પ્રશ્નકર્તા : ઈર્ષા થાય છે તે ના થાય તે માટે શું કરવું ?
દાદાશ્રી : તેના બે ઉપાય છે. ઈર્ષા થઈ ગયા પછી પશ્ચાતાપ કરવો. ને બીજું ઈર્ષા થાય છે, તે તમે ઈર્ષા નથી કરતાં. ઈર્ષા એ પૂર્વભવનાં પરમાણુઓ ભરેલાં છે તેને એક્સેપ્ટ (સ્વીકાર) ના કરો, તેમાં તન્મયાકાર ના થાય, તો ઈર્ષા ઊડી જાય. તમને ઈર્ષા થયા પછી પશ્ચાતાપ કરવો એ ઉત્તમ છે.
પ્રશ્નકર્તા : સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર કરવી ?
દાદાશ્રી : ત્યાં પછી એના શુદ્ધાત્માને સંભારીને ક્ષમા માગવી, એનું પ્રતિક્રમણ કરવું. આ તો પહેલાં ભૂલો કરેલી તેથી શંકા આવે છે.
જંગલમાં જાય ત્યારે લૌકિક જ્ઞાનના આધારે 'બહારવટિયા મળશે તો ?' એવા વિચાર આવે. અથવા વાઘ મળશે તો શું થશે ? એવો વિચાર આવે તે ઘડીયે પ્રતિક્રમણ કરી નાખવું. શંકા પડી એટલે બગડ્યું. શંકા ના આવવા દેવી. કોઈ પણ માણસ માટે, કોઈ પણ શંકા આવે, તો પ્રતિક્રમણ કરવું. શંકા જ દુઃખદાયી છે.
શંકા પડી તો પ્રતિક્રમણ કરાવી લઈએ. અને આપણે આ બ્રહ્માંડના માલિક, આપણને શંકા કેમ થાય ?! માણસ છીએ તે શંકા તો પડે. પણ ભૂલ થઈ એટલે રોકડું પ્રતિક્રમણ કરી લઈએ.
જેના માટે શંકા આવે એનું પ્રતિક્રમણ કરવાનું. નહીં તો શંકા તમને ખાઈ જશે..
કોઈના માટે સહેજ પણ અવળો સવળો વિચાર આવે કે, તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો, થોડીક જ વાર જો રહેને તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડે ય એને ઊગે, માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ.
હંમેશાં કોઈ પણ કાર્યનો પસ્તાવો કરો, એટલે એ કાર્યનું ફળ બાર આની નાશ જ થઈ જાય છે. પછી બળેલી દોરી હોયને, એના જેવું ફળ આપે. તે બળેલી દોરડી આવતે ભવે આમ જ કરીએ, તે ઊડી જાય. કોઈ ક્રિયા એમ ને એમ નકામી તો જાય જ નહીં. પ્રતિક્રમણ કરવાથી એ દોરડી સળગી જાય છે. પણ ડિઝાઈન તેની તે જ રહે છે. પણ આવતે ભવે શું કરવું પડે ? આમ જ કર્યું ખંખેર્યું કે ઊડી ગઈ.
Book Name: પ્રતિક્રમણ (Page #42 Last #3 Paragraphs and Page #43 Paragraphs #1, #2, #3, #4, #5, #6)
Q. હું મારા બાળકને ચોરી કરતાં કેવી રીતે અટકાવું?
A. એક છોકરો ચોર થઈ ગયો છે. એ ચોરી કરે છે. લાગ આવે તે ઘડીએ લોકોના પૈસા કાઢે. ઘેર ગેસ્ટ આવ્યા હોય તેને ય... Read More
Q. મારે મારી પત્ની સાથે કેવી રીતે સુમેળ રાખવો?
A. પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : આપણને જેની જોડે... Read More
Q. વ્યવહારમાં ક્રોધને કેવી રીતે કાબુ કરવો?
A. પ્રશ્નકર્તા : કોઈની પર ખૂબ ગુસ્સો થયો, પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળબળ... Read More
Q. અંડરહેન્ડને ઠપકો આપીએ તો કેવી રીતે માફી માંગવી?
A. પ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતાં મેં બહુ કડકાઈથી લોકોનાં અપમાન કરેલાં, ધુત્કારી કાઢેલા. દાદાશ્રી... Read More
Q. અપમાનની સામે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણ એટલે શું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે સામો જે આપણું અપમાન કરે છે, તે... Read More
Q. સંબંધોમાં વેરભાવમાંથી કેવી રીતે છૂટાય?
A. પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ ન કરીએ તો પછી કોઈ વખત સામા જોડે ચૂકવવા જવું પડેને ? દાદાશ્રી : ના,... Read More
Q. બીજાની મજાક ઉડાડવામાંથી કેવી રીતે દૂર રહેવું? અને તેના માટે કેવી રીતે પશ્ચાતાપ કરવો?
A. મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (તેજ મગજ) હોય તે... Read More
Q. મેં કોઈને દુભાવ્યા છે તો મારે કેવી રીતે માફી માંગવી?
A. પ્રશ્નકર્તા : સામાનું મન ભાંગ્યું હોય તો તેમાંથી છૂટવા શું કરવું ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાં.... Read More
Q. જો તમને કોઈ વારંવાર દુઃખી કર્યા કરે તો તેને કેવી રીતે માફ કરવા?
A. પ્રશ્નકર્તા : કોઈ માણસ ભૂલ કરે, પછી આપણી પાસે માફી માગે, આપણે માફ કરી દઈએ, ના માગે તોય આપણે મનથી... Read More
Q. મિચ્છામિ દુક્કડમ્ એટલે શું ?
A. મિચ્છામિ દુક્કડમ્ એ છે તે અર્ધમાગધિ ભાષાનો શબ્દ છે. એનો સાવ સરળ અર્થ એવો થાય છે કે 'મિથ્યા મેં... Read More
subscribe your email for our latest news and events