નિશ્ચય એનું નામ કે આપણે નક્કી કર્યું, તે ઠેઠ સુધી રહે. તો પછી એનો સાંધો આગળ મળી રહે. 'ટાઈમીંગ' પણ મળી રહે. નિશ્ચય ફેરવી નાખે તો આગળ સાંધો ના મળે. એક નિશ્ચય કરે પછી પાછો બીજો કરે તો તે મળે ખરું પણ એના ટાઈમે નહીં, ને પાછો 'પીસીસ'માં મળે, એકધાર્યું ના મળે.
પરમ પૂજ્ય દાદા ભગવાનસાચા ભક્તની નિશાની શી? સ્વચ્છંદ ના હોવો જોઈએ, અભિનિવેશ ના હોવો જોઈએ, દૃષ્ટિરોગ ના હોવો જોઈએ, ક્લેશ ના થાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્ઞાન પ્રગટ થયું ક્યારે કહેવાય? વીતરાગતા ઉત્પન્ન થાય ત્યારે. વીતરાગતા ઉત્પન્ન ક્યારે થાય? બુદ્ધિનો અભાવ થાય ત્યારે.
પરમ પૂજ્ય દાદા ભગવાનકોઈનાય ચારિત્ર સંબંધી શંકા ના કરાય, બહુ મોટી જોખમદારી છે. મોટા મોટા તીર્થંકરો જે માને પેટે જન્મ્યા, તેમાં સ્ત્રીને કેમ દોષિત ગણાય? શંકા શાને માટે કરવાની? જે કરે છે તે તેની જોખમદારી છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅવળી સમજણ એ દુઃખ છે ને સવળી સમજણ એ સુખ છે. સમજણ કઈ મળે છે તે જોવાનું. અવળી સમજણની આંટી પડી તો દુઃખ, દુઃખ ને દુઃખ અને એ આંટી છૂટી ગઈ તો સુખ, સુખ ને સુખ! બીજું દુઃખ-સુખ છે જ નહીં આ દુનિયામાં!
પરમ પૂજ્ય દાદા ભગવાનક્રમ એટલે અત્યારે જ્યાં અટક્યા છો ત્યાંથી આગળ 'સ્ટેપ બાય સ્ટેપ' જવું તે. પહેલું જાણ્યામાં આવે, પછી એ વાત શ્રદ્ધામાં બેસે, પછી વર્તનમાં આવે તે 'ક્રમિક'. 'અક્રમ'માં તો તરત જ પહેલું શ્રદ્ધામાં આવી જાય, પછી જ્ઞાનમાં આવે, પછી પરિણામમાં આવે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅધ્યાત્મ વસ્તુ એ ક્રિયા નથી, એ તો દૃષ્ટિ છે. જગતના લોકોની સંસાર દૃષ્ટિ છે અને 'આ' આધ્યાત્મિક દૃષ્ટિ છે. 'જ્ઞાની પુરુષ' દૃષ્ટિ ફેરવી આપે પછી એ બાજુ અધ્યાત્મ દેખાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનબે વસ્તુના આધારે આ જગતમાં મનુષ્યો જીવે છે: એક સ્વરૂપનો આધાર, બીજો અહંકારનો આધાર.
પરમ પૂજ્ય દાદા ભગવાનભગવાને ધર્મ શાને કહ્યો છે? ત્યાગને ધર્મ નથી કહ્યો. કષાયરહિત થવું એને ધર્મ કહ્યો છે અગર મંદકષાયને ધર્મ કહ્યો છે. બસ, આ બે જ વસ્તુને ધર્મ કહ્યો છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events