Related Questions

બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?

તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો, તે જાણીએ.

Parent Child

નીચેની પરિસ્થિતિ ધ્યાનમાં લો અને તે દરેક કાર્ય માટેનું શું કારણ હોય શકે તે વિચારો.

  1. એક બાળક વૃધ્ધ માણસને મદદ કરે છે. તે માને છે કે મુશ્કેલીમાં રહેલા લોકોને મદદ કરવી જોઇએ.
  2. એક છોકરો તેની બહેન જ્યારે તેનો વિરોધ કરે છે ત્યારે તેને મારે છે. તે એવું વિચારે છે કે પોતાનું ધાર્યું કરવા માટે આવું જ કરવું જોઇએ.
  3. એક નાની છોકરી દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે. તેનાથી તેને રાહત અનુભવાય છે. તેને આનાથી થતા ફાયદાઓ અનુભવ્યા છે.
  4. એક છોકરો તેના સહાધ્યાયીના દફતરમાંથી પૈસા ચોરી લે છે. તે માને છે કે તેને જે કંઇ જોઇતું હોય તે મેળવવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. તેને તેની જરૂરિયાતો માટે માતા પિતા પાસે વિનંતિ કરવાની કે તેમને સમજાવવાની જરૂર નહિ રહે.

ઉપરની તમામ પરિસ્થિતિમાં, એવું ક્યું સામાન્ય પરિબળ છે જે બાળકોને આવું કરવા પ્રેરે છે?

‘સમજ શક્તિ... કાર્ય વિશેનો અભિપ્રાય’

બાળકોની ખરાબ આદતોમાંથી કઈ રીતે છોડાવવું તે માટે આ ચાવીનો ઉપયોગ કરવો જોઇએ. જ્યારે બાળક ચોરી કરે છે, અથવા કોઇ ખરાબ આદત છે, માતા પિતાએ સૌ પ્રથમ તો તેઓને વઢવું ન જોઇએ અને તેઓની સમજણમાં ફેરફાર કરવાના પ્રયત્નો કરવા જોઇએ. દરેક કાર્ય એ પરિણામ છે. અને જ્યારે કારણ બદલાય જાય ત્યારે પરિણામ આપોઆપ બદલાય છે. તેના બદલે તમે તો પરિણામ ઉપર જ ધ્યાન આપો છો અને કહેતા ફરો છો કે, “ મારું બાળક સાવ આવું છે; સાવ નકામો છે, ચોર છે,” પછી બાળક શું કરે? તે મનમાં ગાંઠ વાળે છે કે, ‘તેઓને જે ગમે તે બોલવા દો, હું તો આવું ગમે તે રીતે કર્યા જ કરીશ.’ આ રીતે, માતા પિતા તેઓના બાળકને વધુ ને વધુ ચોર બનાવી દે છે. માટે, તેણે જે કંઇ કર્યું છે તે વાતને છોડી દો અને અત્યારે તો એના ભાવને બદલવાનો પ્રયાસ કરો! તેઓના અભિપ્રાયમાં બદલાવ લાવો!

તેઓના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવો અને કહો, ” અહીં આવ બેટા! જે રીતે તું કોઇના લઈ લે છે તે રીતે જો કોઇ તારા ખિસ્સામાંથી પૈસા લઈ લે તો તને સારૂં લાગે, તે સમયે તને કેટલું દુ:ખ થાય? તે જ રીતે, શું તેને પણ દુ:ખ નહિ થતું હોય?” તમારે આ રીતે બાળકને વિગતવાર સમજાવવું જોઇએ. જ્યારે તમે તેના ઉપર હાથ મૂકો છો ત્યારે બિચારા બાળકને ખૂબ સારું લાગે છે. તેને હ્રદયમાં ખૂબ સારું લાગે છે. પછી કહેવું, “ બેટા, આપણે પ્રતિષ્ઠિત કુટુંબના છીએ”, પછી તે તેનો ભાવ ફેરવશે કે, ‘આવું કરવું ખરેખર સારું નથી’.

વધારામાં, તમે નીચે દર્શાવેલ પધ્ધતિથી બાળકને ખરાબ આદતોમાંથી મુક્ત કરવામાં મદદ કરી શકશો.

ક્રમ ૧: અભિપ્રાય બદલો

બાળક એવું માનવા લાગવું જોઇએ કે ચોરી કરવી એ સારૂં નથી. તેની માન્યતા ક્રમ ૨થી વધુ દ્રઢ થશે.

ક્રમ ૨: સારા નરસા પાસાનું વિશ્લેષણ કરો

તેને એવું વિશ્લેષણ કરવા દો કે ચોરી કરવાથી શું ફાયદો થવાનો છે અને જો તે પકડાય જશે તો તેનું પરિણામ આવશે. દાખલા તરીકે, બાળકે તેના મિત્રના બેગમાંથી મીઠાઇ ખરીદવા ૧૦ રૂપિયા ચોરી લીધા. જે મીઠાઇ તેને જોઇતી હતી તે ખરીદવાથી અને ખાવાથી તે ખુશ થશે. તેને પ્રેમથી પૂછો, જ્યારે તે ચોરી કરી રહ્યો હતો ત્યારે તેને કેવો અનુભવ થતો હતો. શું તેને પકડાવાનો ડર લાગતો હતો? ચોરી કરવાના પરિણામો વિશે તેણે વિચાર્યું હતું? સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું હ્રદય ભારે હતું કે હળવું? પકડાય જાત તો તેના વર્ગમાં તેની શી દશા થાત? શું કોઇ તેના પર ફરી વખત વિશ્વાસ કરશે, વગેરે.

તમારે તેને એવું કહીને ખાતરી આપવી જોઇએ કે જો તેને કશું જોઇતું હોય, તો તે લઈ દેવા માટે તેઓએ માતા પિતાને સમજાવવું જોઇએ, દુ:ખદ પરિસ્થિતિમાં તેમની જાતને નાખવા કરતા.

ક્રમ ૩: પ્રતિક્રમણ (પસ્તાવા સાથે માફી માંગવી)

પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા સમજાવ્યા પ્રમાણે પ્રતિક્રમણ એ ત્રણ તબક્કાની પ્રક્રિયા છે જે બધી ભૂલો અને સામાને દુ:ખ આપ્યા હોય તે બધું ચોખ્ખું કરી દે છે. તે પછીના ભવ માટે વાવેલા કર્મોના હિસાબોને પણ મૂળમાંથી કાઢવામાં મદદ કરે છે.

  • આલોચના : જે કંઇ ભૂલો કરેલ છે તેને યાદ કરો (ચોરી કર્યાના બધા પ્રસંગો)
  • પ્રતિક્રમણ : જે ભગવાનમાં તમે માનો છો તે ભગવાન પાસે અથવા જે વ્યક્તિને તમે દુ:ખ પહોંચાડ્યું તેની પાસે માફી માંગો.
  • પ્રત્યાખ્યાન : ભગવાન પાસે એવી શક્તિઓ માંગો કે ફરી આવી ભૂલો નહિ થાય. આ રીતે, ભૂલો ધોવાઇ જશે. બાળકનું હ્રદય ખૂબ હળવું થઈ જશે અને બધી આંતરિક પીડાઓ શાંત થઇ જશે. આવું ફરી ન થાય તે માટે તેને શક્તિઓ પણ મળશે.

ક્રમ ૪: ભૂલોના ઉપરાણા ન લો

જ્યારે પણ બાળક એકની એક ભૂલ ફરી વખત કરે છે, ત્યારે તેની ખાતરી લો કે તેઓ તેમની ભૂલનું રક્ષણ ન કરે. તેઓએ તે સ્વીકારવું જોઇએ કે આ તેમની જ ભૂલ છે અને ફરી ક્યારેય ન થાય. દાખલા તરીકે, જ્યારે તેઓ ચોરી કરે છે અને કહે છે કે પરીક્ષા માટે પેન ખરીદવી જરૂરી હતી અને તે સમયે આવું કરવું જરૂરી હતું. જ્યારે તેને એવું લાગે છે કે તે પરિસ્થિતિમાં ચોરી કરવી એ સાચી વાત હતી, તો તેઓ ભૂલનું રક્ષણ કરે છે. જે ભૂલનું રક્ષણ કરવામાં આવે છે તે ક્યારેય જતી નથી. તેથી, કારણ ગમે તે હોય, તેઓની માન્યતા એ જ હોવી જોઇએ કે ચોરી ક્યારેય ન કરવી જોઇએ. તેઓનો આવો શુધ્ધ ભાવ હોવા છતાં પણ એવું બનશે કે તેઓની ક્રિયા ખોટી હોય. પરંતુ તેઓ ક્રિયાનો પક્ષ નહિ લે તો, તેઓની ભૂલની તીવ્રતા ઓછી થશે અને પછી તેઓ અંત આવશે. માતા પિતા પ્રેમાળ હોવા જોઇએ અને ધીરજ રાખવી જોઇએ, એવી ખાતરી રાખીને કે ઉપરના તબક્કા અનુસરવાથી બાળક તેની ભૂલમાંથી બહાર આવશે જ.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on