Related Questions

મતભેદ રહિત સંબંધો કેવીરીતે પ્રાપ્ત થાય?

દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે ? કૂતરાં વઢતાં હોય તો ય ના ગમે આપણને.

આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો, ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ કહે છે, બે ધોલો મારો તો સારું. પણ આ તમે જે બોલો છોને તે મારી છાતીએ ઘા વાગે છે ! હવે લ્યો અડતું નથી અને કેવાં ઘા વાગે છે !

પોતે વાંકો મૂંઓ છે. હવે રસ્તામાં જરા છાપરા ઉપરથી એક આવડો પથ્થરનો ટુકડો પડે. લોહી નીકળે ત્યાં કેમ નથી બોલતો ? આ તો જાણી જોઈને એની ઉપર રોફ મારવો છે. એમ ધણીપણું બતાવવું છે. પછી ઘૈડપણમાં તમને સારું (!) આપે. પેલો કશુંક માંગે તો, 'આમ શું કચકચ કર્યા કરો છો, સૂઈ પડી રહોને અમથા.' કહેશે. એટલે જાણી જોઈને પડી રહેવું પડે.  એટલે આબરુ જ જાયને. એનાં કરતાં મર્યાદામાં રહો. ઘેર ઝઘડો બગડો કેમ કરો છો. લોકોને કહો, સમજણ પાડજો કે ઘરમાં ઝઘડા ના કરશો. બહાર જઈને કરજો અને બહેનો તમે ય કરો નહીં હો !

પ્રશ્નકર્તા : વાણીથી કશો ય કલેશ ના હોય. પણ મનમાં કલેશ ઉત્પન્ન થયો હોય, વાણીથી કહ્યું ના હોય, પણ મનમાં હોય બહું. તો એ કલેશ વગરનું ઘર કહેવું ?

દાદાશ્રી : એ વધારે કલેશ કહેવાય. મન બેચેની અનુભવે તે ઘડીએ કલેશ હોય જ અને પછી આપણને કહે, 'મને ચેન પડતું નથી.' તે કલેશની નિશાની. હલકા પ્રકારનું હોય કે ભારે પ્રકારનું હોય. ભારે પ્રકારના કલેશ તો એવા હોય છે કે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. કેટલાક તો એવું બોલ બોલે છે ને હાર્ટ તરત ખાલી થઈ જાય. પેલાને ઘર ખાલી જ કરવું પડે, ઘરધણી આવે પછી !! 

×
Share on