Related Questions

ગુરુના લક્ષણો કયાં કયાં છે? ગુરુની વ્યાખ્યા શું છે?

પ્રશ્નકર્તા : સાચા ગુરુનાં લક્ષણ ક્યાં ?

દાદાશ્રી : જે ગુરુ પ્રેમ રાખે, જે ગુરુ આપણા હિતમાં હોય, એ જ સાચા ગુરુ હોય. આવાં સાચા ગુરુઓ ક્યાંથી મળે ! ગુરુને આમ જોતાં જ આપણું આખું શરીર આમ વિચાર્યા વગર જ નમી જાય.

તેથી લખ્યું છે ને,

'ગુરુ તે કોને કહેવાય, જેને જોવાથી શિશ ઝુકી જાય.'

guru

જોતાંની સાથે જ આપણું મસ્તક નમી જાય, એનું નામ ગુરુ. એટલે ગુરુ હોય તો વિરાટ સ્વરૂપ હોવા જોઈએ. તો આપણી મુક્તિ થાય, નહીં તો મુક્તિ ના થાય.

ગુરુ આંખમાં સમાય એવા

પ્રશ્નકર્તા : ગુરુ કોને કરવા, એય પ્રશ્ન છે ને ?

દાદાશ્રી : જ્યાં આપણું દીલ ઠરે તો એમને ગુરુ કરવા. દીલ ના ઠરે ત્યાં સુધી ગુરુ કરવા નહીં. એટલે અમે શું કહ્યું કે ગુરુ જો કરે તો આંખમાં સમાય એવા કરજે.

પ્રશ્નકર્તા : 'આંખમાં સમાય એવા' એટલે શું ?

દાદાશ્રી : આ લોક પૈણે છે તે છોકરીઓ જો જો કરે છે, તે શું જુએ છે એ ? છોકરી આંખમાં સમાય એવી ખોળે છે. જો જાડી હોય તો એનાં વજનમાં જોર લાગે, આંખમાં જ જોર પડે, વજન લાગે ! પાતળી હોય તો એને દુઃખ થાય, આંખમાં જોતાં જ સમજાય. તે 'ગુરુ આંખમાં સમાય એવા' એટલે શું ? કે આપણી આંખને બધી રીતે ફીટ થાય, એમની વાણી ફીટ થાય, એમનું વર્તન ફીટ થાય, એવા ગુરુ કરજે !

પ્રશ્નકર્તા : હા, બરોબર છે. એવા ગુરુ હોય તો જ એને આશ્રિતપણું રહે એમનું.

દાદાશ્રી : હા, જો ગુરુ કદી આપણને દિલમાં વસે એવા હોય, એમની કહેલી વાત આપણને બધી ગમતી હોય, તો એમનો એ આશ્રિત થઈ જાય. પછી એને દુઃખ ના હોય. ગુરુ, એ તો બહુ મોટી વસ્તુ છે. આપણું દિલ ઠરે એવું લાગવું જોઈએ, આપણને જગત ભૂલાવડાવે એને ગુરુ કરવા. જોતાંની સાથે આપણે જગત ભૂલી જઈએ, જગત વિસ્મૃત થઈ જાય આપણને, તો તેને ગુરુ કરવા. નહીં તો ગુરુનું માહાત્મ્ય જ ના હોય ને ! 

×
Share on