તમે તમારા જીવનમાં દરરોજ ઘણી બધી અથડામણનો સામનો કરતા હશો, દાખલા તરીકે:
અને આવા ઘણા કારણો જેમ કે કલેશ રહિત જીવન કઈ રીતે જીવી શકાય, તેની શોધમાં આપ અહીં આવ્યા છો.
સામી વ્યક્તિનો દ્રષ્ટિકોણ અથવા માન્યતા ન સ્વીકારી શકવાથી મતભેદ ઉદભવે છે, અને આ મતભેદોથી આપણા સંબંધો ઝઘડામાં પરિણમે છે.
“અથડામણ ટાળો” – પરમ પૂજ્ય દાદા ભગવાને કહેલું આ એક વાક્ય જો તમે જેમ છે તેમ ગળી જાવ, તો તમારું કામ થઇ ગયું! તેના માટે દ્રઢ અને સિન્સીયર (પ્રમાણિક) રીતે તમારી તૈયારી જોઇશે. તમારી અંદર બધી જાતની અથડામણોના ઉકેલ માટે અનંત શક્તિઓ રહેલી છે, પછી ભલે તે અથડામણો ગમે તેટલી તીવ્ર કેમ ન હોય!
તમારો દ્રઢ નિશ્ચય અને આ શબ્દોની શક્તિ બધું કામ કરી શકશે. એવો દ્રઢ નિશ્ચય કરો કે ‘ હું તેમની સાથે કોઇ પણ કિંમતે અથડામણમાં આવીશ નહિ, સામો વિરોધી ગમે તેટલો બળવાન કેમ ન હોય.’
જ્યારે લોકો ટ્રાફિક્ના નિયમો અનુસરે તો રસ્તા પર ટ્રાફિક બાબતે કોઇ સમસ્યા રહેતી નથી, ખરું ને?
તે જ રીતે, તમારા રોજિંદા જીવનમાં જો કુદરતના નિયમો સાચી રીતે અનુસરવામાં આવે તો, તમે અથડામણ થતી રોકી શકશો અને અથડામણ મુક્ત જીવન જીવી શકશો. પરંતુ જીવના કાયદા માટે તમારી પાસે મર્યાદિત અર્થો હોવાને કારણે સમસ્યા ઊભી થાય છે. તમે તમારા પોતાના કાયદા અને અર્થઘટનનું અનુસરણ કરો છો તેથી અથડામણ ઉદ્ભવે છે અને તમે અથડામણ દુર કરવાની સાચી પધ્ધતિ જાણતા નથી.
ધારો કે, તમે ટ્રૈનમાંથી ઊતરો છો અને તમે તમારો સામાન ઊંચકવાવાળા શોધો છો. કેટલાક કુલીઓ તમારી સામે આવી રહ્યા છે અને તમે તેમાંથી એકને સામાન ઊંચકવાનો કહો છો. તે તમારો સામાન ઊંચકી બહાર મૂકી જાય છે, પરંતુ પૈસા ચૂકવતી વખતે તમે તેની સાથે ઝઘડો કરો છો, “તું આટલા બધા રૂપિયા કેમ કહે છે?” લોકોને દરેક સમયે અથડામણ કરવાની ટેવ પડી ગઇ હોય છે. આવી ક્ષુલ્લક બાબતો પર અથડામણ ન કરવી. જો તે બસો પચાસ રૂપિયા પણ કહે ને તો પણ શાંતિથી સમજાવીને ઓછા કરવા કહેવું.
“સાંભળ ભાઇ, ખરેખર તો આ સો રૂપિયાનું જ કામ છે છતાં આ બસો રૂપિયા લઇ લે!” તમારે થોડા ઘણા વધુ ઓછા રૂપિયા આપીને વાતની પતાવટ કરવી જોઇએ. આ અથડામણ કરવાની જગ્યા નથી. જો સામો વ્યક્તિ નબળો હશે, તો તે જવા દેશે અને દુ:ખી થશે કારણ કે તે નબળી વ્યક્તિ છે, પરંતુ તેને તમારી તરફ અભાવ થશે. આ અભાવ વેરનું બીજ વાવશે, અને તે આવતા જન્મમાં પરિણામ આવશે. દરેક મનુષ્ય, ખરેખર તો પ્રત્યેક જીવ માત્ર વેર વાળવાને સક્ષમ છે.
બીજી તરફ, જ્યારે કોઇ તમારી સામે આવે અને તમને તીવ્ર અપશબ્દો બોલે, ત્યારે તમારે ચેતી જવું અને તે વ્યક્તિ સાથેની અથડામણ ટાળવી. તમને અંદર ક્ષોભની લાગણી ઊભી થશે જે તમને દુ:ખી કરશે. તેથી તમારે ખ્યાલમાં રાખવું કે તે વ્યક્તિની અસર તમારા મન પર થશે અને તેથી તમારે તેના માર્ગમાંથી ખસી જવું. આ અથડામણ સ્પંદનના રૂપમાં હોય છે. તેથી, અથડામણ ટાળો.
તે વ્યક્તિના શબ્દો ખૂબ જ તીવ્ર કેમ ન હોય, તો પણ તમારે તમારી અંદર અથડામણ ઊભી થવા દેવાની નહિ. આ સિધ્ધાંતનું પાલન કરવું એ જ ધર્મ છે. શબ્દો એવી શર્ત લઇને નથી આવતા કે તેનાથી અથડામણ થાય જ. તમને ચીડવતા હોય તેવા શબ્દોને બાજુમાં મૂકતા શીખવું જોઇએ અને તેના વિશે ભૂલી જવું જોઇએ. જે આવું કરી શકે છે તે જ માણસ કહેવાને લાયક છે.
અને તમે તમારા શબ્દો દ્વારા તમારો અહમ પોષવા માટે કોઇને ચીડવો છો તો તે તો બહુ ભયંકર ગુનો છે. આવું ક્યારેય ન કરો.
જેમ જેમ તમારી સમજણ વિકાસ પામતી જશે, તેમ તમે અથડામણો ટાળી શકશો.
એકવખત તમે આ અથડામણોના ઊંડાણમાં ઊતરશો, પછી તમે તે શા માટે ઉદ્ભવે છે તે સમજશો. પછી, તમે ફરીથી આ જ પ્રકારની પરિસ્થિતિમાં આવશો, તો પણ તમારે અથડામણ ટાળવા માટે શું ન કરવું જોઇએ તે ખરેખર સમજી શકશો. ધીમે ધીમે, આ બધુ ત્યારે જ રહેશે જ્યારે તમારો દ્રઢ નિશ્ચય હશે કે તમારે કોઇની સાથે ક્યારેય અથડામણમાં આવવું નથી અને પછી જ તમે આ કરી શક્શો એટલે કે સફળ થશો. આ તરત જ થશે નહિ પરંતુ ભવિષ્યમાં તમે આનું પરિણામ ચોક્કસ મેળવશો.
ધારો કે તમે કોઇ વ્યક્તિ સાથે સતત અથડામણમાં આવો છો. તો તમારે કોઇ પણ કિમતે તે વ્યક્તિ માટે નિંદા કરવાનું છોડી દેવું જોઇએ. જો તમે તે વ્યક્તિ માટે નકારાત્મક બોલો છો, તો તે વ્યક્તિની ગેરહાજરી હોવા છતાં તે નેગેટિવ સ્પંદનો તેઓ સુધી પહોંચી જાય છે અને તેનાથી પરિસ્થિતિ બગડે છે.
જો સામી વ્યક્તિ તમારી સાથે બોલતી નથી, અને તમે ખૂબ હતાશ થઇ જાવ છો, જો તમે જતું કરતા નથી તો આવી પરિસ્થિતિ ફરી ફરી ઉભી થયા કરે છે અને તમે સતત ચિંતામાં રહો છો. તે માટેની ચાવી છે તમારે તે વ્યક્તિ માટે પ્રાર્થના કરવી જોઇએ. તમે પ્રાર્થના કરો કે ‘ તેઓને સાચી સમજણ અને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને તેથી તેઓ નેગેટિવિટિમાંથી બહાર આવે.’ આવું કરવાથી પોઝિટિવ સ્પંદનો તેમના સુધી પહોંચે છે, પરિસ્થિતિનો સ્થિરતાથી ઉકેલ આવે છે. તમારી વિપરિત બુધ્ધિનો અંત આવે છે અને તમારા તે વ્યક્તિ તરફના ભાવો બગડતા નથી. તેનાથી અંતે તમને ફાયદો થાય છે.
જો તમે જાતે એવી પરિસ્થિતિમાં મૂકાય જાવ છો કે જેમાં તમારે અથડામણમાં આવવું પડે છે, તો તમે પ્રતિક્રમણ કરીને માફી માગો. ભવિષ્યમાં અથડામણોને ટાળવા માટેની આ એક્માત્ર ચાવી છે. તમારે કઇ રીતે પ્રતિક્રમણ કરવું અને તે અથડામણ ટાળવામાં કઇ રીતે મદદરૂપ થશે તેની વિગતવાર સમજણ અહીં મળશે.
સંસ્કારી વ્યક્તિઓ ઝઘડતા નથી. તેઓ હંમેશા કોઇ અડચણ વગર શાંતિની ઊંઘ પસંદ કરે છે. જે અસભ્ય છે તે જ દલીલો કરે છે અને એકબીજા સાથે સતત ઝઘડાઓ કરે છે.
Q. અથડામણ એટલે શું? અથડામણના પ્રકારો ક્યા ક્યા છે?
A. અથડામણ શું છે એ સમજીએ તે પહેલા આપણે નીચેની પરિસ્થિતિ વિશે વિચારીએ: “ધારો કે તમે રસ્તા પર ચાલી... Read More
A. અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઇ રીતે મેળવવો? જો આપણે અથડામણ... Read More
A. જો આપણે અથડામણની અસરોથી વાકેફ હોઇએ, તો આપણે તેના ભયસ્થાનોને સમજી શકીએ અને શરૂઆતથી જ અથડામણમાં... Read More
Q. ‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું?
A. અથડામણ ટાળવાના પ્રયત્નોમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે અને ‘ટાળવા’નો મતલબ ‘સહન કરવું’ એવો કરી બેસે છે.... Read More
Q. અથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે?
A. જીવનમાં અમુક સમય એવો આવે છે જેમાં અથડામણ ઊભી થઇ જાય છે અને આપણે તે આવી પડેલ પરિસ્થિતિમાં કઇ રીતે... Read More
Q. કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ કઇ રીતે ટાળવી?
A. જ્યારે કોઇ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ ટાળવા આપણે શું કરવું જોઇએ? એક બાજુ એક... Read More
Q. જ્યારે કોઇ તમારું અપમાન કરે ત્યારે અથડામણ કઇ રીતે ટાળવી?
A. જો કોઇ તમને ફક્ત એક વખત જ ખરાબ શબ્દ બોલે, તો તમે તમારી જાતને પૂછશો કે શા માટે તે આવું કરે છે અને... Read More
Q. પરિવાર સાથેના મારા ઝઘડા કઇ રીતે ટાળવા?
A. તમારે ક્યારેય પણ તમારા પરિવારના સભ્યો સાથે ઝઘડવું ન જોઇએ. જેને તમે અત્યંત પ્રેમ કરતા હોવ અને સામે... Read More
A. જીવનમાં અથડામણના પ્રસંગમાં કઇ રીતે વ્યવહાર કરવો તે માટેના અસંખ્ય રસ્તાઓ છે, જો કે, અથડામણ નિવારવા... Read More
subscribe your email for our latest news and events