માત્ર એક જ શબ્દ સ્વીકારો: ‘એડજસ્ટ! એડજસ્ટ! એડજસ્ટ!’ ઘેર કલેશ ના હોવો જોઈએ. એડજસ્ટમેન્ટથી જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ એકતા આવશે.
તમારે એડજસ્ટ કરવું જોઈએ કારણ કે, જગતના બધા પ્રસંગોનો અંત આવે છે; તેનો અંત આવવાનો જ છે, પણ જો તે લાબું ચાલે અને તમે તેને એડજસ્ટ ના થાવ, તો પછી તમે પોતે અને તમારા પત્ની બંને દુઃખી થાવ છો.
જો તમે સામી વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં એડજસ્ટ થાવ તો, જીવન કેટલું સુંદર બની જાય. છેલ્લે તો આપણે મરી જઈશું તો આપણી સાથે શું આવવાનું છે ? કોઈ કહેશે કે, 'ભઈ, એને સીધી કરો.' અરે, એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઈ જઈશ. માટે 'વાઈફ'ને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને 'કરેક્ટ' કહીએ. આપણે એની જોડે કાયમનું સાઢું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઈ પડશે. બંનેના મરણકાળ જુદાં, બંનેના કરમ જુદાં ! કશું લેવાય નહીં ને દેવાય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતા જન્મે જાય કો'કને ભાગે !
માટે તમારે તેમને સુધારવા પ્રયત્નો ના કરવા જોઈએ. તેમને પણ તમને સુધારવાનાં પ્રયત્નો ના કરવા જોઈએ. તેઓ જેવા પણ હોય એવા, તમે તમારી જાત ને કહો કે, ‘આ જેવા છે, તેવા સોનાના છે.’ તમે ગમે તેટલા સખત પ્રયત્નો કરો, તમે કોઈની પ્રકૃતિને કે જન્મજાત લક્ષણોને સુધારી નહિ શકો. જેમ તમે ગમે તેટલા સખત પ્રયત્નો કરો કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહે. માટે ચેતીને ચાલો, એ જેમ ચાલે તેમ ચાલવા દો. એડજસ્ટ એવરીવ્હેર.
તો ચાલો આપણે લગ્નજીવનમાં ઉભી થતી જુદી જુદી પરિસ્થિતિઓને જોઈએ અને એક સફળ લગ્નજીવન માટે કેવી રીતે એડજસ્ટ થવું તે સમજીએ:
ધારો કે તમારા પત્નીને કોઈની સાથે ઝઘડો થઈ ગયો છે અને એ એટલા બધા ગુસ્સે ભરાયા છો કે તમે જયારે ઘરે આવો ત્યારે, તમારી સામે પણ મોટેથી બોલવા માંડે છે. હવે વિચારો કે તેઓ એક પ્રેશર કૂકરની જેમ છે, તે નીચેથી ગરમ થાય છે. પરંતુ, બધી ગરમી વ્હીસલ દ્વારા ઉપર આવી જાય છે, તો તમારે શું કરવું જોઈએ ? શું તમારે પણ ગરમ થવું જોઈએ ? જ્યારે આવો બનાવ બને, ત્યારે તમારે એડજસ્ટ થઈને આગળ વધવું જોઈએ. તમને ખબર નથી કે કોણે અને કઈ વસ્તુ એ તેમને આટલા બધા ઉગ્ર બનાવ્યા હશે. તેથી તમારે કોઈ વિવાદ ઉભો ના કરવો જોઈએ. જો એ તમારી સાથે દલીલ કરવા માંડે તો, તમારે તેમને શાંત કરવા જોઈએ.
હવે વાઈફ સામી થઈ, આપણે કંઈક કારણસર મોડું થઈ ગયું અને વાઈફ ઊંધું, અવળું-સવળું બોલવા માંડી, 'આટલાં મોડાં આવો છો, મને નહીં ફાવે ને આ બધું આમ ને તેમ', એનું મગજ ખસી ગયું. તો આપણે કહીએ કે 'હા, આ વાત ખરી છે તારી, તું કહેતી હોય તો પાછો જઉં, નહીં તો તું કહેતી હોય તો મહીં બેસું.' ત્યારે કહે, 'ના પાછાં ના જશો, અહીં સૂઈ જાવ છાનામાના !' પણ પછી કહીએ, 'તું કહું તો ખાઉં, નહીં તો હું તો સૂઈ જાઉં.' ત્યારે કહે, 'ના, ખઈ લો.' એટલે આપણે એને વશ થઈને ખઈ લેવું. એટલે એડજસ્ટ થઈ ગયા. એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે અને જો ડફળાવી ઉપરથી, તો ચાનો કપ છણકો મારી આપે, તે ત્રણ દા'ડા સુધી ચાલ્યા જ કરે.
તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી જાતિ તો તમારું 'કાઉન્ટર વેઈટ' છે.
પત્ની તો છે 'કાઉન્ટર વેઈટ' !
વાઈફ ઈઝ ધી કાઉન્ટર વેઈટ ઓફ મેન. એ જો, કાઉન્ટર વેઈટ ના હોય તો ગબડી પડે માણસ.
આ ઈન્જીનમાં કાઉન્ટર વેઈટ મૂકવામાં આવે છે, નહીં તો ઈન્જીન ચાલતું ચાલતું ગબડી પડે. એવું આ મનુષ્યને કાઉન્ટર વેઈટ સ્ત્રી છે. તે સ્ત્રી હોય તો ગબડી ના પડે. નહીં તો દોડધામ કરીને કાંઈ ઠેકાણું ય હોય નહીં, આ આજે અહીં હોય ને કાલે ક્યાંનો ક્યાંય હોય. આ સ્ત્રી છે તે પાછો ઘેર આવે છે. નહીં તો આ આવે કે ?
જેમ ગાડાનાં બંને પૈડા એ બેલેંસ રાખવું પડે અને આગળ ચાલવું પડે, તેવી રીતે જ મેરેજમાં પતિ અને પત્નિ બંનેને ચાલવું પડે. હસબન્ડ એ ખરેખર તો વાઈફનું કાઉન્ટર વેઈટ છે કેવી રીતે ? કારણ કે દરેકની પોતાના આગવી વિશિષ્ટતા અને લક્ષણો છે. તેમનાં ગુણધર્મો એકબીજાને પૂરક છે. જો આ વિશેષતાઓ સર્જનાત્મક અને રચનાત્મક રીતે ઉપયોગમાં લેવામાં આવે તો મેરેજ (વિવાહિત જીવન) ખીલી ઉઠે.
ધારો કે તમે પહેલેથી જ નકકી કરી લીધું છે કે, તમે સાંજે તમારા મિત્રનાં ઘરે તમારી પત્ની સાથે જશો, પરંતુ જ્યારે તમે ઘરે પહોંચો ત્યારે તમારા પત્ની ખુબ થાકી ગયા હોય. એમને બહાર ના જવું હોય તો તમે શું કરશો ? તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મિત્રને આપેલા વચન રાખવા માટે તમારે પત્નીને પરાણે જવાનો આગ્રહ કરવાથી દુઃખ ના પહોંચે. એનું કારણ છે કે, જો તમે તમારા મિત્ર સાથે મુશ્કેલીમાં મુકાવ, તો તે પછીથી જોઈ લેવાશે, પરંતુ ઘરે મુશ્કેલી ના નોતરવી જોઈએ. પોતાના મિત્ર પર પોતાની સારી છાપ પાડવા માટે, તમે બિનજરુરી રીતે ઘરે પ્રોબ્લેમ્સ ઊભા કરો છો. ખરેખર તો તમારી પત્ની તમારા મિત્ર કરતાં વધુ મહત્વનાં છે. તેઓ તમારા સૌથી તરતનાં જ ફેમિલી છે, તો તમારે તમારી મિત્રાચારી તમારા પત્નીનાં ભોગે ના બચાવવી જોઈએ.
Q. શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું?
A. એડજ્સ્ટ થતા શીખવું તે શાંતિપૂર્ણ જીવન જીવવાની સૌ પ્રથમ જરુરિયાત છે. પરમ પૂજ્ય દાદા ભગવાને દર્શાવ્યા... Read More
Q. એડજસ્ટમેન્ટ લેવાના જુદા જુદા રસ્તાઓ ક્યા છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રરૂપિત સુત્ર: “એડજસ્ટ એવરીવ્હેર”. તેમણે જીવનમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ લઈ... Read More
Q. મનની શાંતિ માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’
A. શું તમે ક્યારેય એવું નોંધ્યુ છે કે, કુદરતમાં એવી વસ્તુઓ છે કે જે તેનાં પોતાના આજુબાજુનાં વાતાવરણને... Read More
Q. ઘરમાં શાંતિ કેવી રીતે લાવવી?
A. વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ એટલે પડોશીયે કહે કે ‘બધા ઘેર ઝઘડા છે પણ આ ઘેર ઝઘડો નથી.’... Read More
Q. જીવનમાં એડજસ્ટમેન્ટ લેવા એ સંબંધોને સાચવવાનો સૌથી સરળ ઉપાય શા માટે છે?
A. ઘણી વખત એવો સમય આવે કે તમને ખબર હોય કે તમે સાચા છો છતાં પણ તમારે એડજસ્ટમેન્ટ લેવા પડે છે. તમે તમારી... Read More
Q. પરમ પૂજ્ય દાદા ભગવાનના વાસ્તવિક જીવનમાં જુદા જુદા પ્રકારે લીધેલા એડજસ્ટમેન્ટના પ્રસંગો
A. જ્યારે આપણે કોઈને જુદી જુદી પરિસ્થિતિઓમાં એડજસ્ટ થતાં જોઈએ કે સાંભળીએ તો તે આપણને આપણા જીવનમાં કેવી... Read More
subscribe your email for our latest news and events