Related Questions

મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?

જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું એનું નામ જ્ઞાન. જે 'એડજસ્ટમેન્ટ' શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ 'એડજસ્ટમેન્ટ' આવડે એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઇ જાય. સુવાળાં જોડે તો સહુ કોઇ 'એડજસ્ટ' થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે 'એડજસ્ટ' થતાં આવડ્યું તો કામ થઇ ગયું. મુખ્ય વસ્તુ 'એડજસ્ટમેન્ટ' છે. 'હા' થી મુક્તિ છે. આપણે 'હા' કહ્યું તો પણ 'વ્યવસ્થિત'ની બહાર કાંઈ થવાનું છે ? પણ 'ના' કહ્યું તો મહા ઉપાધિ ! 

ઘરનાં ધણી-ધણિયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે 'એડજસ્ટ'  થવું છે તો બન્નેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો 'આપણે' 'એડજસ્ટ' થઇ જવું તો ઉકેલ આવે. એક માણસનો હાથ દુઃખતો તો, પણ તે બીજાને ન્હોતો કહેતો, પણ બીજા હાથે હાથ દબાવીને બીજા હાથેથી 'એડજસ્ટ' કર્યું ! એવું 'એડજસ્ટ' થઇએ તો ઉકેલ આવે. મતભેદથી તો ઉકેલ ના આવે. મતભેદ પસંદ નહીં, છતાં મતભેદ પડી જાય છે ને ? સામો વધારે ખેંચાખેંચ કરે તો આપણે છોડી દઇએ ને ઓઢીને સૂઇ જવું, જો છોડીએ નહીં ને બેઉ ખેંચ્યા રાખે તો બેઉને ઊંઘ ના આવે ને આખી રાત બગડે. વ્યવહારમાં, વેપારમાં, ભાગીદારીમાં કેવું સાચવીએ છીએ ! તો આ સંસારની ભાગીદારીમાં આપણે ના સાચવી લેવાય ? સંસાર એ ઝઘડાનું સંગ્રહસ્થાન છે. કોઇને ત્યાં બે આની, કોઇને ત્યાં ચાર આની ને કોઇને ત્યાં સવા રૂપિયા સુધી પહોંચી જાય છે ! 

અહીં ઘેર 'એડજસ્ટ' થતાં આવડતું નથી ને આત્મજ્ઞાનના શાસ્ત્રો વાંચવા બેઠા હોય ! અલ્યા, મેલ ને પૂળો અહીંથી, પહેલું 'આ' શીખને. ઘરમાં 'એડજસ્ટ' થવાનું તો કશું આવડતું નથી. આવું છે આ જગત ! એટલે કામ કાઢી લેવા જેવું છે. 

Related Questions
  1. દુઃખ ખરેખર શું છે?
  2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  3. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
  4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
  5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
  6. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?
  8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
  9. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું?
  10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?
  11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
  12. આદર્શ ધંધો કોને કહેવાય? અને તેની મર્યાદા શું છે?
  13. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.
  14. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?
  15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
  16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
  17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
  18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
  19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
  20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on