• question-circle
  • quote-line-wt

પ્રિયજનને ગુમાવવું: જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે કેવી રીતે સમતાથી મૃત્યુને હેન્ડલ કરવું!

પ્રિય સ્વજનના મૃત્યુની ઘટના સૌથી દુઃખદાયી લાગે છે. નજીકની વ્યક્તિનું મૃત્યુ થશે એ કલ્પના માત્રથી ભયની કંપારી છૂટી જાય છે. સ્વજન વિના જીવન જીવવાનું આવશે એ માનવા મન તૈયાર જ નથી થતું. અને જ્યારે એ ઘડી આવે છે ત્યારે જીવનમાં જે ખાલીપો લાગે છે તેને આપણે જીરવી નથી શકતા. વ્યક્તિની યાદમાં ડૂબી જઈને વારેવારે રડીએ છીએ અને દુઃખમાંથી ઉગરી શકતા નથી. પણ જો મૃત્યુની યથાર્થ સમજણ મળે તેમજ દુઃખના કારણો ઉપર દૃષ્ટિ પડે તો આવા દુઃખદ પ્રસંગોમાં પણ શાંતિ રહી શકે છે.

પ્રિય સ્વજનના મૃત્યુ સમયે આપણી સાચી ફરજ શું? સ્વજનનાં મૃત્યુ પછી આપણે શું કરવું? કઈ રીતે શાંતિ મેળવવી? શું મૃત્યુ પછી પિતૃઓ આપણને નડે છે? શ્રાદ્ધ કરવાનું મહત્ત્વ શું? એ તમામ પ્રશ્નોના સમાધાનપૂર્ણ જવાબ મળી જાય તો દુઃખ અને શોકના પ્રસંગોમાં અવશ્ય સાંત્વના સાંપડે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાને સ્વજનના મૃત્યુ સમયે થતા વ્યવહારનું ખૂબ નજીકથી અવલોકન કર્યું છે અને મૃત્યુ સમયે થતાં લૌકિક વ્યવહાર અને માન્યતાઓના સાચાં કારણો ઉપર પ્રકાશ પાડ્યો છે. તેઓશ્રીએ મૃત્યુ વિશેની દુનિયાથી સાવ જુદી જ વાસ્તવિકતા જેમ છે તેમ ખુલ્લી કરી છે. આ વાસ્તવિકતા આપણને વર્ષો જૂના લૌકિક દૃષ્ટિકોણને ખંખેરી મૃત્યુના પ્રસંગને નવી જ દૃષ્ટિથી જોવા પ્રેરે છે.

જાગૃતિ મૃત્યુ સમયે

મૃત્યુ એ મનુષ્યજીવન ચક્રનો એક અનિવાર્ય ભાગ છે. જીવનના છેલ્લો એક કલાક માણસ જાગ્રત થઈ જાય તો આખા ભવના બધા કર્મોની માફી માંગીને પાપો ધોઈ શકે એમ છે. પરમ પૂજ્ય નીરુમા દ્વારા મેળવો સમજણ મૃત્યુ સમયની.

play
previous
next

Top Questions & Answers

  1. Q. સ્વજનના અંતિમ સમયે શું સાચવવું?

    A. કુટુંબમાં કે નજીકના કોઈ સ્વજન મોટી ઉંમરના હોય અને એમનો અંતિમ કાળ નજીક આવ્યો હોય ત્યારે જેવું એક... Read More

  2. Q. પ્રિય સ્વજનના મૃત્યુનું દુઃખ કઈ રીતે દૂર થાય?

    A. પ્રિય સ્વજનના મૃત્યુની ઘટનાના સાક્ષી બનવું એ ખૂબ જ દુઃખદ અનુભવ છે. પણ જે બન્યું તેને ફેરવી શકાય... Read More

  3. Q. સ્વજનની યાદમાં રડવું આવે તો શું કરવું?

    A. નજીકની વ્યક્તિના મૃત્યુ પછી દુઃખ થાય તે સહજ છે. પણ જો સહેજ વિચારણા કરીએ તો સમજાય કે દુઃખી થવાથી... Read More

  4. Q. સમાધિ મરણ શક્ય છે?

    A. સામાન્ય રીતે જે ઘરમાં મૃત્યુ થયું હોય એ ઘરનું વાતાવરણ કેવું હોય? બધે જ ગમગીની અને શોકનો માહોલ હોય.... Read More

  5. Q. પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરીએ છીએ?

    A. श्रद्धया दीयते यत् तत् श्राद्धम् । (શ્રદ્ધાથી જે અપાય તે શ્રાદ્ધ છે.) શ્રાદ્ધ માટે પ્રવર્તતી... Read More

  6. Q. મૃત્યુ પછીની લૌકિક વિધિઓનું શું મહત્ત્વ છે?

    A. સમાજમાં અનેક પ્રકારની લૌકિક માન્યતાઓ પ્રવર્તે છે કે મૃત્યુ પછી વ્યક્તિનો જીવ તેર દિવસ સુધી ભટકે છે.... Read More

Spiritual Quotes

  1. એવું છેને, ભગવાનની દ્રષ્ટિમાં આ જગતમાં શું ચાલી રહ્યું છે ? ત્યારે કહે, એમની દ્રષ્ટિમાં તો કોઈ મરતું જ નથી. ભગવાનની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જો તમને પ્રાપ્ત થાય, એક દહાડો આપે એ તમને તો અહીં ગમે એટલા માણસ મરી જાય તોય તમને અસર કરે નહીં. કારણ કે ભગવાનની દ્રષ્ટિમાં કોઈ મરતું જ નથી.

Related Books

×
Share on