Related Questions

કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?

હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઇ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના પડીકા સાથે ઠંડા પીણા અને પેસ્ટ્રીને પસંદ કરે છે. તેઓ ફાસ્ટ ફૂડની સ્વાસ્થ્ય ઉપરની ખરાબ અસરને જાણતા નથી, જે અસરને જાણે તો તેઓ બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે છે. જો વ્યક્તિ બાળપણથી તંદુરસ્ત ખાવાની ટેવો અપનાવે તો તે ખૂબ સારી વાત છે. બાળપણમાં ખાવા પીવાની સાચી ટેવો કે જેમાં જંક ફૂડ ઓછા પ્રમાણમાં હોય તેવી ટેવો પળાય તે માટે વાલી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

Parent Child

અહીં દરરોજનું જંક ફૂડ ટાળી શકાય તેવું બાળકોને શીખવવા માટેની કેટલીક બાબતો આપેલ છે:-

સમજાવો! ઠપકો ન આપો

  • માત્ર તેઓને સમજાવો કે ઘણી બધી ચોકલેટ ખાવી અને ખૂબ વધારે પેપ્સી પીવી તેઓના સ્વાસ્થ્યય માટે કઈ રીતે નુકસાન કારક છે. તમારે બાળક સાથે શાંતિથી વાતો કરવી અને તેઓને સમજાવવું કે જો તેઓ આ રીતે જ ખાધા કરશે તો તેઓ તેમનું સ્વાસ્થ્યય બગાડશે. શરૂઆતમાં જરા પણ જંક ફૂડ ન લે તેવું શક્ય જ ન બને પરંતુ તેનો વપરાશ ઘટાડવો અને તેની નુકસાનકારક અસરોને સમજાવીને દૈનિક ખોરાકમાં તેને ટાળવાનું સરળ છે.
  • જો તમારું બાળક કશું ખોટું કરી રહ્યું છે, તો તમારે આખો વખત તેના પર બૂમાબૂમ ન કરવી જોઇએ. જો તમે બાળકને ઠપકો આપશો કે મારશો, તો તે આવો દુર્વ્યવહાર સહન નહી કરે, તેથી તે એવું નક્કી કરે છે કે જ્યારે તે મોટો થશે ત્યારે તેના પિતાને જોઇ લેશે. અને પછી જ્યારે તે મોટો થાય છે ત્યારે તે તેના પિતા સાથે એવું જ વર્તન કરે છે.

શારિરીક કે શાબ્દિક દુર્વ્યવહારથી આ જગતમાં કોઇ સુધરતું નથી. યોગ્ય વર્તન કરવાથી તેમનામાં સુધારો આવે છે.

  • સાચી સમજણનું ફળ સાચું વર્તન છે. તેથી, જ્યારે કઈ રીતે જંક ફૂડ ખાવાનું ટાળવું એ કરવું હોય તો , તમારે સૌ પ્રથમ માન્યતા અને બાળકોની સમજણ કે જંક ફૂડ ખાવું એ સારું અને ફાયદાકારક છે તે બદલવું જોઇએ. સમજણ બદલાતા થોડો સમય લાગશે; તેથી, ધીરજ રાખવી અને વાંચવું અને એવી માહિતિ મેળવવી જે તમારા જ્ઞાનમાં વધારો કરે અને બાળકો સાથે તેની આપ લે કરવી જોઇએ. વર્તન બદલાતા થોડો વધુ સમય લાગશે; તેથી, વધુ ધીરજ રાખવી પડશે. ધીરજ કેળવવા માટે, પરમ પૂજ્ય દાદાશ્રીએ અંદર બિરાજેલા શુદ્ધાત્માને પ્રાર્થના કરવાનું સાધન આપ્યું છે.

બાળકો માટે જંક ફૂડ માટેની એક મર્યાદા નક્કી કરી તેને અમલમાં મૂકવું

સ્વાસ્થ્યય માટે નુકસાનકારક હોય તેવી વસ્તુઓ દિવસમાં એક વખત કે અઠવાડિયામાં એક વખત લેવાય તેવી મર્યાદા નક્કી કરી લેવી. અથવા જંક ફૂડ ખાતા પહેલા ફળ ખાવાનું કે સલાડ ખાવાનું નક્કી કરી દેવું અથવા એક કલાક રમત/જીમ/જોગ/ડાન્‍સ/ એવું સ્વૈચ્છિક કામ કરી આવવાનું નક્કી કરી દેવું. જો બાળક આ તરફનો એક નાનકડો પ્રયાસ પણ કરે તો પણ તેની પ્રશંસા કરો.

તમારા ઘરમાં જંક ફૂડનો સંગ્રહ ન રાખવો

આપણે કહીએ છીએ કે બાળકો ખૂબ વધારે પ્રમાણમાં જંક ફૂડ ખાય છે. પરંતુ શું તમારી સામે જ તમારી પસંદની ચોકલેટો પડેલી હશે તો તમે તમારી જાતને ખાવાથી રોકી શક્શો? ના ખરું ને! તેથી પહેલા તમે નક્કી કરો કે ગળ્યો અને ચરબી વાળો ખોરાક ઘરમાં લાવવો જ નથી. મોટા જથ્થામાં આવો સ્વાસ્થયને નુકસાનકારક ખોરાક લાવવાનું ટાળો અને તેના બદલામાં આરોગ્યપ્રદ ખોરાક ખરીદો. કોઇ પણ પરિવર્તન હંમેશા દુ:ખદાયક જ હોય છે – ખાસ કરીને પ્રથમ પ્રયાસ, પરંતુ જો તમારો હેતુ શુધ્ધ હશે તો તે ઓછું દુ:ખદાયક થશે.

મીઠાઇ બાળક ઉપર અવળી અસર કરે છે

ચાલો પરમ પૂજ્ય દાદાશ્રી મીઠાઇ વિશે શું કહે છે તે જોઇએ:

પ્રશ્નકર્તા : શું બાળકોને મગસ (ઘીથી ભરપૂર મીઠાઇ) ખવડાવવો સારો છે?

દાદાશ્રી : ના, તમારે બાળકોને મગસ ખવડાવવો ન જોઇએ. મગસ અથવા આવી કોઇ ભારે ચરબી વાળી મીઠાઇ બાળકોને ન આપવી જોઇએ. બાળકોનો ખોરાક સાદો રાખવો જોઇએ. તેમના દૂધની માત્રા પણ મર્યાદિત રાખવી જોઇએ. લોકો તેમના બાળકોને દૂધની બનાવટોથી ભર્યા કરે છે. આવો ખોરાક બાળકોમાં આતુરતા અને આવેગોને ઉત્તેજના આપે છે. માત્ર બાર વર્ષની ઉંમરથી બાળકોમાં વિષયના વિચારો આવવા લાગે છે. તમારે તમારા બાળકને એવો ખોરાક આપવો જોઇએ કે જે તેનામાં અતિ સંવેદનશીલતાને અટકાવે. બાળકોને આનો કોઇ આભાસ હોતો નથી. તેઓને જીવન કઈ રીતે જીવવુ તેનો પણ ખ્યાલ હોતો નથી.

પ્રશ્નકર્તા : આ દ્રષ્ટિકોણ પોતે જ ખોટો છે કે, ‘ હું મારા બાળકને કઈ રીતે તંદૂરસ્ત અને હ્રષ્ટ પુષ્ટ બનાવુ?’

દાદાશ્રી : લોકો પાસે કોઇ ચાવી જ નથી હોતી કે કઈ રીતે બાળકને પોષણ આપવું અને ઉછેરવા. તેના કારણે, તેઓ બાળકને ઉછેરતા સમયે વધુ નુકસાન કરે છે. લોકો માત્ર શારિરીક જવાબદારી જ સમજે છે. તે માત્ર પોષણ આપવાની જ ક્રિયા છે!! તમે આવી વાત ક્યાંય સાંભળી નહિ હોય, નહિ શાસ્ત્રોમાં, નહિ ચોપડીઓમાં કે નહિ કોઇના મનમાં. આ એક કળા છે. તે અદ્‍ભૂત કળા છે; તે એક નવું વિજ્ઞાન છે. એક બાળક ડાહ્યું બનાવવું જોઇએ. એવું કે જેનામાં જરા પણ ઉશ્કેરાટ ન હોય, કેટલું અદ્‍ભૂત!! તમે બાળકને સંસ્કારી અને કોઇ ઉશ્કેરાટ વિનાનું એમ બન્ને ગુણો ધરાવતું કઈ રીતે જોઇ શકો, જ્યારે તમે તો ઉશ્કેરાટ ઊભા કરે તેવા પદાર્થો ખોરાકમાં આપીને ઉશ્કેરાટ વધુ ઊભો કરો છો. તેને સાદો ખોરાક આપો જેમ કે દાળ, ભાત, શાક; તે અદ્‍ભૂત ભોજન છે, તેમાં કંઇ ખોટું નથી.

તેને અન્ય સ્વાદિષ્ટ ખોરાક આપો

બાળકને કેટલોક ઘરે બનાવેલો ખોરાક આપો, જે ઓછા તેલ અને ઓછી ખાંડનો બનેલો હોય. સ્વાદિષ્ટ પકવાનો બનાવવાનો પ્રયાસ કરો જેથી તેને આ ખોરાક જ ભાવવા લાગે અને અન્ય ખોરાકથી કંટાળે. તેને ઉત્તમ ગુણવતાયુક્ત ખોરાક આપો. તેને એવો અદ્‍ભૂત ખોરાક આપો કે જેથી તે એવો ખોરાક ખાવાનું જ પસંદ કરે. પછી તેને બહારનો ખોરાક પસંદ નહિ પડે અને તેને ખાવાનું ટાળશે. આ કદાચ સૌથી સહેલી ચાવી છે કે કઈ રીતે બાળકને જંક ફૂડ ખાવાથી રોકવા.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on