અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઇ રીતે મેળવવો? જો આપણે અથડામણ થવાના કારણો જાણીએ તો, આપણે તેના પ્રત્યે જાગૃત બની શકીએ અને અથડામણ પણ ટાળી શકીએ. અથડામણ થવાના અસંખ્ય કારણો હોય છે, તેમાંના અમુક કારણો નીચે દર્શાવેલ છે :
આવા તો અસંખ્ય કારણો છે...
જૂદી જૂદી જગ્યાએ અસંખ્ય અથડામણો થાય અને મનની શાંતિ ગુમાવવી પડે તેના કરતાં તો શું શરૂઆતથી જ અથડામણને ટાળી દેવી એ જ સહેલો રસ્તો નથી? તેના માટે, તમારે અથડામણના સૂક્ષ્મ કારણો સમજવા જોઇએ, જે તમે ક્યારેય જાણ્યા નહિ હોય. પરમ પૂજ્ય દાદા ભગવાનએ તેને વિગતવાર સમજાવ્યા છે :
આ દુનિયામાં કંઈ પણ અથડામણ થાય એ તમારી જ ભૂલ છે, સામાની ભૂલ નથી. સામા તો અથડાવાનાં જ છે. 'તમે કેમ અથડાયા?' ત્યારે કહે, 'સામો અથડાયો એટલે.' તે તમે આંધળા અને એ આંધળો થઈ ગયો.
તો ચાલો જોઈએ શું કહે છે પરમ પૂજ્ય દાદા ભગવાન તેમના જ શબ્દોમાં:
પ્રશ્નકર્તા : અથડામણમાં અથડામણ કરીએ તો શું થાય ?
દાદાશ્રી : માથું ફૂટી જાય ! તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું ?
પ્રશ્નકર્તા : આપણી જ ભૂલ છે.
દાદાશ્રી : હા, અને તે તરત એક્સેપ્ટ કરી લેવી. અથડામણ થઈ એટલે આપણે જાણવું કે 'એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ !' પોતાની ભૂલ જડે એટલે ઉકેલ થઈ ગયો, પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે 'સામાની ભૂલ છે' એવું ખોળવા જઈશું તો કોઈ દહાડોય આ પઝલ સોલ્વ નહીં થાય. 'આપણી ભૂલ છે' એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે, બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે અને ઉપાયો કરવા, એ આપણો અંદરખાને છૂપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો ? સામો આપણી ભૂલ કાઢે, તો આપણે એમ કહેવું કે 'હું તો પહેલેથી જ વાંકો છું.'
બુદ્ધિ જ સંસારમાં અથાડી મારે છે. અરે, એક બાયડીનું સાંભળીને ચાલે તોય પડતી આવે, અથડામણ થઈ જાય, તો આ તો બુદ્ધિબેન ! તેનું સાંભળે તો ક્યાંનો ક્યાંય ફેંકાય જાય ! અરે, રાત્રે બે વાગે ઉઠાડીને બુદ્ધિબેન અવળું દેખાડે. બૈરી તો અમુક વખત ભેગી થાય પણ બુદ્ધિબેન તો નિરંતર સાથે ને સાથે જ રહે. તે બુદ્ધિ તો 'ડીથ્રોન' (ફેંકાવી દે) કરાવે તેવી છે.
કોઇ સમસ્યાનું સમાધાન ન મળવાના કારણે અથડામણ થાય છે. કંઇ એવું બને છે કે જેની સાથે આપણે વ્યવહાર કરવા સક્ષમ નથી હોતા અને આપણે ખૂબ આવેશમાં આવી જઇએ જેથી આપણી આસપાસના લોકો સાથે અથડામણ થઇ જાય છે. આમ, અથડામણનું મૂળ કારણ આપણી અજ્ઞાનતા જ છે. જો આપણે કોઇ સાથે અથડાઇએ છીએ તો તે આપણી જ અજ્ઞાનતાની નિશાની છે.
ભીંત સાથે અથડાવું અને કોઇ સાથે મતભેદમાં ઊતરવું બન્ને સરખું જ છે. આ મૂળભૂત રીતે સરખી જ વસ્તુ છે. વ્યક્તિ ભીંત સાથે અથડાય છે કારણ કે તેને દેખાતું નથી તે જ રીતે વ્યક્તિ સાથે અથડામણમાં આવે છે કારણ કે તેને દેખાતું નથી. એક પોતાની સામે શું રહેલું છે તે જોઇ શકતું નથી તો એકને પોતાની સામે આવેલ પરિસ્થિતિનું શું સમાધાન છે તે દેખાતું નથી તેથી અથડાય છે. આ બધા શત્રુઓ – ક્રોધ-માન-માયા-લોભ આપણી સામે શું રહેલું છે તે જોઇ ન શકવાની ક્ષમતાને કારણે જ ઉદભવે છે. આ રીતે બધી સમજણ ગોઠવવી જોઇએ. અથડાઇએ છીએ તેમાં ભીંતનો કોઇ દોષ નથી જે વ્યક્તિને ઇજા થાય છે તેનો દોષ છે. અથડામણ થાય છે તે બધા માણસો ભીંત જેવા જ છે. જ્યારે તમે ભીંત સાથે અથડાવ છો ત્યારે શું તમે એવું વિચારો છો કે કોનો દોષ છે? શું તમે એવું સાબિત કરવા પણ મથો છો કે તમે સાચા જ છો? તમારે જેની જોડે અથડામણ થાય છે તે બધા માણસો ભીંત જેવાં જ છે તેવું વિચારવું જોઇએ. દરવાજા તરફ જોવું જોઇએ તો જ તમે અંધકારમાં પણ તમારો રસ્તો કાઢી શકશો. તમારે આ એક નિયમ નક્કી કરવાનો કે કોઇની જોડે અથડામણમાં આવવું નથી.
અથડાવું એ કુદરતી છે. વ્યક્તિ જોડે પૂર્વજન્મના હિસાબ બંધાયેલ હોવાના કારણે અથડામણ થાય છે. જેની સાથે તમારે આવા હિસાબો નથી તેની સાથે અથડામણ ન થાય. તમારા પૂર્વજન્મના ઘર્ષણો ફરીથી ઘર્ષણ જન્માવે છે. ઘર્ષણ સંઘર્ષણને જન્માવે છે અને આ રીતે વધુ ને વધુ ઘર્ષણો થયા કરે છે.
પણ જો અથડામણમાં સમજણથી વ્યવહાર કરવામાં આવે તો ખૂબ સારી આધ્યાત્મિક પ્રગતિ થઇ શકે છે. તે તમને ખૂબ ઉપર લઇ જશે. જેટલી અથડામણની તીવ્રતા વધુ તેટલું વધુ ઉપર જઇ શકાશે. નદીના તીવ્ર પ્રવાહમાં પથ્થરો ઘસાઇ ઘસાઇને લીસા અને ગોળ થાય છે તે જ રીતે વ્યક્તિના જીવનમાં અથડામણો અને ઘર્ષણો થવાથી વ્યક્તિત્વને નિખારે છે.
જો આ ઘર્ષણ ન થાય તો તમારો વિકાસ રૂંધાય છે. તેથી અથડામણ થાય તો નિરાશ થવાની જરૂર નથી, જ્યારે જ્યારે અથડામણ થાય ત્યારે પ્રતિક્રમણ કરો (માફી માગો).
અથડામણ તો થશે જ. પરંતુ જેની સાથે અથડામણ થાય છે તેની સાથે ભેદ ન પડી જવો જોઇએ એ અગત્યનું છે. તમારે એ લક્ષમાં રાખવું જોઇએ કે ઘર્ષણથી અભેદતા તૂટી ના જાય. આ જ આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી છે.
અથડામણ ટાળવા માટેનો તમારો સ્ટ્રોંગ નિશ્ચય હોવો જોઇએ. જ્યારે જ્યારે અથડામણ થાય ત્યારે તમારે તે વ્યક્તિની અંદર રહેલા શુધ્ધાત્મા પાસે માફી માગવી જોઇએ અને તે વ્યક્તિ સાથે સાચો મિત્રતાભર્યો વ્યવહાર રાખવો જોઇએ.
તો પણ તે વ્યક્તિ સાથે તમારે ફરીથી અથડામણ થશે. તમારે ફરીથી પ્રતિક્રમણ કરવાના. આવી અથડામણો ચાલુ જ રહેશે, કારણકે તે કર્મોના ઘણા બધા પડ બંધાયેલા હશે, પરંતુ દરેક પ્રતિક્રમણથી અને તમારા ફરીથી ન અથડાવાના નિશ્ચયથી તે કર્મનું એક પડ જશે અને તમે મોક્ષના માર્ગે આગળ વધશો. એક દિવસ તમે તમામ અથડામણોથી મુક્ત થઇ જશો.
અને જે વ્યક્તિ સાથે તમારે અથડામણ થઇ છે, તેનો દોષ જોવાઇ ગયો છે, અથવા તમારે ગંભીર મતભેદ તે વ્યક્તિ સાથે પડી ગયો છે તો તમારે તે બધા માટે અલગ પ્રતિક્રમણ કરવું જોઇએ., તમને બીજાનો દોષ દેખાયો તે જ તમારો દોષ છે તેવું સમજવું જોઇએ. કોઇ પણ જીવ પ્રત્યેનો જોયેલો એક નાનકડો દોષ પણ ખૂબ હાનિકારક છે. બન્ને તરફ તેનાથી નુકસાન જાય છે. જો કે તમે પ્રતિક્રમણ કરો છો તો તમારો દોષ ભૂંસાઇ જાય છે. તેથી જ્યારે પણ ઘર્ષણ થાય ત્યારે પ્રતિક્રમણ કરવું જેથી તેનો અંત આવશે. નહિતર તેના ખૂબ ભયંકર પરિણામો આવશે.
જ્યારે તમે ખરેખર કોણ છો તે સમજાય તો તમે બાહ્ય તેમજ આંતરિક શાંતિ મેળવી શકશો. તેથી કોઇપણ બાબત હોય, ‘તમારે’ અથડાવાનું નહિ. આમ, જ્યારે તમને તમારી જાતનું ખરું ભાન થશે, ત્યારે કોઇપણ પરિસ્થિતિ તમને ગૂંચવી નહિ શકે કે અસર નહિ કરી શકે. તમે સ્થિર રહી શકશો અને સમસ્યાનું સમાધાન મેળવી શકશો. ફક્ત જ્ઞાની પુરુષ જ આ અજ્ઞાનતાને દૂર કરી શકશે.
Q. અથડામણ એટલે શું? અથડામણના પ્રકારો ક્યા ક્યા છે?
A. અથડામણ શું છે એ સમજીએ તે પહેલા આપણે નીચેની પરિસ્થિતિ વિશે વિચારીએ: “ધારો કે તમે રસ્તા પર ચાલી... Read More
A. જો આપણે અથડામણની અસરોથી વાકેફ હોઇએ, તો આપણે તેના ભયસ્થાનોને સમજી શકીએ અને શરૂઆતથી જ અથડામણમાં... Read More
Q. ‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું?
A. અથડામણ ટાળવાના પ્રયત્નોમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે અને ‘ટાળવા’નો મતલબ ‘સહન કરવું’ એવો કરી બેસે છે.... Read More
Q. અથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે?
A. જીવનમાં અમુક સમય એવો આવે છે જેમાં અથડામણ ઊભી થઇ જાય છે અને આપણે તે આવી પડેલ પરિસ્થિતિમાં કઇ રીતે... Read More
Q. કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ કઇ રીતે ટાળવી?
A. જ્યારે કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ ટાળવા આપણે શું કરવું જોઇએ? એક બાજુ એક... Read More
Q. જ્યારે કોઇ તમારું અપમાન કરે ત્યારે અથડામણ કઇ રીતે ટાળવી?
A. જો કોઇ તમને ફક્ત એક વખત જ ખરાબ શબ્દ બોલે, તો તમે તમારી જાતને પૂછશો કે શા માટે તે આવું કરે છે અને... Read More
Q. પરિવાર સાથેના મારા ઝઘડા કઇ રીતે ટાળવા?
A. તમારે ક્યારેય પણ તમારા પરિવારના સભ્યો સાથે ઝઘડવું ન જોઇએ. જેને તમે અત્યંત પ્રેમ કરતા હોવ અને સામે... Read More
Q. કલેશ રહિત જીવન કેવી રીતે જીવી શકાય?
A. તમે તમારા જીવનમાં દરરોજ ઘણી બધી અથડામણનો સામનો કરતા હશો, દાખલા તરીકે: જ્યારે તમારો બોસ તમને... Read More
A. જીવનમાં અથડામણના પ્રસંગમાં કઇ રીતે વ્યવહાર કરવો તે માટેના અસંખ્ય રસ્તાઓ છે, જો કે, અથડામણ નિવારવા... Read More
subscribe your email for our latest news and events