Related Questions

વ્યવહારમાં ક્રોધને કેવી રીતે કાબુ કરવો?

પ્રશ્નકર્તા : કોઈની પર ખૂબ ગુસ્સો થયો, પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળબળ થાય તો એમાં એકથી વધારે પ્રતિક્રમણ કરવાં પડે ?

pratikraman

દાદાશ્રી : એ બે ત્રણ વખત સારા દિલથી કરીએ ને એકદમ ચોક્કસ રીતે થઈ ગયું એટલે પતી ગયું. 'હે દાદા ભગવાન ! ભયંકર વાંધો આવ્યો. જબરદસ્ત ક્રોધ થયો. સામાને કેટલું દુઃખ થયું ? સામાની માફી માગું છું, આપની સાક્ષીમાં, ખૂબ જબરદસ્ત માફી માગું છું.'

પ્રશ્નકર્તા : કોઈની જોડે વધારે બોલાચાલી થઈ ગઈ, તો એ મનમાં અંતર લાબું પડ્યા કરે. અને કોઈની જોડે કોઈ એકાદ-બે, તો અમુકમાં પ્રતિક્રમણ બે-ત્રણ-ચાર વાર, એમ વધારે વાર કર્યા કરવાં પડે કે એક વાર કરે તો આવી જાય બધાનું ?

દાદાશ્રી : જેટલું થાય એટલું એમ કરવું. અને પછી છેવટે જાથું કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ ભેગાં થઈ જાયને, તો જાથું કરવું કે આ બધા કર્મોનાં મારાથી પ્રતિક્રમણ થતાં નથી. આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું. આપણે દાદા ભગવાનને કહી દેવાનું. તે પહોચી ગયું.

પ્રશ્નકર્તા : આપણે ક્રોધ કરીએ, સામા માણસ પર, પછી તરત આપણે પ્રતિક્રમણ કરી લઈએ, છતાં પણ આપણા ક્રોધની અસર સામા માણસને તરત તો નાબૂદ થતી નથી ને ?

દાદાશ્રી : એ નાબૂદ થાય કે ના થાય, એ આપણે જોવાનું નથી. આપણે તો આપણાં જ કપડાં ધોઈને ચોખ્ખું રહેવું. તમને મહીં ના ગમે છતાં થઈ જાય છે ને ?!

પ્રશ્નકર્તા : થઈ જાય છે ક્રોધ.

દાદાશ્રી : માટે એને આપણે જોવાનું નહીં, આપણે પ્રતિક્રમણ કરવાનું. આપણે કહેવાનું કે, 'ચંદુભાઈ પ્રતિક્રમણ કરો.' પછી એ જેવું કપડું બગડ્યું એ ધોશે ! બહુ ઘડભાંજમાં ઉતરવાનું નહીં. નહીં તો પાછું આપણું ફરી બગડે.

×
Share on