• question-circle
  • quote-line-wt

જીવનમાં શાંતિ માટે દરેક જગ્યાએ કેવી રીતે એડજસ્ટ થવું?

અહીં આગળ એવી યાદી છે કે, જેમાંથી લોકો જીવનમાં શાંતિ શોધે છે:

અને બીજુ ઘણું બધુ…

જો તમારા જીવનમાં નિરંતર શાંતિ માટે કોઈ એક સરળ ઉપાય મળી જાય તો? અને તે છે “બધી જગ્યાએ એડજસ્ટ કરતા શીખવું. એટલે કે 'એડજસ્ટ એવરીવ્હેર'!

જીવન માત્ર એડજસ્ટમેન્ટથી ભર્યું છે. અને બધે જ એડજસ્ટ કેમ થવું સમજ હોવી ખુબ જરૂરી છે. જો તમે ક્યાંય (કોઈક જગ્યાએ) એડજ્સ્ટ નહી થાવ તો જગત મારી-ઠોકીને એડજસ્ટમેન્ટ આપણી પાસેથી લેવડાવશે જ ! તો આપણે જાતે જ ખુશીથી કેમ એડજસ્ટ ના થઈએ ? દાખલ તરીકે, તમે ક્યારેક અચાનક વરસાદ આવતા છત્રીનો ઉપયોગ તો કર્યો જ હશે, ત્યારે તમે પ્રશ્ન, દલીલ કે વિરોધ નથી દર્શાવતા. એ શા માટે, ખબર છે ? એ એટલે કે તમને ખબર છે કે આમ કરવાનો કઈ ફાયદો નથી.

એક સામાન્ય કહેવત છે કે, “બદલાવ જ એકમાત્ર નિત્ય છે.” પરંતુ આપણે બદલાવને સ્વીકારવામાં નિષ્ફળ જઈએ છીએ અને ભરતીના સામા તરવા જઈએ છીએ અને આપણી મર્યાદિત શક્તિઓને નકામી વેડફીએ નાખીએ છીએ.

આ કેવી રીતે દરેક જગ્યાએ એડજસ્ટ થવું તે સરળ, છતાં, ખુબ જ અસરકારક રીત, તમને અને તમારી આજુબાજુના લોકોને શાંતિ અપાવશે. વધુ જાણવા આગળ વાંચો.

એડજસ્ટ એવરીવ્હેર

આપણા મનની શાંતિ માટે એડજસ્ટ થવાનું છે. આપણી આખી લાઈફ એ પણ એક એડજસ્ટમેન્ટ છે. વ્યવહાર ને સરળ અને શાંતિમય બનાવવા માટે શીખો કળા એડજસ્ટમેન્ટની. જેને મોક્ષે જવું હોય એ થાય એડજસ્ટ. એડજસ્ટમેન્ટ લેવાની કળા જાણો પૂજ્ય નીરુમા દ્વારા.

play
previous
next

Top Questions & Answers

  1. Q. શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું?

    A. એડજ્સ્ટ થતા શીખવું તે શાંતિપૂર્ણ જીવન જીવવાની સૌ પ્રથમ જરુરિયાત છે. પરમ પૂજ્ય દાદા ભગવાને દર્શાવ્યા... Read More

  2. Q. એડજસ્ટમેન્ટ લેવાના જુદા જુદા રસ્તાઓ ક્યા છે?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રરૂપિત સુત્ર: “એડજસ્ટ એવરીવ્હેર”. તેમણે જીવનમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ લઈ... Read More

  3. Q. સફળ લગ્નજીવન માટે કેવી રીતે પતિ પત્નીએ એડજસ્ટ થવું ?

    A. માત્ર એક જ શબ્દ સ્વીકારો: ‘એડજસ્ટ! એડજસ્ટ! એડજસ્ટ!’ ઘેર કલેશ ના હોવો જોઈએ. એડજસ્ટમેન્ટથી જીવનની... Read More

  4. Q. મનની શાંતિ માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’

    A. શું તમે ક્યારેય એવું નોંધ્યુ છે કે, કુદરતમાં એવી વસ્તુઓ છે કે જે તેનાં પોતાના આજુબાજુનાં વાતાવરણને... Read More

  5. Q. ઘરમાં શાંતિ કેવી રીતે લાવવી?

    A. વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ એટલે પડોશીયે કહે કે ‘બધા ઘેર ઝઘડા છે પણ આ ઘેર ઝઘડો નથી.’... Read More

  6. Q. જીવનમાં એડજસ્ટમેન્ટ લેવા એ સંબંધોને સાચવવાનો સૌથી સરળ ઉપાય શા માટે છે?

    A. ઘણી વખત એવો સમય આવે કે તમને ખબર હોય કે તમે સાચા છો છતાં પણ તમારે એડજસ્ટમેન્ટ લેવા પડે છે. તમે તમારી... Read More

  7. Q. પરમ પૂજ્ય દાદા ભગવાનના વાસ્તવિક જીવનમાં જુદા જુદા પ્રકારે લીધેલા એડજસ્ટમેન્ટના પ્રસંગો

    A. જ્યારે આપણે કોઈને જુદી જુદી પરિસ્થિતિઓમાં એડજસ્ટ થતાં જોઈએ કે સાંભળીએ તો તે આપણને આપણા જીવનમાં કેવી... Read More

Spiritual Quotes

  1. સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ 'એડજસ્ટ' થતાં તો આવડવું જ જોઈએ.
  2. સામો 'ડિસ્એડજસ્ટ' થયા કરે ને આપણે 'એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં તરી પાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. 'એડજસ્ટ એવરીવ્હેર.'
  3. સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તન પામ્યા કરે.
  4. દરેક જોડે 'એડજસ્ટમેન્ટ' થાય, એ જ મોટામાં મોટો ધર્મ.
  5. જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ.
  6. જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી, એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો.
  7. જેટલાં 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય.
  8. ભૂલ ભાંગે તો 'એડજસ્ટ' થાય.
  9. વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે 'એડજસ્ટ એવરીવ્હેર' થયો !
  10. એવું છે ને, કે વ્યવહારમાં 'ટોપ'નું સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર છોડનાર છે ?

Related Books

×
Share on