• question-circle
  • quote-line-wt

પ્રતિક્રમણ : વ્યવહારની સમસ્યાઓનાં ઉપાય

તમે તમારી જાતે જીવનનાં દરેક તબક્કે પ્રતિક્રમણનો વ્યવહારિક ઉપયોગ કરી અને માનસિક શાંતિનો અનુભવ કરો.

આપણા જીવનમાંથી શું ઈર્ષ્યા, શંકા, ક્રોધ, દ્વેષ અને કડવાશને કાઢવાનો કોઈ સચોટ ઉપાય છે ?

પોતાના જીવનમાંથી કોઈ કેવી રીતે ક્લેશ દૂર કરી શકે? કોઈ કેવી રીતે પોતાના પરિવાર, મિત્રો અને સહકાર્યકરો સાથે અંતરશાંતિ સાથે જીવન જીવી શકે? આપણને કે આપણા થકી અન્યને દુઃખ થાય તો તેનું નિવારણ શું?

શું ચોરી કરવાની અને મજાક ઊડાડવાની ખરાબ આદતમાંથી બહાર નીકળવાનો કોઈ વૈજ્ઞાનિક માર્ગ છે?

પરમ પૂજ્ય દાદાશ્રીએ વ્યવહારનાં બધાં જ  દોષોની સામે લડવા માટે પ્રતિક્રમણનું હથિયાર આપ્યું છે.

પ્રતિક્રમણની એવી અસર છે કે જો કોઈ વ્યક્તિ હાજર હોય કે ના હોય તમે તેના પ્રતિક્રમણ કરશો તો તે વ્યક્તિમાં જબરજસ્ત બદલાવ આવશે અને તેનો તમારા પ્રત્યેનો દ્વેષ ભાવ ઓછો થશે અને તમને અંદરથી હળવું લાગશે.

તમે તમારી જાતે જીવનનાં દરેક તબક્કે પ્રતિક્રમણનો વ્યવહારિક ઉપયોગ કરી અને માનસિક શાંતિનો અનુભવ કરો.

 

 

પ્રતિક્રમણ

આખા દિવસ દરમિયાન આપણાથી જાણતા - અજાણતા બધાને દુ:ખ અપાઈ જાય છે. પ્રતિક્રમણ કરવાથી પાપ કર્મ ધોવાય છે, પણ એ પસ્તાવા સહીતના હોવા જોઈએ. ખરા અર્થમાં પ્રતિક્રમણ કોને કહેવાય એની સાચી સમજણ મેળવવા માટે ક્લિક કરો.

play
previous
next

Top Questions & Answers

  1. Q. હું મારા બાળકને ચોરી કરતાં કેવી રીતે અટકાવું?

    A. એક છોકરો ચોર થઈ ગયો છે. એ ચોરી કરે છે. લાગ આવે તે ઘડીએ લોકોના પૈસા કાઢે. ઘેર ગેસ્ટ આવ્યા હોય તેને ય... Read More

  2. Q. મારે મારી પત્ની સાથે કેવી રીતે સુમેળ રાખવો?

    A. પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : આપણને જેની જોડે... Read More

  3. Q. સંબંધોમાં (વ્યવહારમાં) શંકા અને ઈર્ષ્યા વખતે કેવી રીતે ડિલિંગ કરવું?

    A. પ્રશ્નકર્તા : ઈર્ષા થાય છે તે ના થાય તે માટે શું કરવું ? દાદાશ્રી : તેના બે ઉપાય છે. ઈર્ષા થઈ... Read More

  4. Q. વ્યવહારમાં ક્રોધને કેવી રીતે કાબુ કરવો?

    A. પ્રશ્નકર્તા : કોઈની પર ખૂબ ગુસ્સો થયો, પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળબળ... Read More

  5. Q. અંડરહેન્ડને ઠપકો આપીએ તો કેવી રીતે માફી માંગવી?

    A. પ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધુત્કારી કાઢેલા. દાદાશ્રી... Read More

  6. Q. અપમાનની સામે કેવી રીતે વર્તવું?

    A. પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણ એટલે શું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે સામો જે આપણું અપમાન કરે છે, તે... Read More

  7. Q. સંબંધોમાં વેરભાવમાંથી કેવી રીતે છૂટાય?

    A. પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ ન કરીએ તો પછી કોઈ વખત સામા જોડે ચૂકવવા જવું પડેને ? દાદાશ્રી : ના,... Read More

  8. Q. બીજાની મજાક ઉડાડવામાંથી કેવી રીતે દૂર રહેવું? અને તેના માટે કેવી રીતે પશ્ચાતાપ કરવો?

    A. મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (તેજ મગજ) હોય તે... Read More

  9. Q. મેં કોઈને દુભાવ્યા છે તો મારે કેવી રીતે માફી માંગવી?

    A. પ્રશ્નકર્તા : સામાનું મન ભાંગ્યું હોય તો તેમાંથી છૂટવા શું કરવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાં.... Read More

  10. Q. જો તમને કોઈ વારંવાર દુઃખી કર્યા કરે તો તેને કેવી રીતે માફ કરવા?

    A. પ્રશ્નકર્તા : કોઈ માણસ ભૂલ કરે, પછી આપણી પાસે માફી માગે, આપણે માફ કરી દઈએ, ના માગે તોય આપણે મનથી... Read More

  11. Q. મિચ્છામિ દુક્કડમ્ એટલે શું ?

    A. મિચ્છામિ દુક્કડમ્ એ છે તે અર્ધમાગધિ ભાષાનો શબ્દ છે. એનો સાવ સરળ અર્થ એવો થાય છે કે 'મિથ્યા મેં... Read More

Spiritual Quotes

  1. આ પ્રતિક્રમણ કરી તો જુઓ પછી તમારા ઘરના માણસોમાં બધામાં ચેન્જ થઈ જાય. જાદુઈ ચેન્જ થઈ જાય. જાદુઈ અસર !!
  2. દુઃખ ના થાય એના માટે તો આપણી લાઈફ (જિંદગી) છે. સામી વ્યક્તિને દુઃખ થાય તો સમાધાન તો અવશ્ય કરવું જોઈએ. એ આપણી 'રિસ્પોન્સિબિલિટી' (જવાબદારી) છે.
  3. ઉપાય પહેલો જન્મે છે. ત્યાર પછી દર્દ ઊભું થાય છે.
  4. આ તિરસ્કાર કર્યા, ધોઈ નાખો બધાં હવે, સાબુ ઘાલીને.
  5. પ્રતિક્રમણ એટલે બીજને શેકીને વાવવું.
  6. બહુ ટાઈટ બ્રેઈન (કડક મગજ) હોય તે હંમેશાં બધી જાતની મશ્કરી કરે. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને !
  7. આ તમે પ્રતિક્રમણ કરવા બેસો ને, તે અમૃતનાં ટપકાં પડ્યાં કરે એક બાજુ, અને હલકા થયેલા લાગે.
  8. કોઈના હાથમાં પજવવાની ય સત્તા નથી ને કોઈના હાથમાં સહન કરવાની ય સત્તા નથી. આ તો બધાં પૂતળાં જ છે. તે બધું કામ કરી રહ્યાં છે. તે આપણે પ્રતિક્રમણ કરીએ એટલે પૂતળાં એની મેળે સીધાં થઈ જાય.

Related Books

×
Share on