Related Questions

સંબંધોમાં વેરભાવમાંથી કેવી રીતે છૂટાય?

પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ ન કરીએ તો પછી કોઈ વખત સામા જોડે ચૂકવવા જવું પડેને ?

દાદાશ્રી : ના, એને ચૂકવવાનું નથી. આપણે બંધાયેલા રહ્યા. સામા જોડે આપણે કશું લેવા-દેવા નથી.

પ્રશ્નકર્તા : પણ આપણે ચૂકવવું પડેને ?

દાદાશ્રી : એટલે આપણે જ ફરી બંધાયેલા છીએ. માટે આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણથી મટે. તેથી તો તમને હથિયાર આપેલુંને, પ્રતિક્રમણ !

pratikraman

પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ ને વેર છોડી દઈએ. પણ સામો વેર રાખે તો ?

દાદાશ્રી : ભગવાન મહાવીર ઉપર એટલા બધા લોક રાગ કરતા હતા ને દ્વેષ કરતા હતા, તેમાં મહાવીરને શું ? વીતરાગને કશું ચોંટે નહીં. વીતરાગ એટલે શરીરે તેલ ચોપડ્યા વગર બહાર ફરે છે, ને પેલા શરીરે તેલ ચોપડીને ફરે છે. તે તેલવાળાને બધી ધૂળ ચોંટે.

પ્રશ્નકર્તા : આ બે વ્યક્તિની વચ્ચે જે વેર બંધાય છે, રાગ-દ્વેષ થાય છે, હવે એમાં હું પોતે પ્રતિક્રમણ કરીને છૂટી જઉં, પણ પેલી વ્યક્તિ વેર છોડે નહીં, તો એ પાછી આવતા ભવે આવીને એ રાગ-દ્વેષનો હિસાબ પૂરો કરે છે ? કારણ કે એ વેર એનું તો એણે ચાલુ રાખેલું જ છે ને ?!

દાદાશ્રી : પ્રતિક્રમણથી એનું વેર ઓછું થઈ જાય. એક ફેરો એક ડુંગળીનું પડ જાય, બીજું પડ, જેટલાં પડ હોય એનાં એટલાં જાય. સમજણ પડીને તમને ?

×
Share on