બે વસ્તુના આધારે આ જગતમાં મનુષ્યો જીવે છે: એક સ્વરૂપનો આધાર, બીજો અહંકારનો આધાર.
પરમ પૂજ્ય દાદા ભગવાનભગવાને ધર્મ શાને કહ્યો છે? ત્યાગને ધર્મ નથી કહ્યો. કષાયરહિત થવું એને ધર્મ કહ્યો છે અગર મંદકષાયને ધર્મ કહ્યો છે. બસ, આ બે જ વસ્તુને ધર્મ કહ્યો છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનપાપ-પુણ્ય એટલે શું? સંસારમાં દરેક જીવમાત્રમાં ભગવાન રહેલા છે. માટે કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ દેવાનો ભાવ પણ ના કરતા. નહીં તો દોષ કર્યો, માટે તેનું પાપ બંધાશે. અને કોઈ પણ જીવને કિંચિત્માત્ર સુખ આપશો કે સુખ આપવાની ભાવના કરશો તો ભગવાનને સુખ આપ્યું માટે પુણ્ય બંધાશે.
પરમ પૂજ્ય દાદા ભગવાનવઢવું એ મોટામાં મોટો અહંકાર છે, ગાંડો અહંકાર છે. વઢેલું કામનું ક્યારે કહેવાય? પૂર્વગ્રહ વગર વઢે તે.
પરમ પૂજ્ય દાદા ભગવાનબહારની વઢવાડ એકાવતારી હોય અને અંદરની વઢવાડ સો-સો અવતાર. લાખ-લાખ અવતાર સુધી ચાલ્યા કરે!
પરમ પૂજ્ય દાદા ભગવાનમતભેદ પાડો ત્યાં આત્મા ક્યાં રહે? મતભેદ ત્યાં આત્મા નહીં ને આત્મા ત્યાં મતભેદ નહીં. જ્યાં મતભેદ છે ત્યાં આત્મા ક્યારેય પ્રગટ ના થાય. અહંકાર હોય ત્યાં મત હોય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events