પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, બહાર ભગવાન ખોળવા જાવ તો તે મળે એવા નથી. માટે મનુષ્યોની સેવા કરો. કારણ કે, મનુષ્યમાં ભગવાન રહેલા છે.
વડીલોની સેવા કરવાથી આપણી ભૌતિક ઉન્નતિ તો થાય જ છે, પણ સાથે સાથે અધ્યાત્મમાં પણ ઊંચે અવાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “વડીલોની સેવા કરવાથી આપણું વિજ્ઞાન ખીલે છે. કંઈ મૂર્તિઓની સેવા થાય છે? મૂર્તિઓનાં કંઈ પગ દુઃખે છે! સેવા તો વાલી, વડીલો કે ગુરુ હોય, તેમની કરવાની હોય.”
વડીલોની સેવા એટલે કે આપણા મા-બાપની, સાસુ-સસરાની, દાદા-દાદીની કે અન્ય કોઈ પણ વડીલ જેમની સાથે આપણે રહેતા હોઈએ તેમની સેવા. ઘણા બાળકો નાનપણમાં મા-બાપને ત્યાં નહીં, પણ મામા-મામી કે ફોઈ-ફુઆના ઘરે રહેતા હોય છે. તો તેમની સેવા એ પણ વડીલોની સેવા કહેવાય.
આપણે ભગવાનનું નામ લઈએ, માળા ફેરવીએ, જપ, તપ, ઉપવાસ કરીએ તેને ધર્મ કહીએ છીએ. પણ વડીલોમાં જીવતા ભગવાન બેઠા છે. જે કંઈ ભણતર ભણ્યા, કે ધર્મનું શીખ્યા, તેનો ઉપયોગ વડીલોને કઈ રીતે સાચવવા, તેમની કઈ રીતે સેવા કરવી તેના માટે કરવો જોઈએ.
વડીલોને કંઈ કામ હોય તો તેમાં મદદ કરીએ, પગ દુઃખતા હોય તો દબાવી આપીએ, શરીર જ નહીં, કોઈનું મન દુઃખતું હોય, તો પણ એમને રાહત મળે, આનંદ થાય તેવો વ્યવહાર કરીએ એ પણ સેવા જ કહેવાય. વડીલોને ઘડપણમાં બહુ મુશ્કેલી હોય છે. એમની વેદનાને, મુશ્કેલીને સમજીએ અને એ મટાડવા પ્રયત્ન કરીએ તો એમને ખૂબ સંતોષ મળે છે, એમનું દિલ ઠરે છે.
આજકાલ દીકરો મોટો થાય અને પરણીને ઘરમાં વહુ લાવે, પછી રોજેરોજ સાસુ-વહુ વચ્ચે નાની-મોટી ખીટપીટ શરૂ થતા, દીકરો અને વહુ જુદું ઘર માંડે. ઘરડાં મા-બાપને મદદની જરૂર પડે ત્યારે પાછું ફરીને પણ ના જુએ. પછી મા-બાપ ઘરડા થાય ત્યારે તેમની સેવા કરવાની આવે તો મન બગાડીને, તરછોડ મારીને ઘરમાં રાખે. ખરેખર તો લગ્ન પછી દીકરો અને વહુ બંને મા-બાપ સાથે રહેતા હોય તો ઘરમાં ક્લેશ ટાળવો જોઈએ. મા-બાપ અને સાસુ-સસરાને દુઃખ ના થાય તેમ એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. જેમને શાંતિ જોઈતી હોય તેમણે પોતાની પકડો છોડીને રહેવું જોઈએ.
ઘણી વખત વડીલોની સેવા કરવામાં આપણા મોજશોખ બાજુમાં મૂકવા પડે છે. તે વખતે “મને બહાર ખાવા-પીવા નથી જવાતું. હરવા-ફરવા નથી મળતું, મારા માટે સમય નથી મળતો.” એમ મન ન બગડવા દેવું. વિદેશમાં રહેતા કુટુંબોમાં તો વર્ષમાં એકાદ દિવસ વડીલોને ફોનથી શુભેચ્છાઓ પાઠવે છે. તેને બદલે સમય કાઢીને, એમને ત્યાં જઈને પ્રેમથી વ્યવહાર કરીએ તો દિલની એ ભાવનાના સામાને પણ બહુ ઊંચા પડઘા પડે છે.
મા-બાપ, સાસુ-સસરા કે વડીલોને દુઃખ આપીએ તો આપણો સંસાર બગડે છે. એટલું જ નહીં, ધર્મ અને અધ્યાત્મમાં પ્રગતિમાં પણ અવરોધ આવે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આ કાળમાં સૌથી વધુ દુઃખી હોય તો તે સાઈઠ-પાંસઠ વર્ષની ઉંમરના ઘરડાં વૃદ્ધો છે. વૃદ્ધોની જે વ્યથા છે, યાતના છે, એ ભયંકર યાતના હોય છે. પણ એ કોને કહેવા જાય? ના કોઈને કહેવાય, ના સહેવાય, ના જીવાય, ના મરાય એવી એમની પરિસ્થિતિ હોય છે.
ઘડપણ આવે ત્યારે પોતાના જ સંતાનો જ માતા-પિતાને સાચવી શકતા નથી. સંતાનો નવા જમાના પ્રમાણે રહેવા ઈચ્છે અને માતા-પિતા જૂના જમાના પ્રમાણે. બંનેની પ્રકૃતિ જુદી જુદી હોવાથી રોજેરોજ નાની-મોટી અથડામણ થાય છે. જનરેશન ગેપને કારણે ઘર્ષણ સર્જાય છે.
એમાંય જ્યારે લગ્ન કરીને દીકરો-વહુ ઘરમાં સાથે રહે છે. ત્યારે મા-બાપ અને છોકરા વચ્ચેનો રાગ પછી દ્વેષમાં પરિણમે છે. એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ, રહેણીકરણીના ભેદ, એકબીજાના વ્યૂ પોઈન્ટ સમજવાની અસમર્થતા તેમજ રોજેરોજ બંધાતા અભિપ્રાયોને કારણે સંબંધોમાં કડવાશ જન્મે છે. સંતાનો મા-બાપના દોષ જોતા થઈ જાય છે, જેની મા-બાપને ખૂબ પીડા થાય છે. તેમને વારેવારે યાદ આવે છે કે અમે વર્ષો સુધી બાળકોનું આટલું સાચવ્યું અને હવે અમે એમના અળખામણા થઈ ગયા! મા-બાપ અને છોકરાંઓ વચ્ચેનો પ્રેમ તૂટી જાય છે, લાગણીઓ સૂકાઈ જાય છે અને તેનો મા-બાપને ખૂબ ભોગવટો આવે છે.
પછી મા-બાપનું ઘડપણ આવે ત્યારે તેમની સેવા કરવાનો સંતાનોને કંટાળો આવે છે. આટલા વર્ષો સુધી તેમના દોષ જોયા હોવાથી, પ્રેમથી સેવા નથી કરી શકતા. તેની પણ મા-બાપને ખૂબ વેદના થાય છે. ઘણીવાર તો ભણેલા-ગણેલા દીકરા અને વહુ, મા-બાપને તેમના પૌત્રો કે પૌત્રીઓને રમાડવા પણ નથી દેતા. જેમણે પોતાના સંતાનોને આટલા મોટા કરીને પરણાવ્યા તેમને જ “તમને નહીં આવડે, બગાડી નાખશો.” કહીને તરછોડ મારી દે છે. આ બધાના કારણે મા-બાપ માનસિક યાતનાઓથી હિજરાય છે. ઘરમાંથી સુખ અને શાંતિ જતા રહે છે. દીકરો પોતાની પત્ની ઉપર વધારે આધાર લેતો થાય એટલે મા-બાપથી અંતર વધતું જાય છે. અંતે સંતાનો પોતાને સ્વતંત્રતા જોઈતી હોય એટલે જુદું ઘર માંડે છે. કેટલાક નિષ્ઠુર સંતાનો મા-બાપને જ ઘરમાંથી તગેડી મૂકે કે ઘરડાઘરમાં મૂકી આવે છે.
જેમ જેમ મા-બાપની ઉંમર વધે, તેમ તેમના શારીરિક દુઃખો અને લાચારીઓ વધે છે. તેમને રહી રહીને યાદ આવે છે કે પોતાનો વખત આવ્યો ત્યારે સંતાનો એમની જવાબદારીઓ નથી નિભાવતા. તે સમયે તેઓ ખૂબ દુઃખી થાય છે. મા-બાપને થતી આ વેદનાની બહુ મોટી જવાબદારી સંતાનો ઉપર આવે છે.
જે મા-બાપને પૈસાની તકલીફ હોય તેઓ અસહ્ય લાચારી અનુભવે છે. જ્યારે કેટલાક પાસે સંપત્તિ, પૈસા બધું જ હોય પણ સંતાનો પોતાની પાસે આવીને બેસતા નથી, સમય નથી આપતા, દિલ હળવું કરવા એમની પાસે કોઈ નથી એ વિચારે ખૂબ દુઃખી થાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન વૃદ્ધોની આ વ્યથાને આત્મજ્ઞાનમાં જોઈ શકતા હતા. તેઓશ્રીની ખૂબ ભાવના હતી કે ઘરડાં વડીલો માટે રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ. તે મંદિરની નજીક હોય તો ચાલીને જઈ શકાય. સાઈઠ-પાંસઠ વર્ષના વૃદ્ધો ત્યાં રહેવા આવે. સાથે સાથે તેમને આત્મજ્ઞાન આપી દઈએ એટલે એમને શાંતિ થાય. એ જગ્યાને ઘરડાઘરને બદલે કોઈ નવો શબ્દ આપીએ. ત્યાં આવીને તેઓ દર્શન કરે, ભક્તિ કરે, એક્ટિવિટી મળ્યા કરે જેથી તેમની પાછલી જિંદગી સુખ અને શાંતિપૂર્ણ પસાર થાય. પૂજ્ય નીરુમાએ પરમ પૂજ્ય દાદાશ્રીની આ ભાવનાને સાકાર કરતું “નિરાંત” સ્થાપ્યું, જેમાં વડીલોને તમામ પ્રકારની શારીરિક, માનસિક, ધાર્મિક તેમજ આરોગ્ય માટેની સગવડો મળે છે. રોજ સત્સંગ, ભક્તિ, સવાર સાંજ ભગવાનની આરતી, એક્ટિવિટીમાં તેમનો સમય આનંદમાં પસાર થાય છે.
A. મનુષ્યજીવનનો અંતિમ ધ્યેય તો કાયમ માટે સંસારનું બંધન તૂટે એ છે. આ સંસારનું બંધન આત્મજ્ઞાનથી જ તૂટે... Read More
Q. જીવનમાં સુખી થવા શું કરવું?
A. જીવનમાં સુખ અને શાંતિ મેળવવાનો એકદમ સરળ ઉપાય છે, પારકાંના સુખનો વિચાર કરવો. પરમ પૂજ્ય દાદા ભગવાન... Read More
Q. બીજાને મદદ કરવાથી શું ફાયદો થાય?
A. પરોપકાર એટલે પોતે ખોટ ખાઈને પણ બીજાને આપી દેવું. પરોપકારનો ભાવ વર્ષો સુધી એકધારો ટકી રહે, સામેથી... Read More
A. પરોપકાર કરવા માટે પૈસાથી જ બીજાને મદદ કરવી એ જરૂરી નથી. આપણે પોતાની શારીરિક શક્તિથી, બુદ્ધિથી કે... Read More
Q. પરોપકાર સરખો: સારા કે ખરાબ લોકો માટે
A. પ્રશ્નકર્તા: દિલ ઠારવા જતાં તો આજ ખીસ્સું કપાઈ જાય છે. દાદાશ્રી: ખીસ્સું ભલે કપાઈ જાય, એ પાછલો... Read More
Q. સેવા મા-બાપની કરવી કે ભગવાનની કરવી?
A. પ્રશ્નકર્તા: હું સમજવા માંગુ છું કે, શું વધારે મહત્વનું છે, ભગવાનની સેવા કે મા-બાપની... Read More
Q. મા-બાપની સેવા શા માટે કરવી?
A. આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવી હોય તો તે મા-બાપની સેવા છે. હિંદુસ્તાનની સંસ્કૃતિમાં... Read More
Q. શું માનવસેવા મુક્તિ(મોક્ષ) સુધી લઈ જશે?
A. પ્રશ્નકર્તા: મોક્ષમાર્ગ સમાજ સેવાના માર્ગ કરતા કેવી રીતે ચઢિયાતો છે, એ જરા સમજાવો. દાદાશ્રી: સમાજ... Read More
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે દુનિયામાં બે પ્રકારના ધર્મ છે. એક પ્રકારનો ધર્મ જેમાં જગતની સેવા છે,... Read More
subscribe your email for our latest news and events