Related Questions

શું માનવસેવા મુક્તિ(મોક્ષ) સુધી લઈ જશે?

પ્રશ્નકર્તા: મોક્ષમાર્ગ સમાજ સેવાના માર્ગ કરતા કેવી રીતે ચઢિયાતો છે, એ જરા સમજાવો.

દાદાશ્રી: સમાજ સેવકને આપણે પૂછીએ કે તમે કોણ છો? ત્યારે કહે, હું સમાજસેવક છું. શું કહે? એ જ કહેને કે બીજું કશું કહે છે?

પ્રશ્નકર્તા: એ જ કહે!

દાદાશ્રી: એટલે જે 'હું સમાજસેવક છું' બોલવું એ ઈગોઈઝમ છે અને આ ભાઈને કહું કે 'તમે કોણ છો?' ત્યારે કહે, 'બહાર ઓળખવા માટે ચંદુભાઈ ને ખરેખર હું તો શુદ્ધાત્મા છું.' તો એ ઈગોઈઝમ વગર છે, વિધાઉટ ઈગોઈઝમ.

સમાજસેવકનો ઈગો સારા કાર્ય માટે છે, પણ ઈગો છે. ખરાબ કાર્ય માટે ઈગો હોય ત્યારે એને રાક્ષસ કહેવામાં આવે. સારા કાર્ય માટે ઈગો હોય તો દેવ કહેવાય. ઈગો એટલે ઈગો. ઈગો એટલે ભટક ભટક કરવાનું અને ઈગો ખલાસ થઈ ગયો. એટલે અહીં જ મોક્ષ થઈ જાય.

પ્રશ્નકર્તા: દરેક જીવે શું કરવું જોઈએ, એનો ધર્મ શું?

દાદાશ્રી: જે કરી રહ્યો છે એ એનો જ ધર્મ છે. પણ આપણે કહીએ છીએ કે મારો ધર્મ એટલું જ. જે આપણે ઈગોઈઝમ કરીએ છીએ, કે મેં કર્યું આ. એટલે આપણે હવે શું કરવું જોઈએ કે 'હું કોણ છું' એટલું જાણવું, એને માટે પ્રયત્ન કરવો, તો બધા પઝલ સોલ્વ થઈ જાય. પછી પઝલ ઊભું થાય નહીં અને પઝલ ઊભું ના થાય એટલે સ્વતંત્ર થવા માંડ્યું. 

×
Share on