ઘણી વખત એવો સમય આવે કે તમને ખબર હોય કે તમે સાચા છો છતાં પણ તમારે એડજસ્ટમેન્ટ લેવા પડે છે. તમે તમારી જાતને પુછો, “હું સાચો છું, તો શા માટે મારે જ એડજસ્ટમેન્ટ લેવા ?” આવી પરિસ્થિતિમાં તમે તમારા મનને સંબંધોને સાચવવા માટે એડજસ્ટમેન્ટના ફાયદાઓ યાદ કરાવીને શાંત કરી શકશો. તે આ પ્રમાણે છે:
જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલાં 'એડજસ્ટમેન્ટ' લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે.
સુંવાળા જોડે તો સહુ કોઈ 'એડજસ્ટ' થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે 'એડજસ્ટ' થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે 'એડજસ્ટ' થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને 'ફીટ' થાય નહીં, આપણે એને 'ફીટ' થઈએ તો આ દુનિયા સરસ છે અને એને 'ફીટ' કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે 'એડજસ્ટ એવરીવ્હેર' ! આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી.
જ્યાં સુધી સામી વ્યક્તિ તમારાથી કિચિંતમાત્ર દુઃખી થાય છે; તેની તમારા પર ઈફેક્ટ થશે. (અસર થશે). તો ચેતો. જો સામો 'ડીસ્એડજસ્ટ' થયા કરે ને આપણે 'એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં તરી પાર ઊતરી જશું. ‘ભોગવે તેની ભૂલ’ જો કોઈ માત્ર આટ્લું જ સમજી લે તો, ઘેર એક પણ અથડામણ (કલેશ) ના રહે.
Q. શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું?
A. એડજ્સ્ટ થતા શીખવું તે શાંતિપૂર્ણ જીવન જીવવાની સૌ પ્રથમ જરુરિયાત છે. પરમ પૂજ્ય દાદા ભગવાને દર્શાવ્યા... Read More
Q. એડજસ્ટમેન્ટ લેવાના જુદા જુદા રસ્તાઓ ક્યા છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાને પ્રરૂપિત સુત્ર: “એડજસ્ટ એવરીવ્હેર”. તેમણે જીવનમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ લઈ... Read More
Q. સફળ લગ્નજીવન માટે કેવી રીતે પતિ પત્નીએ એડજસ્ટ થવું ?
A. માત્ર એક જ શબ્દ સ્વીકારો: ‘એડજસ્ટ! એડજસ્ટ! એડજસ્ટ!’ ઘેર કલેશ ના હોવો જોઈએ. એડજસ્ટમેન્ટથી જીવનની... Read More
Q. મનની શાંતિ માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’
A. શું તમે ક્યારેય એવું નોંધ્યુ છે કે, કુદરતમાં એવી વસ્તુઓ છે કે જે તેનાં પોતાના આજુબાજુનાં વાતાવરણને... Read More
Q. ઘરમાં શાંતિ કેવી રીતે લાવવી?
A. વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ એટલે પડોશીયે કહે કે ‘બધા ઘેર ઝઘડા છે પણ આ ઘેર ઝઘડો નથી.’... Read More
Q. પરમ પૂજ્ય દાદા ભગવાનના વાસ્તવિક જીવનમાં જુદા જુદા પ્રકારે લીધેલા એડજસ્ટમેન્ટના પ્રસંગો
A. જ્યારે આપણે કોઈને જુદી જુદી પરિસ્થિતિઓમાં એડજસ્ટ થતાં જોઈએ કે સાંભળીએ તો તે આપણને આપણા જીવનમાં કેવી... Read More
subscribe your email for our latest news and events