• question-circle
  • quote-line-wt

વ્યવ્હારમાં શબ્દોની અસર : કડવી વાણી ટાળો (દુઃખદાયી શબ્દો ટાળો)

વ્યવહારિક જીવનમાં ક્યારેય આધ્યાત્મએ પ્રવેશ કર્યો જ નથી. બંનેને જુદા જ રાખવામાં આવ્યા છે. અહીં અક્રમ વિજ્ઞાને આધ્યાત્મને સંસાર વ્યવહારનાં(વ્યવહારિક જીવનનાં) હાર્દમાં મુક્યુ છે.

પૂજ્ય દાદાશ્રીએ આપણાં મિત્રો અને પરિવાર સાથે જે વાણી વપરાય છે, તે કેવી સમ્યક્ પ્રકારે હોવી જોઈએ, કે જેથી તે કોઈને ના દુભાવે તેનાં પ્રેક્ટીકલ દાખલાઓ આપી સુંદર સમાધાન આપ્યું છે. એ સમાધાન હૃદય સોંસરવું ઊતરી ને મુક્ત કરાવે !

કોઈ જગ્યાએ સારી વાણી બોલતા હશો ને ? કે નહીં બોલતા હો ? ક્યાં આગળ બોલતા હશો ? જેમને બોસ માને છે, તે બોસ જોડે સારી વાણી બોલવાના ને અન્ડરહેન્ડ ને ઝાપટ ઝાપટ કરવાનાં. આખો દહાડો 'તેં આમ કર્યું, તેં તેમ કર્યું' કહ્યા કરે. તે એમાં આખી વાણી બધી બગડી જાય છે. કારણકે અહંકાર છે એની પાછળ.

આગળ વાંચો, વાણીથી ઉત્પન્ન થતી અથડામણો અને એમાં કઈ રીતે સમાધાનકારી ઉકેલ લાવવાં?

સ્યાદ્દવાદ વાણી

સ્યાદવાદ એટલે કોઈનું પણ પ્રમાણ ના દુભાય અને બધાના પ્રમાણને સાચવે, એનું વાણી વર્તન અને વિચારો પણ એવા જ હોય. સ્યાદવાદ વાણી, વર્તન અને મનન વિશે વધુ જાણો આ વીડિયો દ્વારા.

play
previous
next

Top Questions & Answers

  1. Q. વ્યવ્હારમાં શબ્દોની અસર શું થાય છે?

    A. પ્રશ્નકર્તા : પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે. દાદાશ્રી : શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ... Read More

  2. Q. કડવા શબ્દો બોલવાનું કેવી રીતે ટાળવું?

    A. મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં... Read More

  3. Q. ઘરમાં દલીલ કરવાનું કેવી રીતે ટાળવું?

    A. પ્રશ્નકર્તા : ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું ? દાદાશ્રી : ડાહ્યો માણસ હોયને તો લાખ... Read More

  4. Q. બાળકો સાથે કેવી રીતે વર્તવું?

    A. પ્રશ્નકર્તા : છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે ! દાદાશ્રી : છોકરા તરીકે... Read More

  5. Q. બાળકો ને કેવી રીતે સંભાળવા? બાળકો શા માટે દલીલ કરે છે?

    A. પ્રશ્નકર્તા : અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી... Read More

  6. Q. જ્યારે કોઈ વ્યકિત જુઠ્ઠું બોલે તો ત્યારે આપણે તેને કંઈ જ ના કહેવું?

    A. પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતાં હોય કે ખોટું કરતાં હોય તો ય આપણે બોલવું નહીં ? દાદાશ્રી :... Read More

  7. Q. મારી ધંધા/કામકાજ ની જગ્યા પર કડવા શબ્દો બોલવાનું કેવી રીતે ટાળવું?

    A. પ્રશ્નકર્તા : વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું કરવું... Read More

  8. Q. અપમાનનો સામનો કેવીરીતે કરવો?

    A. પ્રશ્નકર્તા : કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું ? સમભાવ કેવી રીતે રાખવો... Read More

  9. Q. મતભેદ રહિત સંબંધો કેવી રીતે પ્રાપ્ત થાય?

    A. દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે ? કૂતરાં વઢતાં હોય તો ય ના ગમે આપણને. આ તો કર્મના... Read More

  10. Q. વ્યવહારમાં મતભેદ કેવી રીતે ઉકેલવા?

    A. પ્રશ્નકર્તા : કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ? દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું... Read More

Spiritual Quotes

  1. શબ્દો મીઠા જોઈએ અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં.
  2. તમારા બોલવામાં કોઈ એવું વાક્ય નથી ને, કે કોઈને દુઃખદાયી થઈ પડે એવું ? ત્યાં સુધી બોલવાનું ખરાબ કહેવાય નહીં.
  3. આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.
  4. બોલ એ તો લક્ષ્મી છે. તેને તો ગણી ગણીને આપવાં જોઈએ.
  5. બોલવું હોય તો સારું બોલજો.
  6. સામાને ફીટ થઈ, એનું નામ કરેક્ટ વાણી ! સામાને ફીટ થાય એવી આપણી વાણી બોલવી જોઈએ.
  7. જૂઠું બોલવાથી શું નુકસાન થતું હશે? વિશ્વાસ ઊઠી જાય આપણા પરથી! ને વિશ્વાસ ઊઠી ગયો એટલે માણસની કિંમત ખલાસ!
  8. કોઈની નિંદા કરોને એટલે તમારે ખાતે ‘ડેબિટ’ થયું ને પેલાને ખાતે ‘ક્રેડિટ’ થયું. આવો ધંધો કોણ કરે ?
  9. સ્યાદ્‌વાદ વાણી શું કહે છે? તમે એવું બોલો કે પાંચ જણ લાભને પામે ને કોઈનેય ડખો ના થાય.
  10. કોઈ માણસ અવળી વાણી બોલતો હોય તો તમે છે તે તમારી વાણી ના બગાડો.
  11. દરેક શબ્દ બોલવો જોખમ ભરેલો છે. માટે જો બોલતાં ના આવડે તો મૌન રહેવું સારું. ધર્મમાં બોલો તો ધર્મનું જોખમ ને વ્યવહારમાં બોલો તો વ્યવહારનું જોખમ. વ્યવહારનું જોખમ તો ઊડી જાય, પણ ધર્મનું જોખમ બહુ ભારે. ધર્મની બાબતમાં એનાથી બહુ ભારે અંતરાય પડે !
  12. આ જગતમાં કોઈ શબ્દ નકામો બોલાતો નથી.
  13. કો’કની ઉપર નાખો તે બધી જ વાણી છેવટે તમારી ઉપર જ પડે છે. માટે એવી શુદ્ધ વાણી બોલો કે શુદ્ધ વાણી જ તમારી ઉપર પડે.
  14. વાણી બોલો તેનો વાંધો નથી, પણ અમે સાચા છીએ એમ એનું રક્ષણ ના હોવું જોઈએ.
  15. વચનબળ શી રીતે પ્રાપ્ત થાય ? એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું વચનબળ સિદ્ધ થાય !
  16. હા' શબ્દમાં બહુ બધી શક્તિ છે અને 'ના' શબ્દમાં બહુ અશક્તિ છે.
  17. સેન્સિટિવ' માણસની, સામો કંઈક શબ્દ બોલ્યો, કે તરત જ 'ઇફેક્ટ' થાય. ખરી રીતે શબ્દ તો 'રેકર્ડ' છે !
  18. લોકો બોલેલા શબ્દો પાછાં ખેંચી લેવડાવે છે. પણ એને સમજ પડતી નથી કે વાણી તો રેકર્ડ છે, એટલે પાછી શી રીતે ખેંચી લે ?
  19. કડવું કહેનારો જ આ દુનિયામાં કોઈ મળે નહીં. આ મીઠાશથી જ બધા રોગ અટક્યા છે. તે કડવાશથી રોગ જશે, મીઠાશથી રોગ વધશે. કડવું વેણ સાંભળવાનો વખત ના આવે તેવું આપણું જીવન હોવું જોઈએ. છતાંય કડવું વેણ સાંભળવાનું આવે તો સાંભળવું. તે તો હંમેશાં હિતકર જ હોય.
  20. જ્યારે મૌન થશો ત્યારે જગત સમજ્યા ગણાશો.
  21. મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી. બોલેલી કડકાઈ તો વેડફાઈ જાય.
  22. જેટલું મૌન પકડશો, એટલી બુદ્ધિ બંધ થશે.
  23. પોતાની ‘સેફસાઈડ’ માટે જૂઠું બોલો તો ક્યાંથી વચનબળ રહે ?
  24. આપણે જે શબ્દ બોલીએ છીએ તે નથી બોલવો છતાં બોલાઈ જાય છે. પ્રકૃતિ નાચે છે ને આવું તોફાન ઊભું થઈ જાય છે. તે કેટલાંય ‘પ્રતિક્રમણ’ થાય ત્યારે એ પ્રકૃતિ બંધ થાય !
  25. મતભેદ પડે ત્યાં આપણા શબ્દો પાછાં ખેંચી લેવા, એ ડાહ્યા પુરુષોની નિશાની.
  26. આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહેજાસહેજ છે. આ કાળમાં વાણીથી જ બંધન છે. માટે કોઈના માટે અક્ષરેય બોલાય નહીં.
  27. આ વાતાવરણમાં બધા પરમાણુઓ ભરેલા છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ. એક શબ્દેય બેજવાબદારીવાળો ના બોલીશ. અને બોલવું હોય તો સારું બોલ.
  28. સત્ય કોને કહેવાય? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુઃખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય, એ મોટામાં મોટું સત્ય છે! મોટામાં મોટો સિદ્ધાંત છે! આ 'રિયલ' સત્ય નથી, આ છેલ્લામાં છેલ્લું 'વ્યવહાર સત્ય' છે!
  29. સાહજિક વાણી એટલે જેમાં કિંચિત્માત્ર અહંકાર ના હોય !
  30. આ જેટલું બોલો છો, તેને અહંકાર કહેવાય. વાણી એ ખુલ્લો અહંકાર છે. 'મેં કર્યું ને હું કરીશ' એવું બોલે છે એ તો 'ડબલ અહંકાર' છે !
  31. ગઈ તિથિ તો બ્રાહ્મણેય ના જુએ, ને અક્કલવાળા યાદ રાખે કે આણે મને દગો દીધો હતો, આણે મને અક્કલ વગરનો કહ્યો હતો ! આ વાણીનો પ્રવાહ તો પાણીના પ્રવાહની જેમ છે ! તેની શી રીતે પુછાય કે તમે કઈ રીતે અથડાતા આવ્યા ?!
  32. ‘બોલ’ તો ‘એક્સપેન્સ’ (ખર્ચો) કહેવાય. વાણી ખર્ચાઈ ના જવી જોઈએ. ‘બોલ’ એ તો લક્ષ્મી છે. તેને તો ગણી ગણીને આપવી જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે ?
  33. જેટલાં સેન્સિટિવ હોય, એણે મૌન રાખવાની જરૂર. મૌન રાખવા કરતાં તો આપણી વાણી બીજાને શી અસર કરે છે, એ લક્ષમાં હોય તો વધારે સારું.
  34. સ્યાદ્‍વાદ વાણીની ભૂમિકા ક્યારે ઉત્પન્ન થાય ? જ્યારે અહંકાર શૂન્ય થાય. જગત આખું નિર્દોષ દેખાય, કોઈ જીવનો કિંચિત્માત્ર દોષ ના દેખાય, કોઈનું કિંચિત્માત્ર ધર્મપ્રમાણ ના દુભાય.
  35. સંસારી મીઠી વાણી સ્લીપ કરાવે અને સ્યાદ્‍વાદી માધુર્ય વાણી ઊર્ધ્વગામી બનાવે !
  36. વ્યવહાર શુદ્ધિ વગર સ્યાદ્‍વાદ વાણી નીકળે નહીં.
  37. સ્યાદ્‍વાદ વાણી છે ત્યાં આત્મજ્ઞાન છે. જ્યાં એકાંતિક વાણી છે ત્યાં આત્મજ્ઞાન નથી.

Related Books

×
Share on