Related Questions

બાળકો સાથે કઈ રીતે વાત કરવી?

બાળકો સાથે કઈ રીતે વાત કરવી?- એ ખૂબ મહત્વનું પાસું છે.

બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે:

  • એક વાલી તરીકે, તમારે તમારી જાતનું એવું વર્તન રાખવું જોઇએ કે જેથી તે તમારામાં ગુસ્સો ન જૂએ. જ્યારે તે તમારામાં ગુસ્સો જોશે, ત્યારે તે તમારાથી પણ વધુ ગુસ્સાવાળું બનવાનું નક્કી કરશે. જો તમે ગુસ્સો કરવાનું બંધ કરશો, તો તે પણ બંધ કરશે.
  • ગુસ્સે થવાના બદલે અને સત્તા વાપરવાને બદલે બાળકને સમજાવવા માટે તાર્કિક કારણોનો ઉપયોગ કરો. દબાણ કરવાથી તેનું તરત પરિણામ મળી જશે, પરંતુ થોડા સમય પછી તેઓ સામે દલીલ કરતા થઈ જશે. મન વાતચીત કરવાથી ખીલે છે, ડરાવવાથી નહિ.
  • બાળકો સાથે વાત કરતી વખતે, રોફથી કે દબાણ-આગ્રહ પૂર્વક ન બોલો. જેવી રીતે તમને સત્તાનો રોફ જમાવતો મેનેજર કે સાથી કર્મચારી પસંદ નથી, તેવી રીતે તેઓને પણ નથી. જ્યારે તમે બાળક સાથે વાત કરો છો ત્યારે જો તમારા ચહેરા પર ઘૃણા હશે તો સમજી લેવું કે તેનું અવળું પરિણામ આવશે.
  • જો તેઓ કશું ઊંધુ કરે છે, તો માત્ર ટૂંકમાં તેઓને વાત કરો કે, ‘આવું વર્તન આપણા પરિવારમાં શોભાસ્પદ નથી.’ અથવા ‘આના પર વિચાર કર, શું આવું કરવું તને યોગ્ય લાગે છે?’ અથવા ‘ અત્યારે જે કાંઇ બન્યું તે તને ગમે છે.‘ પછી રાહ જૂઓ અને તેને જવાબ શોધવા દો. હંમેશા શાંતિથી બોલો અને કોમળ શબ્દો વાપરો. ક્યારેય કડવું અને ખરાબ ન બોલો. ભાગ્યે જ કશું કહો અને પ્રેમાળ શબ્દોથી બોલો. આ બાળક અને વાલી વચ્ચેના અસરકારક વાર્તાલાપની ચાવી છે.
  • બાળકો વસ્તુને સમજવા અને નિર્ણય લેવા માટે સક્ષમ હોય છે. જ્યારે તેઓ કશું ખોટું કરે છે ત્યારે તેઓને તરત જ ખ્યાલ આવી જાય છે.પરંતુ જ્યારે તમે તેઓની નિંદા કરવાનું શરૂ કરો છો, ત્યારે તો સામા થાય છે અને જડ બની જાય છે.
  • બાળકો સાથે કઈ રીતે અસરકારક વાતો કરવી તેનો સાચો રસ્તો એ છે કે તેઓને તેમની લાગણીઓને મુક્ત રીતે તમારી સાથે વ્યક્ત કરવા દો. – તેઓને ડર લાગવો, દુ:ખ થવું, ગૂંચામણ થવી એવું તો ચાલ્યા કરે. લાગણીઓ અમુક સમય પૂરતી જ હોય છે. નાની વાતોથી શરૂઆત કરો જેમકે જ્યારે તેઓ કહે કે ‘મારો મિત્ર આજે મને ચીડવતો હતો,’ ત્યારે તેવો ત્વરિત નિર્ણય આપવાની ઉતાવળ ન કરો કે તે ખોટો હતો કે તેનો મિત્ર ખોટો હતો એવી કોઇ સલાહ પણ ન આપો જેમકે ‘ લોકો તેને જ ચીડવે છે જે સહેલાઇથી ચીડાઇ જતા હોય છે.’ માત્ર એવો દુ:ખી ચહેરો રાખી કહો, ‘અરે દીકરા એવું કરે છે!’ અથવા શાંતિથી પ્રશ્નો પૂછી તે પરિસ્થિતિમાં વિગતવાર જાણવાનો પ્રયાસ કરો. કો જ સમાધાન આપવાનું કે નિર્ણૅય આપવાનું ટાળો, તેને તેની મેળે જ શોધવા દો. તેને આત્મવિશ્વાસુ વ્યક્તિ બનવા માટે મદદ કરો.

 Parent Child

  • તેના વર્તનમાં ભૂલો કાઢવાનું બંધ કરો. તે પરિસ્થિતિ સુધારવાને બદલે બગાડે છે – આ શબ્દો તે વ્યક્તિના મગજમાં સ્પંદન ઊભા કરે છે અને તેનાથી વસ્તુઓ ગતિમાં આવી જાય છે. આ બધું વૈજ્ઞાનિક છે જ્યારે તમે બોલો છો કે’ નકામો છે’, તે ‘કામનો છે’ તે શબ્દો કરતાં ચાલીસ ગણું નુકસાન કરે છે. તેથી ‘ તું બહુ આળસુ છે.’ તેવું કહેવાને બદલે હંમેશા હકારાત્મક અને ઉત્સાહ વધારનારા શબ્દો બોલો – તમે એવું પણ કહી શકો કે ‘ તને ખબર છે જ્યારે તું કશું કામ કરતો હોય છે ત્યારે ખૂબ ખુશ લાગે છે.’ આવા જે શબ્દો તમે બોલો છો તે તેઓના મગજમાં માન્યતા રૂપે બેસી જાય છે, જે આખી જિંદગી ચાલે છે. તેથી, જ્યારે બાળકો સાથે વાતો કરવાનું આવે છે, ત્યારે ખાતરી કરી લો કે તે શબ્દો હકારાત્મક છે.
  • તેના મિત્રોની સામે કે કોઇ ત્રીજી વ્યક્તિની સામે તમારા બાળક સાથે માનપૂર્વક બોલો.
  • બાળકો કાચ જેવા હોય છે. તેઓને કાળજીપૂર્વક સાચવો. તેઓ બહારથી સારા દેખાશે, પરંતુ અંદરથી તૂટી જશે.
  • જો તમને ઠપકો આપવાની જરૂર લાગતી હોય તો, તમારા ચહેરાના હાવ ભાવ બગાડ્યા વિના ઠપકો આપો. તમારો ચહેરો ખુશ રાખો અને પછી ઠપકો આપો. બાળકો સાથે કઈ રીતે અસરકારક વાતો કરવી તેની આ એક ખૂબ સરળ ચાવી છે. જો તમારા ચહેરાના હાવભાવ બગડે છે, તેનો મતલબ એ છે કે તમે અહંકાર પૂર્વક ઠપકો આપો છો. ઠપકો નાટકની જેમ ઉપલક જ હોવો જોઇએ.
  • સાચો પ્રેમ કોઇ પણ અપેક્ષા વિનાનો હોય છે. તે કોઇ દોષો જોતો નથી; અપેક્ષા રાખતો નથી અને આ પ્રેમ ક્યારેય વધતો કે ઘટતો નથી. ઘરમાં, તમારે આવા પ્રેમનું વાતાવરણ ઊભુ કરવું જોઇએ જેથી તમારા બાળકોને તમને છોડવા ન ગમે. પ્રેમ ગુસ્સા કરતા વધુ શક્તિશાળી છે. જગત પ્રેમથી જ સુધરે છે. તેના સિવાય બીજો કોઇ ઉપાય નથી.

વાણી કેવી હોવી જોઇએ?

વાણી નીચે દર્શાવેલા ચાર ગુણવાળી હોય તો જ તે અસરકારક બને છે.

  • તે સત્ય હોવી જોઇએ.
  • તે પ્રિય હોવી જોઇએ- મધુર શબ્દોથી કહેવાયેલી હોવી જોઇએ. આપણે જે રીતે બોલીએ છીએ તે સામી વ્યક્તિને સ્વીકાર્ય હોવું જોઇએ.
  • તે કોઇના હિતમાં હોવી જોઇએ. તે આપણા સ્વાર્થ માટે ન બોલાવી જોઇએ.
  • તે મિત (ઓછા શબ્દોવાળી) હોવી જોઇએ. આપણે એટલું બધું ન બોલવું જોઇએ કે જેથી સામી વ્યક્તિ કંટાળી જાય.

કોઇ પણ આગ્રહ, અપેક્ષા અને પૂર્વગ્રહ વગર બોલો

આ ખૂબ મહત્વની બાબત છે જ્યારે બાળક સાથે અસરકારક વાતો કરવાનું આવે છે. વાલીએ બાળક માટે ‘આ’ કર કે ‘પેલું’ કર તેવો આગ્રહ ન રાખવો જોઇએ. જો તમે આગ્રહ કરો તો પણ, તે તમારું સાંભળશે કે માનશે તેવી અપેક્ષા ન રાખવી જોઇએ. તે જે કંઇ પણ કરે તે સ્વીકારવા માટે તમારે તૈયાર રહેવું જોઇએ. જ્યારે તમે બાળકને ખૂબ દબાણ કરો છો, ત્યારે અંતે તે તમારી સામે બળવો કરે છે. આવું એટલા માટે કે, જ્યારે તમે આગ્રહ કરો છો, ત્યારે તેની પાછળ તમારો અહંકાર કામ કરે છે. પહેલા તમારો અહંકાર ઊભો થાય છે, અને તે બાળકના અહંકારને દબાવે છે, માટે, પરિસ્થિતિ તણાવયુક્ત બની જાય છે.

એ રીતે બોલવું કે તેનો અહંકાર ઊભો ન થાય. તમારે બાળકને વસ્તુઓ સમજાવવી જોઇએ; તમારે તેની સમજણ અને જીવન પ્રત્યેનો અભિગમ ફેરવવાનો પ્રયત્ન કરવો જોઇએ. તમારા અહંકારને હટાવી દો; કોઇ પણ પ્રકારનો પૂર્વગ્રહ ન રાખો, અને પ્રેમ પૂર્વક તેને સમજાવો. પૂર્વગ્રહ એટલે જો તમે તમારા પુત્રને ગઈકાલે ઠપકો આપ્યો હોય, તો તે વસ્તુ તમે તમારા મગજમાં ભરી રાખો કે ‘તે ખરેખર આવો જ છે.’ , ‘તે ખરેખર તેવો જ છે.’ અને પછી તમારો અહંકાર વધી જાય છે અને તેને ફરીથી ઠપકો આપો છો. તેથી તેનાથી ઝેર ફેલાય છે. માટે, આગ્રહ નહિ, અપેક્ષા નહિ અને પૂર્વગ્રહ નહિ તે બાળકો સાથે વાત કરતા પૂર્વેની પ્રાથમિક શરત છે.

જીવનના સિધ્ધાંતો

જો વ્યવહારુ જીવનમાં થોડાક સિધ્ધાંતો વણાય જાય તો પછી, જીવનમાં કોઇની સાથે કોઇ સમસ્યા રહેશે નહિ. સૌથી મહત્વનો સિધ્ધાંત એ છે કે, ઘરમાં કે બહાર કોઇને નાની નાની વાતો પર કંઇ પણ કહેવું નહિ. તમારે માત્ર કોઇ ખાસ મહત્વની બાબતો કે જે તમને આવશ્યક લાગતી હોય તેના વિશે જ બોલવું જોઇએ, પરંતુ તે જરૂરી હોવા છતાં વારંવાર ન કહેવી જોઇએ.

જેમાં તમારે ધ્યાન દેવું જરૂરી છે તે બાબતો – જ્યારે બાળક માંસાહાર, દારૂ લેતો હોય; જ્યારે તે કોઇ લફરામાં હોય; જ્યારે તેઓ અભ્યાસ ન કરતા હોય, વગેરે હોય શકે. બીજા બનાવો જેવા કે – તે કારનું એક્સિડન્‍ટ કરે, ધંધામાં નુકસાન કરી આવે; કશું ભૂલી જાય, વગેરે સામાન્ય બાબતો છે. વાલીએ શાંત રહેવું જોઇએ અને પરિસ્થિતિને પ્રેમ અને સમભાવથી ઉકેલવી જોઇએ. જો તમે આવી બાબતો સ્વીકારી લેશો, તો બાળકો મહત્વની પરિસ્થિતિઓમાં તમને જરૂરથી સાંભળશે. પરંતુ જો તમે દરેક નાની નાની બાબતોમાં ટોકવાનું ચાલુ રાખશો, તો તમે તમારા શબ્દોની શક્તિ ગુમાવશો. વાલીનું સ્વમાન અને ખેંચાણ એવું હોવું જોઇએ કે માત્ર તમારી હાજરીથી જ તેનું માનસ પરિવર્તન થઈ જાય અને કશું કહેવાની પણ જરૂર ન રહે.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on