Related Questions

ગુપ્ત દાન શું છે?

પ્રશ્નકર્તા: આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છે ને?

charity

દાદાશ્રી: કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે. આત્માને રસ્તે કીર્તિ તો એની બહુ ફેલાય, પણ એ કીર્તિમાં એ ઈન્ટરેસ્ટ ના પડે. કીર્તિ તો ફેલાય જ ને! ચકચકિત હીરો હોય તે જોઈને સહુ કોઈ કહે ને કે, 'કેટલું સરસ લાઈટ આવે છે, એરીયા કેટલા બધા પડે', કહે ખરા પણ એને પોતાને એમાં મઝા ના આવે. જ્યારે આ સંસારી સંબંધની કીર્તિઓ છે, એ કીર્તિ માટે જ ભિખારી છે. કીર્તિની ભીખ છે એને એટલા હારુ લાખ રૂપિયા હાઈસ્કૂલમાં આપે, દવાખાનામાં આપે, પણ કીર્તિ એને મળી જાય એટલે બહુ થઈ ગયું!

પાછા તેય વ્યવહારમાં બોલે કે દાન ગુપ્ત રાખજો. હવે ગુપ્ત કો'ક જ આપે. બાકી સહુને કીર્તિની ભૂખ એટલે આપે. તો લોકોય વખાણ કરે કે ભાઈ, આ શેઠ, ઓહોહો, લાખ રૂપિયાનું દાન આપ્યું! એટલો એનો બદલો અહીંનો અહીં જ મળી ગયો.

એટલે આપીને એનો બદલો અહીંનો અહીં જ લઈ લીધો. અને જેણે ગુપ્ત રાખ્યું, એને બદલો આવતે ભવે લેવાનો રાખ્યો. બદલો મળ્યા વગર તો રહેતો જ નથી. તમે લો કે ના લો, પણ બદલો તો એનો હોય છે જ.

પોતપોતાની ઈચ્છાપૂર્વક દાન આપવાનું હોય. આ તો બધું ઠીક છે, વ્યવહાર છે. કોઈ દબાણ કરે કે તમારે આપવા જ પડશે. પછી ફૂલહાર કરે એટલે આપે એ.

દાન ગુપ્ત હોવું જોઈએ. જેમ આ મારવાડી લોકો ભગવાનની પાસે છાનામાના નાખી આવે છે ને! કોઈને ખબરેય ના પડે તો એ ઊગે. 

×
Share on