Related Questions

શું મારે પરણી જવું કે ડેટ પર જવું?

જેવી લગ્નની ઉંમર થાય છે કે, લોકોને મનમાં ઘણાં બધા પ્રશ્નો અને મૂંઝવણો ઉભી થાય કે પરણી જવું સારું કે તેઓએ ડેટ પર જવું જોઈએ? જો કોઈએ પરમ પૂજ્ય દાદાશ્રી ને પૂછયું હોય, "શું મારે લગ્ન કરવા જોઈએ?" તો તેઓ કહેત કે, ”હું તમને એમ કહું કે લગ્ન કરો અથવા તો બ્રહ્મચર્ય પાલન કરો. બે માંથી એક દ્રઢ નિશ્ચય તો કરવો પડે. ”અને પછી જો પરણવાનો નિશ્ચય કર્યો તો બીજો પ્રશ્ન એ ઉદ્ભવ થાય કે શું મારે પરણી જવું કે ડેટ પર જવું?

married life

ચાલો ત્યારે આ બાબતે પરમ પૂજ્ય દાદા ભગવાન શું કહે છે એ સમજીએ.

પ્રશ્નકર્તા: ઇઝ ડેટીંગ એ સીન ? ડેટીંગ એટલે આ લોકો, છોકરીઓ છોકરાઓ સાથે જાય બહાર અને છોકરાઓ છોકરીઓ સાથે બહાર જાય, તો એ પાપ છે ? એમાં કંઈ વાંધો છે ?

દાદાશ્રી: હા. છોકરાઓ સાથે ફરવાની ઇચ્છા થાય તો લગ્ન કરી લેવું. પછી એક જ છોકરો નક્કી કરવો. એક નક્કી થયેલો હોવો જોઈએ. નહીં તો એવો ગુનો નહીં કરવો જોઈએ, જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી આપણે છોકરાઓ જોડે ફરવું નહીં જોઈએ.

પ્રશ્નકર્તા: અહીંયા તો એવું છે કે છોકરા-છોકરીઓ ચૌદ વર્ષના થાય એટલે પછી બહાર જાય ફરવા. પછી છે તો મેળ પડે. એમાંથી આગળ પણ વધે. એમાં પછી કોઈને કંઈક બગડી જાય, એકબીજાને મેળ ના પડે તો પાછા બીજા છોકરા જોડે ફરે. પછી એની જોડે ના પડે તો ત્રીજા, એમ કરતું ચક્કર ચાલે અને એક સાથે બે-બે, ચાર-ચાર જણાં જોડે ય ફરે.

દાદાશ્રી: ધેટ ઈઝ અ વાઈલ્ડનેસ, વાઈલ્ડ લાઈફ !

પ્રશ્નકર્તા: તો શું કરવું એ લોકો એ ?

દાદાશ્રી: એક છોકરાને સિન્સિયર રહેવું જોઈએ અને છોકરો આપણને સિન્સિયર રહે, એવી લાઈફ હોવી જોઈએ. ઈન્સિન્સિયરલી લાઈફ એ રોંગ લાઈફ છે.

પ્રશ્નકર્તા: હવે એમાં થાય એવું કે સિન્સિયર કેમનો રહે ? એક છોકરા જોડે ફરતા હોય, પછી પાછું એમાંથી ઈન્સિન્સિયર છોકરો થઈ જાય કે છોકરી થઈ જાય.

દાદાશ્રી: તો ફરવાનું જ બંધ કરી દેવું જોઈએ ને ! લગ્ન જ કરવું જોઈએ. આફ્ટર ઓલ વી આર ઇન્ડીયન. નોટ વાઈલ્ડ લાઈફ.

આપણે લગ્ન કર્યા પછી આખી જીંદગી સાથે સિન્સિયરલી રહીએ છીએ બેઉ સાથે. એટલે જો સિન્સિયરલી રહેવું હોય તો પહેલેથી બીજા માણસની ફ્રેન્ડશીપ નહીં હોવી જોઈએ. બહુ કડક રહેવું જોઈએ. એમાં કોઈ છોકરા સાથે ફરવું નહીં જોઈએ અને ફરવું હોય તો એક છોકરો નક્કી કરો કે ભઈ આની સાથે લગ્ન કરીશ. મા-બાપને કહી દેવું કે હું લગ્ન કરીશ તો આની જોડે જ કરીશ, મારે બીજાની જોડે કરવું નથી. ઈનસિન્સિયર લાઈફ ઈઝ વાઈલ્ડ લાઈફ.

×
Share on