Related Questions

બાળકો ને કેવી રીતે સંભાળવા? બાળકો શા માટે દલીલ કરે છે?

પ્રશ્નકર્તા : અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા છો, કહે ?

દાદાશ્રી : દલીલબાજી બહુ કરે. છતાં પ્રેમથી શીખવાડોને તો દલીલબાજી ઓછી થઈ જશે. આ દલીલબાજી તમારું રિએકશન છે. તમે અત્યાર સુધી એને દબડાય દબડાય કર્યો છે ને. એ એના મગજમાંથી જતું નથી, ભૂંસાતું જ નથી. એટલે પછી એ દલીલબાજી એને લીધે કરે છે. મારી જોડે એકુંય છોકરું દલીલબાજી નહીં કરતું. કારણ કે હું સાચા પ્રેમથી આ તમારી બધા જોડે વાતો કરી રહ્યો છું.

સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.

એટલે તમે થોડો પ્રયોગ મારા કહ્યા પ્રમાણે કરોને.

પ્રશ્નકર્તા : શું કરવાનું ?

દાદાશ્રી : પ્રેમથી બોલાવો ને ?

પ્રશ્નકર્તા : એ જાણે છે કે મારો એના પર પ્રેમ છે.

દાદાશ્રી : એવો પ્રેમ કામનો નહીં. કારણ કે તમે બોલો છો તે ઘડીએ પછી કલેક્ટરના પેઠ બોલો છો. 'તમે આમ કરો. તમારામાં અક્કલ નથી, આમ તેમ.' એવું હઉં કહો છો ને ?

હંમેશા પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે. જો ધાકથી સુધરતું હોયને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે એને જેલમાં ઘાલી અને ફાંસી કરે.

×
Share on