Related Questions

દાન, ક્યાં અપાય?

એક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા? ત્યારે મેં કહ્યું, આને પૈસા આપવાની સમજણ પડતી નથી. મેં કહ્યું, 'તારી પાસે પૈસા છે?' ત્યારે કહે છે, 'હા'. ત્યારે મેં કહ્યું, 'આવી રીતે આપજે.' હું જાણું કે આ માણસ દિલનો બહુ ચોખ્ખો અને ભોળા દિલનો છે. એને સાચી સમજણ પાડો.

charity

વાત એમ બની હતી કે અમે એક ભાઈને ત્યાં ગયેલા. એમણે એક માણસને મને મૂકવા માટે મોકલ્યો. ખાલી મૂકવા માટે જ. પેલા ડૉક્ટરને કહે કે દાદાને ગાડીમાં મૂકવા તમે ના જશો. હું મૂકી આવીશ. તે મૂકવા પૂરતું આવ્યા ને તેમાં વાતચીતો થાય! એ ભાઈ મારી પાસે સલાહ માગતા હતા કે મારે પૈસા આપવા છે તો ક્યાં આપવા, કેવી રીતે આપવા? 'બંગલો બાંધ્યો ત્યારે તો પૈસા કમાયા હશો.' પછી ત્યારે કહે, 'બંગલો બાંધ્યો, સિનેમા થિયેટર બાંધ્યું. હમણે સવા લાખ રૂપિયા તો મારા ગામમાં દાનમાં આપ્યા છે.' ત્યારે મેં કહ્યું કે 'વધારે કમાયા હો તો એકાદ આપ્તવાણી છપાવી દેજો.' તરત જ એ કહે, 'તમે કહો એટલી જ વાર. આ તો મને ખબર જ નહીં આવી. મને કોઈ સમજણ પાડતું જ નથી.' પછી કહે છે, 'આ મહિનામાં તરત જ છપાવી દઈશ.' પછી જઈને પૂછવા માંડ્યો કે કેટલા થાય? ત્યારે કહ્યું કે, 'વીસ હજાર થાય.' તરત જ કહે છે કે, 'આટલી ચોપડી મારે છપાવી દેવાની!' મેં ઉતાવળ કરવાની ના કહી એ ભાઈને.

એટલે આવા ભલા માણસ હોય ને જેને સમજણ ના પડતી હોય દાન આપવાની અને એય પૂછે તો એને દેખાડીએ. આપણે જાણીએ કે આ ભોળો છે. એને સમજણ પડતી નથી તો એને દેખાડીએ. બાકી સમજણવાળાને તો અમારે કહેવાની જરૂર નહીં ને! નહીં તો એને દુઃખ થાય. અને દુઃખ થાય એ આપણે જોઈતા નથી. આપણને પૈસાની જરૂર જ નથી. સરપ્લસ હોય તો જ આપજો. કારણ કે જ્ઞાનદાન જેવું કોઈ દાન નથી જગતમાં!

કારણ કે આ જ્ઞાનની ચોપડીઓ કોઈ વાંચે, એમાં કેટલો બધો ફેરફાર થઈ જાય. એટલે હોય તો આપવાના, ના હોય તો આપણને કંઈ જરૂર જ નથી ત્યાં આગળ! 

×
Share on