જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કશું ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો તેને મિત્રતા પૂર્વક પૂછવું કે, ‘બેટા, તું શું કરી રહ્યો છે તેના વિશે તે વિચાર્યું છે?’ અને ‘શું આવું તને શોભે છે?’ જો તેઓ ના કહે, તો પછી તમારે તેઓને પૂછવું જોઇએ કે ‘શા માટે તું આવું સતત કર્યા કરે છે.’ તેઓ નિર્ણય લેવા માટે અને સમજવા માટે સક્ષમ છે. જ્યારે તેઓ કશું ખોટું કરે છે ત્યારે તેઓને તરત જ ખબર પડી જાય છે. પરંતુ જો તમે તેઓની નિંદા કરવાનું શરૂ કરશો, તો પછી તેઓ તમારી સામે થશે અને ગુસ્સાવાળા થશે.
એ રીતે બોલો કે જેથી સામી વ્યક્તિનો અહંકાર ઊભો ન થાય. જ્યારે તમે તમારા બાળકો સાથે વાતો કરો છો ત્યારે રોફપૂર્વકના શબ્દો ન બોલો. એવી રીતે બોલો કે જેથી તેઓએ જે ભૂલો કરેલી છે તેમાંથી શીખવા માટે તેઓને તમારા શબ્દો મદદરૂપ થાય. જ્યારે પરમ પૂજ્ય દાદાશ્રી લોકો સાથે બોલે ત્યારે, લોકોનો અહંકાર જરા પણ હલે નહિ કારણ કે તેમની વાણી અહંકાર રહિતની હોય છે અને તેમનો અવાજ આજ્ઞાપૂર્વકનો હોતો નથી.
પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે જ્યાં સુધી બાળકો પંદર વર્ષના છે ત્યાં સુધી તમે ઇચ્છો તે રીતે બાળકોને વાળી શકો છો.
નીચેના સંવાદમાં પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે – બાળક સાથે કઈ રીતે વાતો કરવી જોઇએ કે જેથી તેનો ઉછેર સંતુલિત વ્યક્તિ તરીકે થાય?
પ્રશ્નકર્તા: જો કોઇ કશું ખોટું કરી રહ્યું હોય અને તમે તેના ખોટા કાર્યો પર તેને મદદ કરવા ટકોર કરો છો પરંતુ તેનાથી તેને દુ:ખ થઈ જાય છે, તો તે સમસ્યાનો ઉકેલ કઇ રીતે આવે?
દાદાશ્રી : તેને ટકોર કરવામાં કશો વાંધો નથી, પરંતુ તે કઈ રીતે કરવી તે તમને ખબર હોવી જોઇએ.
પ્રશ્નકર્તા : આપણે તેને કઈ રીતે કહેવું જોઇએ?
દાદાશ્રી : જો તમે તમારા પુત્રને કહો છો, ‘ તું ગધેડા જેવો છે. તારામાં અક્કલ જ નથી,’ તો તેના અહંકારને દુ:ખ થશે. શું તેને પણ અહંકાર નથી હોતો? જો તમારા બોસ તમને કામ પર આવા જ શબ્દો કહે તો, તમને કેવી અસર થાય? તમારે આવા શબ્દો વાપરવા ન જોઇએ. તમારે તેને કઈ રીતે ટકોર કરવી તે જાણવું જોઇએ.
પ્રશ્નકર્તા : અમારે કઈ રીતે કરવું જોઇએ?
દાદાશ્રી: તેની બાજુમાં બેસો અને તેને શાંતિથી કહો કે સંસ્કારી અને સારા ઘરના લોકો આવી વસ્તુઓ ન કરે. તેની સાથે ધીમેથી અને પ્રેમથી વાતો કરો. પરંતુ તેના બદલે તમે શું કરો છો કે તેને કડવાશ ભર્યા શબ્દો કહો છો અને વઢી મૂકો છો. આવું કઇ રીતે સ્વીકાર્ય છે?
પ્રેમ વિના, કોઇ ઉપાય જ નથી, ખાસ કરીને જ્યારે બાળકો ભૂલો કરે છે ત્યારે. જ્યારે તમે છોડ ઉછેરો છો, ત્યારે પણ તમારે તેને પ્રેમથી સીંચવો પડે છે. માત્ર તેના પર પાણી રેડ્યા કરવાથી અને તેની સામે બૂમો પાડ્યા કરવાથી કશું વળશે નહિ. જો પ્રેમ સાથે કરો, જો તેની સાથે પ્રેમથી વાતો કરો, તો તે તમને સુંદર મોટા ફૂલો આપશે! તેથી કલ્પના કરો કે આ બાબત મનુષ્યને કેટલી અસર કરે!
પ્રશ્નકર્તા : જીવનમાં ઘણી બધી જવાબદારીઓ છે અને તે નિભાવવી તે આપણી ફરજ છે. આ જવાબદારીઓનું વહન વહન કરતા કરતા, પ્રસંગોપાત કેટલાક ખરાબ શબ્દો બોલાય જાય છે. શું તે પાપ , ખરાબ કર્મ ગણાય છે?
દાદાશ્રી : જ્યારે તમે આવા શબ્દો ઉચ્ચારો છો ત્યારે તમારા ચહેરાના હાવભાવ કેવા હોય છે? શું તે એક સુંદર ગુલાબ જેવા હોય છે? જો ત્યારે તમારા ચહેરા પર ઘૃણા હોય છે, તો સમજો કે તમે સામી વ્યક્તિને દુ:ખ પહોંચાડ્યું છે અને તે ખરાબ કર્મ બાંધે છે. જે તમે કહેવા માગો છો તે તમારે શાંતિથી કહેવું જોઇએ, કોઇ પણ કડવા શબ્દો વાપર્યા વગર.
જ્યારે બાળકો બૂલો કરે છે, ત્યારે શાંતિથી અને સમજપૂર્વક અને પ્રેમ સહિત બોલો, માત્ર થોડા શબ્દો જ વાપરો અને એક દિવસ તમે તેને જીતી જશો. જો તમે ભારે શબ્દો વાપરો છો, તો તે સામો થશે અને તમે ખરાબ કર્મો બાંધશો. બાળકને પણ ખરાબ કર્મ બંધાય છે; તે વિચારશે કે, ‘હું નાનો છું એટલે તમે મારો દુરૂપયોગ કરો છો, પરંતુ જ્યારે હું મોટો થઈશ ત્યારે તમને જોઈ લઈશ.’ તેથી આવી વસ્તુ ન કરો. તેના બદલે તેને સમજણવાળો બનાવો. પ્રેમ એક દિવસ જરૂર જીતશે. તમને તેના ફળ તરત જ મળશે નહિ. એક મહિના માટે તમારો પ્રેમ ચાલુ રાખો અને પછી તેનું પરિણામ જૂઓ.
પ્રશ્નકર્તા : આપણે તેને વાત સમજાવવા ઘણા પ્રયત્નો કરીએ તો પણ તે વાત સમજે નહિ તો આપણે શું કરવું જોઇએ?
દાદાશ્રી : સમજાવવાની કોઇ જરૂર નથી. માત્ર તેને પ્રેમ આપો. પરંતુ તમારે તેને ધીમેથી સમજાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. શું આપણે આપણા પડોશી સાથે ખરાબ રીતે બોલીએ છીએ?
દાદાશ્રી : બેંક મેનેજરે એક વખત મને કહ્યું કે, “ દાદાજી, મારા ઘરમાં મારી વાઇફને ને છોકરાંને હું એકેય અક્ષર કહેતો નથી. હું બિલકુલ ઠંડો રહું છં.” પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે દાદા મને મોટું ઇનામ આપશે. પરંતુ તેના બદલે મેં તેને કહ્યું, “ તમને આ દુનિયામાં બેંક મેનેજર કોણે બનાવ્યા. તમને એ પણ ખબર નથી કે પોતાના ફેમિલિને કઈ રીતે સંભાળવું! તમે આ દુનિયાના મોટા મૂર્ખ વ્યક્તિ છે. તમે સાવ નકામા વ્યક્તિ છો!” તે તો ચોંકી જ ગયો. શું તે આના માટે ઇનામ ઇચ્છતો હશે? તમારું બાળક કશું ખોટું કરતો હોય, તો તમારે તેને કહેવું જોઇએ કે, ‘ આવું શા માટે તે કર્યું? હવે પછી આવું ન થવું જોઇએ.’ તમારે તેને નાટકીય રીતે ખીજાવું જોઇએ અને સમજાવવું જોઇએ; નહિ તો તેને એવું લાગશે કે તે જે કંઇ કરી રહ્યો છે તે સાચું જ છે કારણ કે તેના પિતા તે સ્વીકારે છે. કારણ કે જો તે ક્યારેય કશું કહેશે નહિ તો તેનું ઘર બરબાદ થઈ જશે. તમારે બધું જ કહેવું જોઇએ, પરંતુ નાટકીય રીતે, જાણે કે તમે આ દુનિયાના રંગમંચ પર નાટક્ભજવી રહ્યા છો. તેણે તેનો રોલ પૂર્ણ રીતે ભજવવો જોઇએ, પરંતુ કોઇ પણ જાતના રાગ દ્વેષ વિના.
૧) કોઈ પ્રાકૃતિક પુષ્પ નકામું નથી, પણ તે શું કામનું છે તે શોધી કાઢવાનું છે. તને વેઢમી બનાવતાં નથી આવડતી, આ નથી આવડતું, તે નથી આવડતું, એમ કહ્યા કરવાનું નથી. પણ તેને શું આવડે છે, તેની ખોજ કરો.
૨) છોકરાં જોડે તમે ચિઢાવ તો એ નવી 'લોન' લીધી કહેવાય. જૂની લોન તો હજી પૂરી થઈ નથી ! ચિઢાવું એ તો 'કોન્ટ્રાક્ટ'ના બહારની 'એકસ્ટ્રા આઈટમ' કહેવાય. આનાથી જ નવાં દેવાં ઊભાં કરતો જાય છે.
૧) જ્યારે બાળકને ખીજાયા કરવામાં આવે છે, ત્યારે તેઓ સાચું કહેતા નથી અને તેઓ વાતને છૂપાવતા શીખે છે. આ રીતે કપટનું દુનિયામાં સર્જન થાય છે.
૨) જ્યારે તમે તમારા બાળકો ઉપર ચીડાવ છો, ત્યારે તમે પછીના ભવ માટે નવા કર્મો બાંધો છો. જ્યાં સુધી તમને ચીડાવાથી કોઇ પીડા અનુભવાતી નથી ત્યાં સુધી તેમાં કશું પણ ખોટું નથી. તે નાટકીય રીતે હોવું જોઇએ.
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી વાલી તરીકેની ફરજ શરૂ થાય છે. તમારા માતાપિતા તરીકેની ભૂમિકામાં... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એક વાલી તરીકે, તમારે... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેઓને સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઇ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
A. બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું અથવા બાળકને કઈ રીતે ઉછેરવું એ એક પેરેન્ટિંગ કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ક્રોધી સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જીદી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળકને કઈ... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઇએ? તમારું બાળક રડે ત્યારે... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે – એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો કારણ કે ગમે તેટલી કચકચ કરવાથી કે ચીડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો, તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના જગતમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય અંગ છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના ગાળાને ઓછો કરવા માટે માતા પિતાએ પહેલ અવશ્ય કરવી જોઇએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા પિતાની શું ભૂમિકા હોય? તેઓએ બાળકો પંદર વર્ષના થાય ત્યારે એ રીતે વાળવા જોઇએ કે જેથી બધા... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા પિતા અને બાળકોના સંબંધો બન્ને તરફથી યોગ્ય હોવા જોઇએ. માતા પિતા અને બાળક બન્નેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
subscribe your email for our latest news and events