Related Questions

જ્યારે કોઈ વ્યકિત જુઠ્ઠું બોલે તો ત્યારે આપણે તેને કંઈ જ ના કહેવું?

પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતાં હોય કે ખોટું કરતાં હોય તો ય આપણે બોલવું નહીં ?

દાદાશ્રી : બોલવાનું. એવું કહેવાય, 'આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.' આપણે એવું કહેવાય. પણ આપણે એમના બૉસ (ઉપરી) હોય, એવી રીતે વાત કરીએ છીએને, તેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દ હોય, એને વિનયથી કહેવા જોઈએ.

પ્રશ્નકર્તા : ખરાબ શબ્દ બોલતાં વિનય જળવાઈ શકે ?

દાદાશ્રી : એ જળવાય, એનું નામ જ વિજ્ઞાન કહેવાય. કારણ કે 'ડ્રામેટિક' (નાટકીય) છે ને ! હોય છે લક્ષ્મીચંદ અને કહે છે, 'હું ભર્તુહરી રાજા છું, આ રાણીનો ધણી થઉં, પછી ભિક્ષા દેને મૈયા પીંગળા.' કહીને આંખમાંથી પાણી કાઢે છે. ત્યારે 'અલ્યા, તું તો લક્ષ્મીચંદ છેને ? તું સાચું રડે છે ?' ત્યારે કહેશે, 'હું શું કરવા સાચું રડું ? આ તો મારે અભિનય કરવો જ પડે. નહીં તો મારો પગાર કાપી લે.' એવી રીતે અભિનય કરવાનો છે. જ્ઞાન મળ્યા પછી આ તો નાટક છે. 

×
Share on