મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ.
અને બીબી ય જાગ્યા ત્યારથી ડખલ કર્યા કરે, કે જરા આ બાબાને હીંચકો નાંખતા પણ નથી. જો આ ક્યારનો રડ્યા કરે છે ! ત્યારે પાછો ધણી કહેશે, 'તારા પેટમાં હતો ત્યાં સુધી હું કંઈ હીંચકો નાખવા આવ્યો હતો ! તારા પેટમાંથી બહાર નીકળ્યો તો તારે રાખવાનો.' કહેશે. આ પાંસરી ના હોય ત્યારે શું કરે તે ?
પ્રશ્નકર્તા : ડખો નહીં કરો કહ્યુંને તમે, તો એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ ? ઘરમાં બહુ માણસો હોય તો ય ?
દાદાશ્રી : પડી રાખવું ના જોઈએ અને ડખો ય ના કરવો જોઈએ.
પ્રશ્નકર્તા : એવું કેવી રીતે થાય ?
દાદાશ્રી : વળી ડખો હોતો હશે ? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય !
પ્રશ્નકર્તા : કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે આટલું કરજો એમ ?
દાદાશ્રી : પણ કહેવા કહેવામાં ફેર હોય.
પ્રશ્નકર્તા : ઈમોશન વગર કહેવાનું. ઈમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ ?
દાદાશ્રી : આમ વાણી કેવી મીઠી બોલે છે કે કહેતાં પહેલાં જ એ સમજી જાય !
પ્રશ્નકર્તા : આ કડક વાણી-કર્કશ વાણી હોય, એને શું કરીએ ?
દાદાશ્રી : કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોયને ! કર્કશ વાણી એમાં શબ્દ ઉમેરવો પડે કે 'હું વિનંતી કરું છું, આટલું કરજો.' 'હું વિનંતી......' એટલો શબ્દ ઉમેરીને કરે.
પ્રશ્નકર્તા : હવે આપણે એમ કહીએ કે, 'એ ય થાળી અહીંથી ઊંચક' અને આપણે ધીમા કહીએ 'તું થાળી અહીંથી ઊંચક.' એટલે એ જે બોલવાનું જે પ્રેસર છે....
દાદાશ્રી : એ ડખો ના કહેવાય. હવે પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે ધીમેથી બોલવાનું.
દાદાશ્રી : ના, એ તો ધીમેથી બોલો તો ચાલે. અને એ તો ધીમેથી બોલે તો ય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું 'હું વિનંતી કરું છું, તે આટલું કરજોને !' મહીં શબ્દ ઉમેરવો પડે.
Book Name : વાણી, વ્યવહારમાં... (Page #52 Last Paragraph, Page#53 and Page #54 Paragraph #1,#2,#3,#4,#5)
Q. વ્યવ્હારમાં શબ્દોની અસર શું થાય છે?
A. પ્રશ્નકર્તા : પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે. દાદાશ્રી : શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ... Read More
Q. ઘરમાં દલીલ કરવાનું કેવીરીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા : ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું ? દાદાશ્રી : ડાહ્યો માણસ હોયને તો લાખ... Read More
Q. બાળકો સાથે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા : છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે ! દાદાશ્રી : છોકરા તરીકે... Read More
Q. બાળકો ને કેવી રીતે સંભાળવા? બાળકો શા માટે દલીલ કરે છે?
A. પ્રશ્નકર્તા : અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી... Read More
Q. જ્યારે કોઈ વ્યકિત જુઠ્ઠું બોલે તો ત્યારે આપણે તેને કંઈ જ ના કહેવું?
A. પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતાં હોય કે ખોટું કરતાં હોય તો ય આપણે બોલવું નહીં ? દાદાશ્રી :... Read More
Q. મારી ધંધા/ કામકાજ ની જગ્યા પર કડવા શબ્દો બોલવાનું કેવીરીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા : વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું કરવું... Read More
Q. અપમાનનો સામનો કેવીરીતે કરવો?
A. પ્રશ્નકર્તા : કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું ? સમભાવ કેવી રીતે રાખવો... Read More
Q. મતભેદ રહિત સંબંધો કેવીરીતે પ્રાપ્ત થાય?
A. દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે ? કૂતરાં વઢતાં હોય તો ય ના ગમે આપણને. આ તો કર્મના... Read More
Q. વ્યવહારમાં મતભેદ કેવીરીતે ઉકેલવા?
A. પ્રશ્નકર્તા : કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ? દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું... Read More
subscribe your email for our latest news and events