Related Questions

ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.

દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તો ય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તો ય આખી રાત ઊંઘવા ના દે ! એટલે આપણે કહેવું. 'હે મચ્છરમય દુનિયા ! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવો ને.' આ નફા-ખોટ એ મચ્છર કહેવાય. 

કાયદો કેવો રાખવો ? બનતા સુધી દરિયામાં ઊતરવું નહીં ! પણ ઊતરવાનો પ્રસંગ આવી ગયો તો પછી ડરીશ નહીં. જ્યાં સુધી ડરીશ નહીં ત્યાં સુધી અલ્લાહ તેરે પાસ. તે ડર્યો કે અલ્લાહ કહેશે જા ઓલિયાની પાસે ! ભગવાનને ત્યાં રેસકોર્સ કે કાપડની દુકાનમાં ફેર નથી, પણ તમારે જો મોક્ષે જવું હોય તો આ જોખમમાં ના ઊતરશો. આ દરિયામાં પેઠા પછી નીકળી જવું સારું. 

અમે ધંધો કેવી રીતે કરીએ એ ખબર છે ? ધંધાની સ્ટીમરને દરિયામાં તરતી મૂકતા પહેલાં પૂજાવિધિ કરાવીને સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ, 'તારે જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઇચ્છા નથી.' પછી છ મહિને ડૂબે કે બે વર્ષે ડૂબે ત્યારે અમે 'એડજસ્ટમેન્ટ' લઇ લઇએ કે છ મહિના તો ચાલ્યું ! વેપાર એટલે આ પાર કે પેલે પાર. આશાના મહેલ નિરાશા લાવ્યા વગર રહે નહીં. સંસારમાં વીતરાગ રહેવું બહુ મુશ્કેલ છે. એ તો જ્ઞાનકળા ને બુધ્ધિકળા અમારી જબરજસ્ત હોય તેથી રહેવાય. 

Related Questions
  1. દુઃખ ખરેખર શું છે?
  2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  3. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
  4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
  5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
  6. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?
  8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
  9. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું?
  10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?
  11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
  12. આદર્શ ધંધો કોને કહેવાય? અને તેની મર્યાદા શું છે?
  13. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.
  14. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?
  15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
  16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
  17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
  18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
  19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
  20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on