Related Questions

હું મારા બાળકને ચોરી કરતાં કેવી રીતે અટકાવું?

એક છોકરો ચોર થઈ ગયો છે. એ ચોરી કરે છે. લાગ આવે તે ઘડીએ લોકોના પૈસા કાઢે. ઘેર ગેસ્ટ આવ્યા હોય તેને ય ના છોડે.

pratikraman

હવે એ છોકરાને શું શીખવાડીએ આપણે ? કે તું દાદા ભગવાન પાસે ચોરી ન કરવાની શક્તિ માગ, આ ભવમાં.

હવે એમાં શું લાભ થયો એને ? કોઈ કહેશે, 'આમાં શું શીખવાડ્યું ?' એ તો શક્તિઓ માગ માગ કર્યા કરે છે. અને પાછો ચોરી તો કરે છે. અરે છો ને, ચોરી કરતો. આ શક્તિઓ માગ માગ કરે છે કે નથી કરતો ? હા શક્તિઓ તો માગ માગ કરે છે. તો અમે જાણીએ કે આ દવા શું કામ કરી રહી છે. તમને શું ખબર પડે કે દવા શું કામ કરી રહી છે. !

પ્રશ્નકર્તા : ખરું એ જાણતા નથી કે દવા શું કામ કરી રહી છે. એટલે માગવાથી લાભ થાય છે કે નહીં એ પણ નથી સમજતા.

દાદાશ્રી : એટલે આનો શો ભાવાર્થ છે ? કે એક તો એ છોકરો માગે છે કે મને ચોરી ન કરવાની શક્તિ આપો. એટલે એક તો એણે એનો અભિપ્રાય બદલી નાખ્યો. 'ચોરી કરવી એ ખોટી છે, અને ચોરી ન કરવી એ સારી છે.' એવી શક્તિઓ માગે છે માટે ચોરી ન કરવી એ અભિપ્રાય ઉપર આવ્યો. મોટામાં મોટું આ અભિપ્રાય બદલાયો !

અને અભિપ્રાય બદલાયો એટલે ત્યાંથી આ ગુનેગાર થતો અટક્યો.

પછી બીજું શું થયું ? ભગવાન પાસે શક્તિ માગે છે એટલે એની પરમ વિનયતા ઉત્પન્ન થઈ. હે ભગવાન શક્તિ આપો. એટલે તરત શક્તિ આપે એ, છૂટકો જ નહીં ને ! બધાને આપે. માગનાર જોઈએ. તેથી કહું છું ને માગતાં ભૂલો. આ તમે તો કશું માગતા જ નથી. કોઈ દહાડો નથી માગતા.

આ વાત તમને સમજાઈ, શક્તિ માગો એ ?

×
Share on