Related Questions

પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?

લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ ખુબ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી ફરિયાદ હોય છે કે પત્ની કચકચ કરે છે અને પત્નીની એવી ફરિયાદ હોય છે કે એમને જે કરવાનું હોય એ ક્યારેય કરતાં જ નથીસતત થતા ઝઘડાના પરિણામે દુઃખ, પીડા અને ભેદ ઉભા થાય છેઆનો ઉકેલ ફક્ત ત્યારે આવી શકે કે જયારે તમે પ્રેમથી રહેવાની અને પત્નીની કચકચનો સમજણપૂર્વક ઉકેલ લાવવાની કળા શીખી જાણો.

married life

પરમ પૂજ્ય દાદાશ્રીએ, પત્નીની કચકચ સામે કેવી રીતે ઉકેલ લાવવો, એની ઉપર સમજણ આપી છે. એમની સાથે થયેલા સત્સંગોના આંશિક અવતરણો નીચે દર્શાવામાં આવ્યા છે.

તમારા વર્તનમાં બદલાવ લાવો

તમે ક્યારે પોતાની જાતને પૂછ્યું છે કે તમારી પત્ની કેમ તમારી સાથે કચકચ કરે છે ? તેઓ તમારી સાથે એટલે કચકચ કરે છે, કેમ કે એમને તમારા વર્તનથી દુઃખ થયું છે. જો એમને દુઃખ થતું હોય, તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. એવું તમારા ખ્યાલમાં સતત રહેવું જોઈએ કે, તમે એમને સુખ આપવા માટે આવ્યા છો. તમારે અંદરખાને તપાસ કરવી જોઈએ, "મારાથી એવી કઈ ભૂલો થાય છે જેથી મારાથી એને દુઃખ અપાય છે?” જયારે તમને ખ્યાલ આવે કે તમે શું ખોટું કરો છો, ત્યાર બાદ તમારે તમારા વર્તનને બદલવાનો સતત પ્રયાસ કરવો જોઈએ જેથી એમને દુઃખ થાય.

પતિ તરીકેનો તમારો ભાગ પરિપૂર્ણ કરો

રોજીંદા જીવનમાં સામાન્ય રીતે, ઓફીસમાં એક કર્મચારી તરીકેનો અને ઘરે પતિ તરીકેનો ભાગ તમારે ભજવવાનો હોય છે. જે પ્રમાણેનો તમારો ભાગ આવે ત્યાં ત્યાં તમને એ મુજબ ભજવતા આવડવું જોઈએ, એક કર્મચારી તરીકેનો, એક પત્નીના પતિ તરીકેનો, ભાગ તમને ભજવતા શીખવું નહિ પડે? નહી તો તમારી પત્ની તમને મુશ્કેલીમાં નાખશે. શું એવું નથી? કારણ કે તમને જાણ જ નથી કે એમની સાથે વ્યવહાર કેવી રીતે કરવો; નહિતર, જો તમને યોગ્ય વ્યવહાર આવડતો હોત તો તેઓ તમને દુઃખ ના આપત. તમારા પત્ની તમને દુઃખ આપવા નથી આવ્યા, એ તો તમારું ઘર સાચવવા આવ્યા છે. તોય જયારે બે માંથી એક વ્યક્તિમાં પોતાનો ભાગ ભજવવાની થોડી કચાશ રહી જાય, ત્યારે બીજો સામા ઉપર કચકચ કરવાનું શરુ કરી નાખે. હા! કારણ કે, તમને એવી આવડત નથી એટલે નથી એટલે તેઓ તમારા ઉપર કચકચ કરે છે!

કુશળતાથી ઉકેલ લાવો પત્નીની કચ-કચ સામે

પ્રશ્નકર્તા: જયારે અમે ગાડીમાં બેઠા હોઈએ, ત્યારે એ મને કહે કહે કરશે કે ગાડી ક્યાં આગળ વાળવી, ક્યારે બ્રેક મારવી એવું ગાડીમાં મને કહ્યાં જ કરશે. એટલે ટોકે ગાડીમાં, આમ ચલાવો, આમ ચલાવો!

દાદાશ્રી: તો તમારે એમને સોંપી દેવું. ભાંજગડ જ નહીં, ડાહ્યો માણસ! કચકચ કરતો હોયને તો એને કહીએ, 'અલ્યા, તું ચલાવ, બા!

પ્રશ્નકર્તા: ત્યારે એ કહેશે, 'મારો જીવ ના ચાલે.

દાદાશ્રી: કેમ ? ત્યારે કહીએ, તમને શું કરવા વાંધો ઉઠાવો કરો છો ? એ તો એને સોંપી દેવાની. આ તો ડ્રાઇવર હોય ને ત્યારે ખબર પડે ટોકવા જાય તો, આ તો ઘરના માણસ એટલે ટોક ટોક કરો છું.

×
Share on