અક્રમ વિજ્ઞાન ખોલે અનંત સુખના દ્વાર!

અક્રમ વિજ્ઞાન એ વ્યવહારિક જીવનમાં ઉપયોગી એવું આધ્યાત્મિક વિજ્ઞાન છે અને મોક્ષ માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.

“મારે જાણવું છે કે, મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?”

પરંપરાગત રીતે, મોક્ષમાર્ગમાં લોકોને પોતાના સાંસારિક જીવન અને ભૌતિક સંપત્તિનો ત્યાગ કરવો પડતો હોય છે. તેમાં પોતાના અહંકારનો વિલય કરવા માટે આંતરિક નબળાઈઓ દૂર કરીને, સંયમનો અભ્યાસ કરવો પડે છે અને પછી છેલ્લે ‘આત્મા’ પ્રાપ્ત થાય છે. અક્રમ વિજ્ઞાનમાં આમાંનું કંઈ જ કરવાની જરૂર નથી.

અક્રમ વિજ્ઞાનથી બે સ્ટેજે મોક્ષ પ્રાપ્ત થાય છે.

આ આધ્યાત્મિક માર્ગમાં, જ્યારે તમને આ જ જીવનમાં તમામ પ્રકારના દુઃખોથી મુક્તિનો અનુભવ થાય ત્યારે, તમને પહેલા સ્ટેજનો મોક્ષ પ્રાપ્ત થાય છે. દુઃખની વચ્ચે પણ તમને સ્વભાવિક સહજ સુખનો અનુભવ થશે.

જયારે તમારા બધા કર્મો સંપૂર્ણપણે પૂરા થઈ જાય છે અને તમે જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થાઓ છો, ત્યારે તમને બીજા સ્ટેજનો મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ અંતિમ મોક્ષ છે!

પ્રથમ સ્ટેજનો મોક્ષ અહીં જ અને અત્યારે જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. પણ, શું આ તમને અશક્ય લાગે છે? ના, એવું નથી! હજારો લોકોએ આનો અનુભવ કર્યો છે અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે.

અક્રમ વિજ્ઞાન વ્યક્તિને, કોઈ પણ પરિસ્થિતિમાં અસરમુક્ત રહેવા માટે સમર્થ બનાવે છે અને આમ પ્રથમ સ્ટેજના મોક્ષનો અનુભવ કરી શકાય છે.

અક્રમ વિજ્ઞાનમાં, જ્યારે જ્ઞાનીની કૃપાથી આત્મા માટેની સંપૂર્ણ અજ્ઞાનતા જાય છે, ત્યારે અંદરથી ફેરફાર થવા માંડે છે. આત્મજ્ઞાન પ્રાપ્તિના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા માત્ર બે કલાકમાં જ આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે જે જ્ઞાનવિધિ તરીકે ઓળખાય છે. ત્યારબાદ, કશું જ ત્યાગ કરવાનું રહેતું નથી. ‘હું ખરેખર કોણ છું?’ તેની સાચી સમજણ અને દ્રઢ પ્રતીતિ બેસવાથી દરેક સંજોગોમાં વ્યકિત સમતા રાખી શકે છે.

અક્રમ વિજ્ઞાનની વિશેષતાઓ:

  • જ્ઞાનીની કૃપાથી, માત્ર બે કલાકમાં જ આત્માનો અનુભવ કરવાનો આ સૌથી સરળ આધ્યાત્મિક માર્ગ છે.
  • આ આધ્યાત્મિક વિજ્ઞાન છે, કોઈ ધર્મ નહીં.
  • આ ક્રિયાકારી આધ્યાત્મિક વિજ્ઞાન છે, જે તમારા જીવન અને સંબંધોમાં હકારાત્મક પરિવર્તન લાવશે.
  • આમાં તમારે તમારો ધર્મ કે ગુરુ બદલવાની જરૂર નથી.
  • આમાં કોઈ ધાર્મિક ક્રિયાઓ કરવાની હોતી નથી.
  • આમાં ત્યાગ કરવાની કે તમારા પરિવાર અને સુખ-સગવડોને છોડવાની જરૂર નથી.

અક્રમ વિજ્ઞાન, સાચી સમજણ પર આધારિત છે, જે અંતે સાચા વર્તનમાં પરિણમે છે. આ વિજ્ઞાન સમજવામાં સરળ અને આ કાળને અનુરૂપ છે.

અક્રમ વિજ્ઞાનનો ઇતિહાસ

જગતને અક્રમ વિજ્ઞાનના માર્ગની ઓળખાણ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ આપી કે જેઓ 'દાદા ભગવાન' તરીકે પણ ઓળખાય છે.

તેમનું નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ હતું, વ્યવસાયે તેઓ કોન્ટ્રેક્ટર હતા. જૂન, ૧૯૫૮ની એક સાંજે, જયારે તેઓ સુરતના રેલવે સ્ટેશનના બાંકડે બેઠા હતા, ત્યારે કુદરતે અધ્યાત્મ માર્ગનું અદ્ભુત આશ્ચર્ય સર્જ્યું. એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું! જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તરો દેખાયા ને પ્રશ્નો સંપૂર્ણ વિલય થયા! ‘જગત શું છે? કેવી રીતે ચાલે છે? ભગવાન કોણ? આપણે કોણ? કર્મ શું? બંધન શું? મુક્તિ શું? મુક્તિનો ઉપાય શું?’ એવા અસંખ્ય પ્રશ્નોના ફોડ દેખાયા.

“તમે જે સુખ ખોળો છો તે ‘આમાં’ નહીં મળે. (સાચું) સુખ એ આત્મામાં છે. અમે એ સુખ ચાખેલું છે, અનુભવેલું છે.”

- દાદા ભગવાન

આ બધું તેમની અનંત અવતારોની આધ્યાત્મિક શોધ અને પુરુષાર્થનું પરિણામ હતું એમને જે પ્રાપ્ત થયું એ તો એક આશ્ચર્ય જ સર્જાયું. પણ એ આશ્ચર્યમાં ય આશ્ચર્ય એટલે તેમની પાસે આવનારા મુમુક્ષુઓને પણ એ જ અનુભવ કરાવવાની તેઓની સમર્થતા! એમને પ્રાપ્ત થયું, એ જ્ઞાનની પ્રાપ્તિ તેઓ માત્ર બે જ કલાકમાં અન્યને પણ કરાવી આપતા, એમના અદ્ભુત જ્ઞાનપ્રયોગથી. હજારો મુમુક્ષુઓએ જ્ઞાનવિધિ દ્વારા તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, અને બીજા હજારો પ્રાપ્ત કરી રહ્યા છે, આ ‘અક્રમ વિજ્ઞાન’ થકી.

અક્રમ વિજ્ઞાનની પ્રત્યક્ષ લીંક

પરમ પૂજ્ય દાદાશ્રીએ, પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈને સત્સંગ અને જ્ઞાનવિધિ કરવા માટે સિદ્ધિ આપી હતી.

હાલમાં, આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ પ્રશ્નોત્તરી સત્સંગ અને જ્ઞાનવિધિ દ્વારા આ આધ્યાત્મિક માર્ગ દેશ-વિદેશમાં અવિરતપણે પહોંચાડી રહ્યા છે.

અક્રમ વિજ્ઞાન લાવે જીવનમાં પરિવર્તન

સાચું જ્ઞાન એ કહેવાય, જે દરેક પરિસ્થિતિમાં હાજર થઈને સમાધાન આપે. એવું આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન ફક્ત તમને તમારી ખરી ઓળખાણ નથી કરાવતું, પરંતુ તમને એવી અંતર્દષ્ટિ આપે છે, કે જેનાથી તમે તમારા જીવનને જેમ છે તેમ આનંદથી સ્વીકારી શકો અને તમારી આસપાસના લોકો સાથેના તમારા સંબંધોમાં પરિવર્તન પણ લાવી શકો. જીવન પરિવર્તન કરનારા આ વિજ્ઞાનની એક ઝલક મેળવવા, આગળ વાંચો...

પરિવર્તન આપણા જીવનમાં
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
ચિંતાથી મુક્તિ
સુખી લગ્નજીવન
ક્રોધ
ઓળખાણ સાચા સ્વરૂપની
ભગવાનની ઓળખ
'હું કોણ છું'?
જગત કોણ ચલાવે છે? કર્તા કોણ છે?
ધ્યાન શું છે?
કર્મ શું છે?
×
Share on