Related Questions

મંદિરમાં શા માટે દાન આપવું જોઈએ?

પ્રશ્નકર્તા: આપણે મંદિરોમાં ગયા'તાને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને કીધું કે આ જીવતા જાગતા અંતર્યામી અને તે દરેક જીવમાત્રમાં બિરાજમાન છે. અને જીવતાને લોકો તતડાવે છે. એ લોકોને કગરાવે છે ને અહીંયા કરોડો રૂપિયા પથ્થરની મૂર્તિ પાછળ ખર્ચે આવું કેમ?

charity

દાદાશ્રી: હા, પણ લોકોને કકળાવે છે એ તો એની અણસમજણથી કકળાવે છે ને, બિચારાને! ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાથી કકળાવે છે ને!

એવું છે ને, આ પૈસા કમાવા જે નીકળે છે, હવે સારી રીતે ઘર ચાલે એવું હોય છે, તોય પૈસા કમાવા નીકળે. તે આપણે ના સમજીએ કે આ એના ક્વોટા ઉપરાંત વધારે ક્વોટા લેવા ફરે છે?! જગતમાં તો ક્વોટા બધાનો સરખો છે. પણ આ લોભિયા છે તે વધારે ક્વોટા લઈ જાય છે એ પેલાં અમુક લોકોને ભાગ જ ના આવે. હવે એય છે તે એમ ને એમ ગપ્પાથી નથી મળતું, તે પુણ્યથી મળે છે.

ત્યારે પુણ્ય વધારે કર્યું તો આપણી પાસે નાણું આવ્યું તો નાણું આપણે ખર્ચી નાખીએ પાછું. આપણે જાણીએ કે આ તો ભેગું થવા માંડ્યું. ખર્ચી નાખ્યા તો ડીડક્શન (બાદ) થઈ શકેને? પુણ્ય ભેગું તો થઈ જ જાય. પણ ડીડક્શન કરવાની રીત તો જાણવી જોઈએને?

એટલે લોકો મંદિરો બધું કરે છે, બરોબર કરે છે. એમને ચાવી જોઈએ છે. એમને દર્શન ક્યાં કરવા છે? જે જ્યાં દર્શન કરવા જાય ને તો એને શરમ ના આવે એવું જોઈએ છે. જીવતા જોડે એને શરમ આવે છે અને મૂર્તિ પાસે તમે કહો એવો નાચે હઉ. નાચે-કૂદે એકલો! પણ જીવતા જોડે એને શરમ આવે છે. આ જીવતાં ન્હોયને અને જીવતા પાસે ના કશું થાય. અને જો જીવતા પાસે જો કર્યું તો એનું કલ્યાણ થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય, આત્યંતિક કલ્યાણ થઈ જાય. પણ એવી શક્તિ ના હોય ને! એવી પુણ્યૈ ના હોય!  

×
Share on