જીવનનાં બે પ્રકારે ધ્યેય નક્કી થાય છે: 'જ્ઞાની પુરુષ' આપણને મળે નહીં તો સંસારમાં એવી રીતે જીવવું કે આપણે કોઈને દુઃખદાયી ના થઈ પડીએ. આપણા થકી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ ના થાય એ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ અને બીજામાં તો પ્રત્યક્ષ 'જ્ઞાની પુરુષ' મળી જાય તો તેમના સત્સંગમાં રહેવું, તેનાથી તો તમારાં દરેક કામ થાય. 'પઝલ' 'સોલ્વ' થઈ જાય બધાં.
પરમ પૂજ્ય દાદા ભગવાનવ્યવહારમાં 'નોર્માલિટી' જોઈએ. બહુ નજીકનો સગો હોય તો એક ફેર વળગી પડવા આવે ને બીજી ફેર વઢવા આવે એવું ના હોવું જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનનિશ્ચય એનું નામ કે આપણે નક્કી કર્યું, તે ઠેઠ સુધી રહે. તો પછી એનો સાંધો આગળ મળી રહે. 'ટાઈમીંગ' પણ મળી રહે. નિશ્ચય ફેરવી નાખે તો આગળ સાંધો ના મળે. એક નિશ્ચય કરે પછી પાછો બીજો કરે તો તે મળે ખરું પણ એના ટાઈમે નહીં, ને પાછો 'પીસીસ'માં મળે, એકધાર્યું ના મળે.
પરમ પૂજ્ય દાદા ભગવાનબે વસ્તુના આધારે આ જગતમાં મનુષ્યો જીવે છે: એક સ્વરૂપનો આધાર, બીજો અહંકારનો આધાર.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ વીતરાગોના ‘સાયન્સ’ની બહુ ઊંચી શોધખોળ છે ! કેવું ગૂઢાર્થ ? અત્યંત ગુહ્ય ! આ ‘રિયલ’ ને આ ‘રિલેટિવ’ એનો ભેદ પાડવો, તે ‘જ્ઞાની પુરુષ’ સિવાય બીજા કોઈનું કામ જ નહીં ને.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events