પ્રેમની પરિભાષા
કોઈની પ્રત્યે આકર્ષણ થાય એને પ્રેમ ના કહેવાય એ આસક્તિ કહેવાય. શુદ્ધ પ્રેમ છે એ પરમાત્મા પ્રેમ છે, જે પ્રેમમાં કંઈ પણ મેળવવાની ભાવના નથી, કંઈ જોઈતું નથી. મેળવીએ સમજણ સાચા પ્રેમની.
“હું તને પ્રેમ કરું છું!”... “આઈ લવ યુ!”... “એણે મારી સાથે પ્રેમમાં દગો કર્યો!”... “મમ્મી, તું ભાઈને વધારે લવ કરે છે, મને નહીં!”
વ્યવહારમાં પ્રેમ શબ્દ એટલો બધો ચોળાઈ ગયો છે કે આપણને ડગલે ને પગલે પ્રશ્ન થયા કરે કે પ્રેમ ખરેખર શું છે? પ્રેમને વ્યક્ત કરવા માટે ફીલિંગ્સ, ઈમોશન્સ, અટેચમેન્ટ, રાગ, મોહ, વાત્સલ્ય વગેરે શબ્દો પણ વપરાય છે. શું આ લાગણીઓને પ્રેમ કહેવાય?
જીવન વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ પ્રેમ શબ્દ પ્રયોજાતો હોય છે, પણ સાથે સાથે એ જ વ્યવહાર કે સંબંધોમાં રાગ-દ્વેષ ઊભા થાય, ત્યારે પ્રશ્ન થાય કે આને પ્રેમ કહેવાય? જ્યાં સંબંધોમાં એકબીજા પ્રત્યે સ્વાર્થ, ઘાટ, બદલાની આશા ડોકાતી હોય ત્યાં શું ખરેખર આ પ્રેમ છે? એકબીજા ઉપર દોષારોપણ થતું હોય, સામસામે આક્ષેપો અપાતા હોય, તો પ્રશ્ન થાય કે પ્રેમ હોય ત્યાં આવું તે હોઈ શકે? સાચો પ્રેમ કોને કહેવો? સાચો પ્રેમ ક્યાં મળે?
આ તમામ પ્રશ્નોના અહીં સ્વયં પ્રેમમૂર્તિ જ્ઞાની પુરુષ પાસેથી જવાબ મળે છે. તેઓશ્રી સાચા પ્રેમની વ્યાખ્યા આપે છે, જેનાથી સંસારમાં પ્રેમ પ્રત્યે પ્રવર્તતી તમામ ગેરમાન્યતાઓ દૂર થાય છે. સંસારમાં કહેવાતા પ્રેમના સંબંધોમાં જ્યારે કડવાશ ઊભી થાય ત્યારે હૃદયમાં અપાર દુઃખ અનુભવાય છે. એ તમામ સંબંધોમાં પ્રેમવાળો વ્યવહાર કઈ રીતે કેળવી શકાય તેની સમજણ અહીં ખુલ્લી થાય છે. આજે યુવાનો અને ટીનેજરોમાં પ્રેમમાં પડવાના, પ્રેમભગ્ન થવાના અને પરિણામે હતાશ કે ડિપ્રેસ થવાના કિસ્સાઓ હાલતા ને ચાલતા બને છે. એ સૌને સાચો રાહ દર્શાવતી સમજણ અહીં ખુલ્લી થાય છે.
આખું જગત સાચા પ્રેમથી જ વશ થાય એમ છે. જગતે જોયો નથી, જાણ્યો નથી, શ્રદ્ધયો નથી, અનુભવ્યો નથી એવો શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મ પ્રેમ છે. એવો પ્રેમ જેણે ચાખ્યો, પછી એ ક્યારેય વિસરાતો નથી! આ કાળમાં સંસારની બધી જંજાળોમાં જકડાયેલા હોવા છતાં પણ આવા શુદ્ધ પ્રેમને પ્રાપ્ત કરવાનો રાહ અહીં ખુલ્લો થાય છે.
A. કબીર સાહેબે કહ્યું છે કે, “પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ,ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત... Read More
Q. આસક્તિ અને પ્રેમમાં શું ફેર છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાનની દૃષ્ટિએ મોહ અને આસક્તિ એ પ્રેમ નથી. તેઓશ્રી આપણને લૌકિક માન્યતાથી વિરુદ્ધ... Read More
Q. કોઈ વ્યક્તિના પ્રેમમાં પડવું એટલે શું?
A. તરુણો ટીનેજમાં આવે એટલે એમનામાં થતા શારીરિક ફેરફાર, વધુ પડતો સોશિયલ મીડિયાનો પ્રભાવ, સ્કૂલ કે... Read More
Q. લગ્નજીવનમાં પ્રેમ કઈ રીતે ટકે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આખી દુનિયા જીતવાની નથી, ઘર જ જીતવાનું છે.” ઘરમાં સૌથી નાજુક સંબંધ... Read More
Q. બાળકો પ્રત્યે પ્રેમથી કેવી રીતે વર્તવું?
A. વ્યવહારમાં બાળકો ફક્ત પ્રેમથી જ વશ થઈ શકે, ત્યાં બીજા બધા હથિયાર અંતે નકામા નીવડે. મા-બાપને એમ જ... Read More
Q. પરમાત્મ પ્રેમ એટલે શું? આવો પ્રેમ ક્યાં મળે?
A. જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ, એ જ પરમાત્મા છે!!! - પરમ પૂજ્ય દાદા ભગવાન શુદ્ધ પ્રેમ એ જ... Read More
Q. પ્રેમસ્વરૂપ કેવી રીતે થવાય?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “પ્રેમસ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે!” કારણ કે આ જગત પ્રેમથી જ સુધરે... Read More
subscribe your email for our latest news and events