Related Questions

લગ્નવિચ્છેદ (છુટાછેડા) થવાના કારણો શું છે?

આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી આપણા મહી રહેલો મતભેદ ઉભો થાય છે. અનિર્વાયપણે આના પરિણામ રૂપે અથડામણો, સંઘર્ષો, અસહમતી, સમજણનો અભાવ વર્તે છે જે લગ્ન જીવનમાં આંતરિક જુદાઈ અને છેવટે ડિવોર્સ તરફ લઇ જાય છે.

married life

તો ચાલો, આપણે પરમ પૂજ્ય દાદાશ્રીની દ્રષ્ટિએ લગ્નવિચ્છેદ (છુટાછેડા) થવાના પ્રત્યેક કારણોને સમજીએ:

સમજણનો અભાવ

હિન્દુસ્તાનમાં કઈ ફેમિલીમાં ઝઘડા નથી ઘરમાં ? તો મારે કેટલાક વખત તો બેઉને સમજણ પાડી પાડીને રાગે પાડી દેવું પડે. છૂટાછેડા લેવાની તૈયારીઓ જ ચાલતી હોય. કેટલાય માણસોને આવું ! શું થાય તે પણ ? છૂટકો જ નહીં ને ! અણસમજણથી બધું છૂટું થઈ જાય અને પોતાનું ઝાલેલું છોડે નહીં અને અણસમજણની વાત હોય બધી. એમાં પછી હું સમજણ પાડું ત્યારે કહેશે, ના. ત્યારે તો એવું નથી, એવું નથી.

પ્રશ્નકર્તા:  આમેય ભેગા હોય પણ છૂટા જેવા જ રહેતા હોય.

દાદાશ્રી:  એવું છૂટાછેડા જેવું જ.

પ્રશ્નકર્તા: તમે બધાને ભેગા કરી આલ્યા.

દાદાશ્રી: એક અવતાર નભે કે ના નભે ? ઉકેલ લાવોને જ્યાં ત્યાંથી. એક અવતાર માથે પડ્યા તો માથે પડેલાની જોડે ઉકેલ ના લાવવો જોઈએ !

અભિપ્રાયરૂપી મતભેદ

અવતરણ ૧:

દાદાશ્રી: 'વાઇફ' જોડે મતભેદ પડે છે ?

પ્રશ્નકર્તા: હા, ઘણી વાર પડે.

દાદાશ્રી:  'વાઇફ' જોડે પણ મતભેદ થાય ? ત્યાં ય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની ? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે. આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે. એટલી એકતા કરવી જોઇએ. એવી એકતા કરી છે તમે ?

પ્રશ્નકર્તા: આવું કોઇ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું.

દાદાશ્રી: હા, તે વિચારવું પડશે ને ? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા ! મતભેદ ગમે છે ?

પ્રશ્નકર્તા: ના.

દાદાશ્રી: મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તે મતભેદમાં આવું થાય છે તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય, ડાઇવોર્સ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે !

અવતરણ ૨:

દાદાશ્રી: મતભેદ ગમે છે ? મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય તો, 'ડિવોર્સ' લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે !

પ્રશ્નકર્તા: વ્યવહારિક બાબતમાં મતભેદ હોય એ વિચારભેદ કહેવાય કે મતભેદ કહેવાય ?

દાદાશ્રી: એ મતભેદ કહેવાય. આ જ્ઞાન લીધું હોય તેને વિચારભેદ કહેવાય, નહીં તો મતભેદ કહેવાય. મતભેદથી તો ઝાટકો વાગે !

પ્રશ્નકર્તા: મતભેદ ઓછો રહે તો એ સારું ને ?

દાદાશ્રી: માણસને મતભેદ તો હોવા જ ન જોઈએ. જો મતભેદ છે તો એ માણસાઈ જ ના કહેવાય. કારણ કે મતભેદથી તો કોઈ ફેરો મનભેદ થઈ જાય. મતભેદમાં મનભેદ થઈ જાય એટલે 'તું આમ છે ને તું તારે ઘેર જતી રહે' એમ ચાલે. આમાં પછી મજા ના રહે. જેમ તેમ નભાવી લેવું.

અસહમતી પરિણમે છુટાછેડામાં

આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે 'હું તમારી છું' ને ધણી કહે કે 'હું તારો છું' પછી મતભેદ કેમ ? તમારા બેની અંદર 'પ્રોબ્લેમ' વધે તેમ જુદું થતું જાય. 'પ્રોબ્લેમ' 'સોલ્વ' થઈ જાય પછી જુદું ના જાય. જુદાઈથી દુઃખ છે. અને બધાંને 'પ્રોબ્લેમ' ઊભા થવાના, તમારે એકલાને થાય છે એવું નથી. જેટલાંએ શાદી કરી, તેને 'પ્રોબ્લેમ' ઊભા થયા વગર રહે નહીં. અને ઘણા બધા પ્રસંગોમાં, ડિવોર્સ થવા પાછળનું આ એક મોટું કારણ હોય છે.

તમારા લગ્નજીવનમાં ઉભી થતી સમસ્યાઓનો વ્યવહારિક ઉકેલ મેળવવા આ ક્લિક કરો:

×
Share on