફેરવવાના પ્રયત્ન માટે પ્રાર્થનાનો સહારો લે છે. ઉદાહરણ તરીકે, જો આપણે માંદગીથી પીડાતા હોઇએ, અથવા આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય, ત્યારે આપણે ભગવાનને આપણા કર્મો ધોવાઇ જાય તે માટે પ્રાર્થના કરીએ છીએ.
તેથી, શું પ્રાર્થનાથી આપણા ખરાબ કર્મો ધોવાઇ જાય? ચાલો સમજીએ....
ઘણા બધા પ્રકારના કર્મો ભોગવવાના હોય છે. એક પ્રકારના કર્મો એવા હોય છે જે પ્રાર્થનાથી ધોવાઇ જાય છે, બીજા પ્રકારના કર્મો એવા હોય છે જે સાચા આધ્યાત્મિક પુરુષાર્થથી ધોઇ શકાય છે, અને ત્રીજા પ્રકારના કર્મો એવા હોય છે જે ગમે તેટલો પુરૂષાર્થ કરીએ તો પણ કશો ફેર પડે નહિ તેવા હોય છે. ભોગવ્યે જ છૂટકો રહે છે. આ ત્રીજા પ્રકારનું કર્મ ચીકણું હોય છે.
શાસ્ત્રોમાં, આ ચીકણા કર્મને ‘નિકાચિત’ કર્મ કહે છે. જેમાં વ્યક્તિએ કોઇ પણ સંજોગોમાં કર્મ ભોગવવું જ પડે છે. જો કે, આ સમયે પણ વ્યક્તિ પ્રાર્થના દ્વારા થોડી રાહત ભોગવી શકે છે. તેથી જ પ્રાર્થના કરવી અત્યંત આવશ્યક છે. પ્રાર્થના કર્મને નષ્ટ કરવામાં સહાયરૂપ નહિ થાય પરંતુ આ તબક્ક્માં વ્યક્તિને સ્થિરતા અને આંતરિક શાંતિ જરૂર આપે છે.
જ્યારે આપણે દુ:ખદાયી કર્મો ભોગવીએ છીએ ત્યારે મહીંથી જાગૃતિ ઉત્પન્ન થાય છે. એવું એટલા માટે કે એ સમયે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, ‘હે ભગવાન, મને આ કર્મોથી બચાવો.’ ત્યારે મહીંથી જાગૃતિ ઉત્પન્ન થાય છે. ભગવાન જાગૃતિ આપતા નથી પરંતુ તેમનું નામ લેવાથી મહીંથી જાગૃતિ ઊભી થાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “ જો બહાર ઘણ્રી બધી સમસ્યાઓ હોય, ખૂબ જ નિરાશા હોય, તો ભજન કરવું સારું છે. જો વ્યક્તિ અત્યંત બેચેન હોય, અને મોટેથી ભજન ગાય તો પછી પરિસ્થિતિ એની મેળે જ શાંત થઇ જાય છે. ઉપરાંત એક કારણ એ પણ છે કે મૌન પ્રાર્થના જેવું કશું છે જ નહિ.”
પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવા
જ્યારે પણ આપણને જીવનમાં કોઇ સમસ્યાઓ આવે છે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તે એવું સૂચવે છે કે પ્રાર્થના એટલે આપણી તમામ સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરી દેવી, આપણી બધી યોજનાઓ અને ગૂંચામણોને ભગવાનના ચરણકમળમાં સમર્પિત કરી દેવું.
આપણે દરરોજ પ્રાર્થના કરીએ છીએ , ‘હું તમારા શરણે આવ્યો છું, હે ભગવાન.’ જો આપણે ભગવાનના ચરણમાં આશરો લીધો હોય તો પછી ચિંતા કરવાની શું જરૂર છે?’
ભગવાન હંમેશા કહે છે કે વ્યક્તિએ ચિંતા ન કરવી જોઇએ. ચિંતા એ તો મોટામાં મોટો અહંકાર છે. ચિંતા ત્યારે જ ઊભી થાય છે જ્યારે આપણે તેવું માની લઈએ છીએ કે ‘ હું જ એ વ્યક્તિ છું જે આ કરી શકું છું’ ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે, “તું શા માટે ચિંતા કરે છે, જે જરૂરી છે તે બધું કૃષ્ણ કરશે.” ઉપરાંત ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે, “ તમે તમારા પૂર્વ ભવના ફળને જરા પણ ફેરફારિત કરી શકશો નહિ.
પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે કે,” જે વ્યક્તિને ભગવાન ઉપર ભરોસો હોતો નથી તે જ ચિંતા કરે છે. જો તમને ખરેખર ભગવાન ઉપર વિશ્વાસ હોય તો , તમારે બધું તેમના પર છોડી દેવું જોઇએ અને શાંતિથી સૂઇ જવું જોઇએ. આ રીતે ચિંતા કોણ કર્યા કરે? તેથી, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. તમે જે કહો છો તે ભગવાન શું નહિ સાંભળતા હોય?”
તેઓ વધારામાં સુચવે છે કે, “એક અઠવાડિયા માટે બધુ ભગવાન ઉપર છોડી દો અને ચિંતા કરવાનું બંધ કરો. પછી એક દિવસ, મારી પાસે આવો અને હું તમને ભગવાનને ઓળ્ખવામાં મદદ કરીશ, જેથી કરીને તમારી ચિંતાઓ હંમેશ માટે જતી રહેશે.”
પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે.
દરેક માતાપિતાએ તેમના બાળકોને દરરોજ સવારે સ્નાન કર્યા પછી, શુધ્ધ હ્રદયથી તેઓ પ્રાર્થના કરે તેવું શીખવવું જ જોઇએ,
“હે ભગવાન! મને અને આ જગતના સર્વે લોકોને સાચી સમજણ આપો, સદબુધ્ધિ આપો, જગતને મુક્તિ આપો.”
જો તમે, માતા-પિતા તરીકે, આવું કરો છો, તેનો અર્થ એવો છે કે તમે તમારા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં સફળ થયા છો. શરૂઆતમાં, બાળકો કદાચ વિરોધ કરશે, પરંતુ થોડા સમય પછી તેઓને પ્રાર્થના કરવાથી સારું અનુભવાશે અને તેઓ હકારાત્મક પ્રતિક્રિયા આપશે.
સામાન્ય રીતે બાળક તેની કુમળી વયથી જ પ્રાર્થનાના મહત્વ વિશે શીખે છે. એવું ત્યારે જ થાય છે જ્યારે કોઇ એવો દ્રઢ વિશ્વાસ વિકસાવે છે કે ભગવાન તમારી પ્રાર્થના સાંભળે છે કારણકે સાચા હ્રદયથી કરેલી પ્રાર્થના ચોક્કપણે ફળ આપે જ છે અને થોડા જ સમયમાં, ભગવાન બાળકના કાયમ માટેના મિત્ર બની જાય છે!
પ્રાર્થના વ્યક્તિને નમ્ર બનાવે છે
જ્યારે વ્યક્તિ નમ્ર થઈને પ્રાર્થના માટે બે હાથ જોડે છે, ત્યારે વ્યક્તિ એવું ક્બૂલ કરે છે કે તેને હજુ ઘણું શીખવાનું બાકી છે. તેથી, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણે આપણા અહંકારને સમર્પિત કરી દઇએ છીએ અને આપણી અંદર રહેલી અશુધ્ધિઓને ઠાલવી દઈએ છીએ. વ્યક્તિનો અહંકાર ઓછો થવો એ જ આધ્યાત્મિક ઉન્નતિની ક્રિયા છે, જે ધીમે-ધીમે આપણી જાત માટેની પણ જે અજ્ઞાન માન્યતાઓ થઈ છે તેને ઓછી કરશે. જ્યારે આપણે ભગવાન પાસે આપણા અહંકારને નષ્ટ કરવા શક્તિ માગીએ છીએ, ત્યારે આપણામાં પરમ વિનય વિકસે છે.
પ્રાર્થના ધીમે-ધીમે આપણને તેમના (ઇશ્વર) જેવા બનાવી દે છે.
નિયમ એવો છે કે, જે જો આપણે આધ્યાત્મમાં ઉત્કૃષ્ટ પદ પામેલા એવા મહાન પુરુષોના સર્વોચ્ચ સદગુણોની ભજના કરીએ તો, ધીમે-ધીમે કોઇ પણ પ્રકારના પુરુષાર્થ વિના તેવા ગુણો આપણા પોતાનામાં પણ આવી ગયા હોય તેવું અનુભવવા લાગે છે. આ એક અદ્ભુત નિયમ છે! જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે બાહ્ય રીતે આપણું ધ્યાન જેની પ્રાર્થના કરીએ છીએ તે આધ્યાત્મમાં ઉત્કૃષ્ટ પદ પામેલા એવા મહાન પુરુષોના ઉચ્ચ ગુણો પર હોય છે અને સુક્ષ્મમાં મહી ખબર પણ ન પડે તે રીતે પરંતુ દ્રઢ ઇચ્છાથી તે ગુણો આપણામાં વિકસે તેવા પ્રયત્નો ચાલુ હોય છે.
પ્રાર્થના મીઠી અને મધુરી વાણી સાધ્ય કરવામાં મદદ કરે છે
સાચા ચારિત્ર્યની શક્તિનો ખ્યાલ વાણીથી આવી શકે એમ છે. જ્ઞાની પુરુષની વાણી મીઠી અને મધુરી હોય છે; કોઇ પણ વ્યક્તિ તે સાંભળે તો તેમને નકારાત્મક અસરો ના થાય.
આવી વાણીની પ્રાપ્તિ માટે, પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, દરરોજ તમારે હ્રદયપૂર્વક અને પ્રાર્થનાના ભાવથી કહેવું જોઇએ, ‘કોઇ પણ જીવને મારી વાણીથી દુ:ખ ન થાય, અને મારી વાણી એવી હોજો કે જે બીજી વ્યક્તિને મદદ કરે અને સુખ આપે.’ જ્યારે કારણરૂપે વાણીના આવા બીજ રોપાય ત્યાર પછી તે વ્યક્તિને સાચી વાણી પ્રાપ્ત થાય છે.