Related Questions

પૈસાનો સદુપયોગ કેવી રીતે કરવો?

પ્રશ્નકર્તા: પણ ધારો કે કોઈના પુણ્યકર્મે એની પાસે લાખો રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી પોતે જ ઉપયોગ કરવો?

દાદાશ્રી: નહીં, એ પૈસા ઘરના માણસોને દુઃખ ન થાય એવી રીતે વાપરવા. ઘરના માણસને પૂછવું કે, 'ભઈ, તમને અડચણ નથી ને?' ત્યારે એ કહે, 'ના, નથી.' તો એ લિમિટ એની, પૈસા વાપરવાની. એટલે પછી આપણે એ પ્રમાણે કરવું.

પ્રશ્નકર્તા: સન્માર્ગે તો વાપરવાનું ને?

દાદાશ્રી: પછી, બીજા બધા સન્માર્ગે જ વાપરવાના. ઘરમાં વપરાશે એ બધા ગટરમાં જશે. અને બીજે જે વપરાશે એ તમારા પોતાને જ માટે સેફસાઈડ થઈ ગઈ. હા, અહીંથી જોડે લઈ જવાતા નથી, પણ બીજે રસ્તે સેફસાઈડ કરી શકાય છે.

પ્રશ્નકર્તા: પણ આમ તો એ જોડે જ લઈ ગયા જેવું કહેવાય ને!

દાદાશ્રી: હા, જોડે લેવા જેવું જ આપણે સેફસાઈડવાળું. એટલે કોઈ રસ્તે બીજાને કંઈ પણ સુખ થાય એને માટે વાપરવું. એ બધું તમારી સેફસાઈડ છે.

charity

પ્રશ્નકર્તા: લક્ષ્મીનો સદુપયોગ કોને કહેવાય?

દાદાશ્રી: લોકોના ઉપયોગ માટે કે ભગવાન માટે વાપરોને તે સદુપયોગ કહેવાય. 

×
Share on