Related Questions

મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?

દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું છે. વધારે ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યને અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. જે ચઢ-ઉતર થાય એનું નામ જ ધંધો, પૂરણ-ગલન છે એ. પૂરણ થયું એનું ગલન થયા વગર રહે જ નહીં. આ પૂરણ-ગલનમાં આપણી કશી મિલકત નથી, અને જે આપણી મિલકત છે. તેમાંથી કશું જ પૂરણ-ગલન થતું નથી ! એવો ચોખ્ખો વ્યવહાર છે !! આ તમારા ઘરમાં તમારાં વહુ-છોકરાં બધાં જ પાર્ટનર્સ ને ? 

પ્રશ્નકર્તા : સુખ-દુઃખના ભોગવટામાં ખરાં. 

દાદાશ્રી : તમે તમારાં બૈરી-છોકરાંના વાલી કહેવાઓ. એકલા વાલીએ શા માટે ચિંતા કરવી ? અને ઘરનાં તો ઊલટું કહે છે કે તમે અમારી ચિંતા ના કરશો. 

પ્રશ્નકર્તા : ચિંતાનું સ્વરૂપ શું છે ? જન્મ્યા ત્યારે તો હતી નહીં ને આવી ક્યાંથી? 

દાદાશ્રી : જેમ બુધ્ધિ વધે તેમ બળાપો વધે. જન્મ્યા ત્યારે બુધ્ધિ હોય છે ? ધંધા માટે વિચારની જરુર છે. પણ તેની આગળ ગયા તો બગડી જાય. ધંધા અંગે દસ-પંદર મિનિટ વિચારવાનું હોય પછી એથી આગળ જાઓ ને વિચારોના વળ ચઢવા માંડે તે 'નોર્માલિટી'ની બહાર ગયું કહેવાય, ત્યારે તેને છોડી દેજે. ધંધાના વિચાર તો આવે, પણ એ વિચારમાં તન્મયાકાર થઇને એ વિચાર લંબાય તો પછી એનું ધ્યાન ઉત્પન્ન થાય ને તેથી ચિંતા થાય, એ બહુ નુકસાન કરે. 

Related Questions
  1. દુઃખ ખરેખર શું છે?
  2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  3. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
  4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
  5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
  6. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?
  8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
  9. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું?
  10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?
  11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
  12. આદર્શ ધંધો કોને કહેવાય? અને તેની મર્યાદા શું છે?
  13. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.
  14. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?
  15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
  16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
  17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
  18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
  19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
  20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on