પ્રશ્નકર્તા: દિલ ઠારવા જતાં તો આજ ખીસ્સું કપાઈ જાય છે.
દાદાશ્રી: ખીસ્સું ભલે કપાઈ જાય, એ પાછલો હિસાબ હશે તે ચૂકતે થાય છે. પણ તમે અત્યારે ઠારો તો એનું ફળ તો આવશે જ, એની સો ટકા ગેરન્ટી લેખ હઉ કરી આપું. આ અમે આપેલું હશે તેથી અમારે અત્યારે સુખ આવે છે. મારો ધંધો જ એ છે કે સુખની દુકાન કાઢવી. આપણે દુઃખની દુકાન કાઢવી નહીં. સુખકી દુકાન, પછી જેને જોઈતું હોય તે સુખ લઈ જાવ અને કોઈક દુઃખ આપવા આવે તો આપણે કહીએ કે ઓહોહો, હજુ બાકી છે મારું, લાવો, લાવો. એને આપણે બાજુએ મૂકી રાખીએ. એટલે દુઃખ આપવા આવે તો લઈ લઈએ. આપણો હિસાબ છે તો આપવા તો આવે ને? નહીં તો મને તો કોઈ દુઃખ આપવા આવતું નથી.
માટે સુખની દુકાન એવી કાઢો કે બસ, બધાને સુખ આપવું. દુઃખ કોઈને આપવું નહીં અને દુઃખ આપનારાને તો કોઈક દહાડો કોઈક ચાકુ મારી દે છે ને? એ રાહ જોઈને બેસી રહ્યો હોય. આ જે વેર વાળે છે ને, એ એમ ને એમ વેર નથી વાળતા, દુઃખનો બદલો લે છે.
Book Name: સેવા-પરોપકાર (Page #30 Last #2 Paragraphs and Page #31 Paragraph #1, #2)
A. મનુષ્યજીવનનો અંતિમ ધ્યેય તો કાયમ માટે સંસારનું બંધન તૂટે એ છે. આ સંસારનું બંધન આત્મજ્ઞાનથી જ તૂટે... Read More
Q. જીવનમાં સુખી થવા શું કરવું?
A. જીવનમાં સુખ અને શાંતિ મેળવવાનો એકદમ સરળ ઉપાય છે, પારકાંના સુખનો વિચાર કરવો. પરમ પૂજ્ય દાદા ભગવાન... Read More
Q. બીજાને મદદ કરવાથી શું ફાયદો થાય?
A. પરોપકાર એટલે પોતે ખોટ ખાઈને પણ બીજાને આપી દેવું. પરોપકારનો ભાવ વર્ષો સુધી એકધારો ટકી રહે, સામેથી... Read More
A. પરોપકાર કરવા માટે પૈસાથી જ બીજાને મદદ કરવી એ જરૂરી નથી. આપણે પોતાની શારીરિક શક્તિથી, બુદ્ધિથી કે... Read More
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, બહાર ભગવાન ખોળવા જાવ તો તે મળે એવા નથી. માટે મનુષ્યોની સેવા કરો.... Read More
Q. સેવા મા-બાપની કરવી કે ભગવાનની કરવી?
A. પ્રશ્નકર્તા: હું સમજવા માંગુ છું કે, શું વધારે મહત્વનું છે, ભગવાનની સેવા કે મા-બાપની... Read More
Q. મા-બાપની સેવા શા માટે કરવી?
A. આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવી હોય તો તે મા-બાપની સેવા છે. હિંદુસ્તાનની સંસ્કૃતિમાં... Read More
Q. શું માનવસેવા મુક્તિ(મોક્ષ) સુધી લઈ જશે?
A. પ્રશ્નકર્તા: મોક્ષમાર્ગ સમાજ સેવાના માર્ગ કરતા કેવી રીતે ચઢિયાતો છે, એ જરા સમજાવો. દાદાશ્રી: સમાજ... Read More
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે દુનિયામાં બે પ્રકારના ધર્મ છે. એક પ્રકારનો ધર્મ જેમાં જગતની સેવા છે,... Read More
subscribe your email for our latest news and events