સુખ તમારી મહીં જ છે.
તેને બીજે ક્યાંયથી ના ખોળીએ.

મુશ્કેલીઓ આવશે અને જશે... તમારું સુખ ક્યાંય નહિ જાય. ખરા સુખનો માર્ગ એ પોતાના સાચા સ્વરૂપને ઓળખવાનો છે.

મારે સુખી થવું છે, પણ સુખ એ શું છે?

આધુનિક વિજ્ઞાન કહે છે, કે સુખ એ પોઝિટીવ લાગણીઓનો અનુભવ છે કે જયારે આપણને સંતોષ અને ખૂબ જ આનંદ હોય છે.

અક્રમ વિજ્ઞાન, આધ્યાત્મિક વિજ્ઞાન, કહે છે, કે સાચું સુખ એવું છે, કે તેની પાછળ ક્યારેય દુ:ખ આવતું નથી અને તે ક્યારેય ઝાંખું થતું નથી.

મારું સુખ મારા પરિવારજનો અને મિત્રો, સારું સ્વાસ્થ્ય, વ્યવસાયમાં ઉન્નતિ અને લોકોના પ્રેમથી આવે છે.

જો તમે તમારા સુખ વિશે વિચારશો, તો તમને ખ્યાલ આવશે, કે તે સુખદ સંબંધો, બાહ્ય સંજોગો અને વસ્તુઓ પર આધારિત છે. શું કોઈક વખત આ જ બધી વસ્તુઓ તમારા દુઃખનું કારણ નથી બનતી?

હા... કોઈક વખત...પણ આ જ જીવન છે !

જયારે આ પરિસ્થિતિઓ કે વસ્તુઓ બદલાઈ જાય છે, ત્યારે કંઈક દુઃખ આવે છે. એનો અર્થ એ કે આ સાચું સુખ છે જ નહીં. શું તમારે એવી સ્થિતિમાં ના પહોંચવું જોઈએ, કે જ્યાં તમને સાચા સુખનો અનુભવ થાય?

હું હંમેશાં સુખી રહેવા માંગું છું, પરંતુ શું એવી સ્થિતિ પ્રાપ્ત કરવી શક્ય છે?

ખરેખર શક્ય છે! સમતાભાવમાં રહીને, તમે બધી જ પરિસ્થિતિમાં અસરમુક્ત રહી શકશો અને પરિણામે તમે શાશ્વત સુખનો અનુભવ કરશો!

 વીડિયો જુઓ

દરેક પરિસ્થિતિમાં અસરમુક્ત રહેવા માટે મને વધુ જણાવો...

ધારો કે, તમે એવું સાંભળો, કે "ચંદુ ખરાબ માણસ છે." અને જો તમારું નામ ચંદુ હોય, તો આવું સાંભળવાથી તમે ઉશ્કેરાઈ જશો.. પછી જો તમારો મિત્ર તમને કહે કે, "ના! એ લોકો કોઈ બીજા જ ચંદુભાઈની વાત કરતા હતા", તો તમે તરત જ રાહત અનુભવશો.

શા માટે? બહુ જ સરળ છે, કારણ કે, તમને સમજાયું, કે તેઓ તમારા વિશે વાત કરતા નથી.

તો, જો તમે એકવાર તમારા ખરા સ્વરૂપને ઓળખી લેશો, તો 'તમને’ (આત્માને), કોઈ પણ પ્રતિકૂળ સંજોગોની અસર નહિ થાય, અને એ જ શાશ્વત સુખ તરફની તમારી યાત્રાની શરૂઆત હશે!

અનુભવ્યું...? હું 'ચંદુ' છું (તમારું નામ વાંચવું)

જો હું તમને પૂછું, કે "તમે ચંદુભાઈ છો કે તમારું નામ ચંદુભાઈ છે? એ તમારું નામ છે, ખરું ને? તો તમે કોણ છો?"

શું તમે એવું કહો છો, કે ''આ મારા ચશ્મા છે'' કે ''હું ચશ્મા છું?'' શું આ એવું પુરવાર નથી કરતું કે તમે ચશ્માથી જુદા છો. એવી જ રીતે, શું તમને એવું નથી લાગતું, કે તમારા નામથી તમે જુદા છો? જ્યાં સુધી તમને ખબર નથી કે તમે કોણ છો, ત્યાં સુધી તમે તમારી જાતને એ નામ માનતા રહેશો, કે જે તમને જન્મ વખતે આપવામાં આવ્યું હતું.

શું હવે તમારે એ જાણવાની જરૂર નથી, કે 'તમે' ખરેખર કોણ છો? તમે તમારા સાચા સ્વરૂપને ત્યારે જ ઓળખી શકશો, જયારે તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો.

આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય?

આત્મજ્ઞાન એ અક્રમ વિજ્ઞાનના અનોખા માર્ગની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા “જ્ઞાનવિધિ” દ્વારા પ્રાપ્ત થાય છે.

આ અમૂલ્ય અનુભવ માત્ર બે જ કલાકમાં, વિનામૂલ્યે સર્વેને પ્રાપ્ત થઈ શકે છે.

મેં અક્રમ વિજ્ઞાન વિશે સાંભળ્યું નથી, મને તેના વિશે જણાવશો?

અક્રમ વિજ્ઞાન એ અતિ ગહન આધ્યાત્મિક વિજ્ઞાન છે, કે જે સૌથી વધારે વ્યવહારુ અને બધી જ પરિસ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે. અસંખ્ય મુમુક્ષુઓએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને 'ખરા' સુખનો અનુભવ કર્યો છે, જે તમે પણ કરી શકો છો!

અક્રમ વિજ્ઞાનની વિશિષ્ટતાઓ:
  • વિના પ્રયત્ને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય.
  • ધ્યાન, કર્મકાંડ કે ક્રિયાઓ કરવાની જરૂર નથી.
  • તમારા વર્તમાન ગુરુ કે ધર્મ બદલવાની જરૂર નથી.
  • કોઈ પણ પ્રકારના ત્યાગની જરૂર નથી.

બહુ જ આશાસ્પદ લાગે છે, શું હું એવા લોકોને મળી શકું, કે જેમણે આ અનુભવ કર્યો છે?

હા! આજ સુધીમાં, વિશ્વના લાખો લોકો આ માર્ગમાં જોડાયા છે, અને રોજિંદા જીવન વ્યવહારમાં ‘સાચા’ સુખની અનુભૂતિનો પુરાવો આપી શકે છે. જુઓ, તેમના અનુભવો.

×
Share on