Related Questions

શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?

તમને તમારા પતિ/પત્ની ની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે ? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી આવું જ થાય એવું પણ અનુભવ્યું હશે ? ત્યારે કેવી લાગણી થાય છે ? જયારે તમને તમારા પતિ/પત્ની ની ભૂલો અથવા કોઈની પણ ભૂલોને દર્શાવવાની જરૂર લાગે ત્યારે યાદ રાખજો કે તમારી સાથે જયારે આવું થાય ત્યારે તમને કેવું લાગે છે. આપણને કોઈ આપણી જ ભૂલ બતાવે એવું આપણે નથી ઇચ્છતા હોતા। છતાં કોઈ એવું કરે તો આપણને દુઃખ પણ થાય છે અને થોડા-ઘણા અંશે દ્વેષભાવ પણ થાય છે. દુઃખદ વાત એ છે કે, આ બધાથી ઘણીવાર વેરભાવ અને કલેશ ઉદ્ભવે છે જેનાથી ઘરમાં પણ દુઃખનું વાતાવરણ નિર્માણ થાય છે.

married life

સામાની ક્ષતિઓ (ભૂલોનો) દર્શાવવી નહી.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, "જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈએ. જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલો જ ના કઢાય. ભૂલ કાઢવી હોય તો સમજ બરાબર પાડવી. એને આપણે કહીએ, 'આમ કરવા જેવું છે.' તો એ પેલી કહેશે, 'સારું થયું મને કહ્યું.' ઉપકાર માને.'ચામાં ખાંડ નથી', કહેશે. અલ્યા, પી જા ને છાનોમાનો. વખતે એને ખબર પડશેને ? એ આપણને કહે ઉલટી, કે તમે ખાંડ માંગી નહીં ?! ત્યારે કહીએ, તમને ખબર પડે ત્યારે મોકલજો. જીવન જીવતાં નથી આવડતું. ઘરમાં ભૂલ કઢાય નહીં. કાઢે કે ના કાઢે આપણા લોકો ?"

કરો અવગણના તમારા જીવનસાથીના ભૂલોની

'વાઇફ'ની કેટલીક ભૂલો આપણે સહન કરીએ તો તેના પર પ્રભાવ પડે. આ તો વગર ભૂલે ભૂલ કાઢીએ તો શું થાય ? કેટલાક પુરુષો સ્ત્રીના સંબંધમાં બૂમાબૂમ કરે છે, તે બધી ખોટી બૂમો હોય છે.

પોતાના વ્યક્તિત્વને સુધારવા પ્રયત્ન કરો

તમારે બીજાની ભૂલો તરફ ધ્યાન દોરવાનું ટાળવું જોઈએ કારણ કે આ વસ્તુ તમારા અહંકારમાંથી ઉભી થાય છે અને તેની અસરથી સામી વ્યક્તિને પણ દુઃખ પહોંચશે. તેઓ પોતે, પહેલેથી જ પોતાની થતી ભૂલો અંગે માહિતગાર છે.આના બદલે, મન-વચન-કાયાથી કોઈપણ જીવને દુઃખ ન આપવાનો ભાવ રાખવો. બીજાના દોષ જુઓ. સ્વયંને આપણે કેવી રીતે સુધારી શકીએ અને કેવી રીતે પોતાના દોષમાંથી બહાર નીકળી શકીએ એના ઉપર ધ્યાન આપવું જોઈએ. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે,સુધારવા માટે પોતે સુધરવાની જરૂર છે. કોઇને સુધારી શકાય એવું નથી. જે સુધારવાના પ્રયત્નવાળા છે તે બધાં અહંકારી છે. પોતે સુધર્યો એટલે સામો સુધરી જાય.” 

પરિણામો ભૂલ દર્શાવવાના

જો બીજા ભૂલ કરે અને તમે એમની ભૂલ બતાડો, એમાં તમને શું મળશે?            

આ રેલવેલાઇન ચાલે છે. તેમાં કેટલી બધી કામગીરીઓ હોય છે ! કેટલી જગ્યાએથી નોંધ આવે, ખબરો આવે, તે એનું 'ડિપાર્ટમેન્ટ' જ આખું જુદું. હવે તેમાં ય ખામી તો આવે જ ને ? તેમ 'વાઇફ'ના ડિપાર્ટમેન્ટમાં કો'ક ફેરો ખામી પણ આવે. હવે આપણે જો એમની ખામી કાઢવા જઇએ તો પછી એ આપણી ખામી કાઢશે. તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. આમ કાગળ આવ્યો ને તેમ કર્યું તમે. એટલે એ વેર વાળે.

×
Share on