Related Questions

દાનમાં કેટલું આપવું જોઈએ?

પ્રશ્નકર્તા: સરપ્લસ કોને કહેવાય?

charity

દાદાશ્રી: સરપ્લસ તો તમે આજે આપો ને કાલે ચિંતા થાય એવું ઊભું થાય એ ના કહેવાય. હજુ છ મહિના સુધી આપણને ઉપાધિ નથી પડવાની એવું આપણને લાગે તો કામ કરવું, નહીં તો કરવું નહીં.

જો કે, આ કામ કરશો તો તમારે  ઉપાધિ નહીં જોવી પડે. આ કામ તો એની મેળે જ પૂરાઈ જાય છે. આ તો ભગવાનનું કામ છે. જે જે કરે છે  એમનું એમ ને એમ સરભર થઈ જાય છે. પણ છતાં મારે તમને ચેતવણી આપવી જોઈએ. મારે શા હારુ તમને કહેવું જોઈએ કે આંધળું-બહેરું કરજો? આંધળિયા કરજો એવું હું શા માટે કરવા કહું? હું તો તમારા હિતને માટે ચેતવું છું કે 'ગયા અવતારમાં જો તમે આપ્યું હતું, તેથી આ મળે છે અત્યારે અને અત્યારે આપશે તો ફરી મળશે. આ તો તમારો જ ઓવરડ્રાફ્ટ છે. મારે કશું લેવા-દેવાય નથી. હું તો તમને સારી જગ્યાએ નખાવડાવું છું, એટલું જ છે.' ગયા અવતારે આપ્યું હતું, તે આ અવતારમાં લઈએ છીએ. કંઈ બધામાં અક્કલ નથી? ત્યારે કહે, 'અક્કલથી નથી આપ્યા. ઉપરથી જ છે! તમે બેન્કમાં ઓવરડ્રાફ્ટ ક્રેડિટ કર્યો હશે, તે તમારા હાથમાં ચેક આવશે.' એટલે બુદ્ધિ સારી હોય ને તો પાછું જોઈન્ટ થઈ જાય બધું. 

વધારાનું વહાવો, ધર્માદામાં!

આ તો લોકસંજ્ઞાથી બીજાનું જોઈને શીખે છે. પણ જો જ્ઞાનીને પૂછીએને તો તે કહે કે, 'ના, આ શું કરવા આમ આ ખાડામાં પડે છે?' આ દુઃખના ખાડામાંથી નીકળ્યો ત્યારે આ પૈસાના ખાડામાં પડ્યો પાછો. વધારે હોય તો નાખી દે ધર્માદામાં અહીંથી. એ જ તારે ખાતે જમે થાય છે. ને આ બેન્કનું જમે નહીં થાય. અને અડચણ નહીં પડે તને. જે ધર્માદામાં નાખતો હોય, તેને અડચણ પડે નહીં. 

×
Share on